થોડા દિવસ અગાઉ દિયોદર એક કાર્યક્રમમાં ધારાસભ્ય કેશાજી ચૌહાણનાં સમર્થક દ્વારા એક ખેડૂત આગેવાન પર હુમલો કર્યો હતો. જે મામલે ખેડૂતો દ્વારા બનાસકાંઠાથી ગાંધીનગર ખાતે ન્યાય યાત્રા શરૂ કરી છે. આ ખેડૂત યાત્રા આજે પાટણનાં હાંસાપુર ખાતે પહોંચી હતી. ગાંધીનગર જઈ ખેડૂતો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આવેદનપત્ર આપશે. આ બાબતે ખેડૂત આગેવાને જણાવ્યું હતું કે અમારી વેદનાની માંગણી છે. અટલ ભુજલ યોજનાં અંતર્ગત અટલ બિહારી બાજપેયીના નામનો પ્રોગ્રામ ચાલતો હતો અમે હજારો ખેડૂતો ત્યાં ઉપસ્થિત હતા. અમારા પર દિયોદરનાં ધારાસભ્ય કેશાજી ઠાકોરે અમારા પર હુમલો કરાવ્યો છે. અમારૂ અપમાન કરાયું છે. એનાં અનુસંધાને અમે મુખ્યમંત્રીને ૧૮ તારીખે આવેદનપત્ર આપવાનાં છીએ. આખા…
Author: Shukhabar Desk
યંગસ્ટર ઠાઠમાઠથી તૈયાર થઇને સમીસાંજે સરખેજ, સિંધુભવન રોડ, એસજી હાઇવે સહિતની જગ્યાઓ પર રોલો મારવા માટે નીકળી પડતાં શહેરની તાસીર અચાનક બદલાઇ જાય છે. બેફામ વાહન ચલાવીને સ્ટંટ કરવા, જાેર જાેરથી સાઉન્ડ વગાડીને કાર ચલાવવી આજે નબીરાઓના શોખ થઇ ગયા છે. ત્યારે સરખેજમાં રોફ જમાવવો યુવકોને ભારે પડ્યો છે. રોલા મારતા વસ્ત્રાલના બે યુવકોની સરખેજ પોલીસે ધરપકડ કરી છે. મોડી રાતે પોલીસ ચેકિંગ કરતી હતી ત્યારે કાર પર એમએલએનું બોર્ડ લગાવીને ફરતા યુવકને સરખેજ પોલીસે ઝડપી પાડ્યો હતો સરખેજ પોલીસ મોડી રાતે બંદોબસ્તમાં વ્યસ્ત હતી ત્યારે એમએલએ બોર્ડવાળી એક કાર પુરઝડપે આવી રહી હતી. પોલીસે કારચાલકને રોકીને તેની ધરપકડ કરી…
અમદાવાદમાં ૨ દિવસમાં ૨ ભ્રૂણ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. આજે સવારે ઈસનપુર વિસ્તારમાંથી ૧ ભ્રૂણ મળી આવ્યું હતું. જે મામલે ઈસનપુર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ત્યારે ગઈકાલે સાબરમતી નદીમાંથી જન્મેલું બાળક મૃત હાલતમાં મળ્યું હતું. જે મામલે સાબરમતી રિવરફ્રન્ટ પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. નિકોલનાં કઠવાડા નજીક પાણીની ટાંકી પાસે એક બાળક મળી આવ્યું હતું. કઠવાડા નજીકથી તાજુ જન્મેલું બાળક મળી આવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. ત્યારે બાળકને સારવાર અર્થે ઓઢવ વિસ્તારમાં આવેલી હોસ્પિટલમાં બાળકને સારવાર માટે લઈ ગયા હતા. સોલા સિવિલ હોસ્પિટલમાં સગીરા તેનાં દાદીની સારવાર માટે આવેલી હતી.…
વેજલપુર સબ રજિસ્ટાર કચેરીમાં રજિસ્ટાર તુલસીદાસ પુરુષોત્તમ મારકણાએ દસ્તાવેજ રજિસ્ટર કરાવી આપવા માટે દોઢ લાખ રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા હતા. શુક્રવારે ફરિયાદના આધારે એન્ટિ કરપ્શન બ્યૂરો (ACB) એ છટકું ગોઠવીને આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી હતી. જેમાં શનિવારે લાંચિચા અધિકારી તુલસીદાસના ઘરેથી ૫૮ લાખ રૂપિયા રોકડા અને દારૂની ૧૨ જેટલી બોટલ મળી આવી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. ACB પ્રોહિબિશન અંગે અલગથી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. એસીબી આરોપીના ઘરેથી મળી આવેલી રોકડ સિવાય તેની પાસે અન્ય કેટલી સંપત્તિ અને મિલકત છે તેની પણ તપાસ કરશે. કેસની વિગતો એવી છે કે, અમદાવાદ શહેરના વેજલપુરમાં…
મધ્યપ્રદેશમાં વિધાનસભા ચૂંટણી પહેલાં રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીના એક ટિ્વટથી ભાજપ અને કોંગ્રેસ નેતા સામ-સામે આવી ગયા છે. પ્રિયંકા ગાંધીએ ટિ્વટમાં કહ્યું હતું કે મધ્યપ્રદેશમાં ૫૦% કમીશન આપતા જ કોન્ટ્રાક્ટરોને પેમેન્ટ મળે છે. કર્ણાટકમાં ભ્રષ્ટ ભાજપ સરકારે ૪૦% કમીશન વસૂલતી હતી. મધ્યપ્રદેશમાં ભાજપ ભ્રષ્ટાચારનો પોતાનો જ રેકોર્ડ તોડી આગળ નીકળી ગયો છે. પ્રિયંકાના આ ટિ્વટ પર ભાજપે વળતો જવાબ આપ્યો છે. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે આ મામલે સફાઈ આપી અને તેને હળાહળ જુઠ્ઠાણું ગણાવ્યું છે. તેમણે કહ્યું કે વાયરલ પત્ર મારા સુધી આવતા જ મેં ઈન્ટેલિજન્સને તપાસ કરવા કહ્યું હતું. તપાસમાં ન તો ગ્વાલિયરના લશ્કર વિસ્તારમાં વસંત…
આયર્લેન્ડ શ્રેણી માટે રવાના થઈ રહેલી ભારતીય ક્રિકેટ ટીમ ૧૫ ઓગસ્ટે મુંબઈથી ડબલિન માટે જશે. આ ટીમનું નેતૃત્વ જસપ્રીત બુમરાહ કરશે, જે એક વર્ષના લાંબા સમયગાળા પછી કમબેક કરી રહ્યો છે. ટીમ સાથે કોઈ મુખ્ય કોચ નહીં હોય. અગાઉ એવું કહેવામાં આવી રહ્યું હતું કે રાષ્ટ્રીય ક્રિકેટ એકેડમીના હેડ, મુખ્ય કોચ રાહુલ દ્રવિડની ગેરહાજરીમાં વીવીએસલક્ષ્મણ ટી૨૦માટે ટીમની સાથે આયર્લેન્ડ જશે. પરંતુ આમ થયું નહીં. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે જણાવાયું છે કે લક્ષ્મણ ટીમ સાથે પ્રવાસ કરી રહ્યો નથી. આઠ વર્ષમાં આ પ્રથમ વખત છે જ્યારે ભારતીય ટીમ મુખ્ય કોચ વિના શ્રેણી રમી રહી છે. ૨૦૧૫મા ડાંકા ફ્લેચરની વિદાય પછી, ભારત મુખ્ય…
મળવી ખૂબ જ મુશ્કેલ કામ છે. કન્ફર્મ ટિકિટ મેળવવા માટે તમારે પહેલાથી જ તૈયારી કરવી પડે છે. રજાઓની સિઝનમાં કે તહેવારની સિઝન દરમ્યાન તો પહેલા બુકિંગ કરાવવા જઈએ તો પણ કન્ફર્મ ટિકિટ મળતી નથી. કેટલાક લોકો ઘણીવાર બહુ કોશિશ કરે છે છતા પણ તેમને કન્ફર્મ ટિકિટ મળતી નથી જેથી કરીને તેમનો આખો પ્લાન ચોપટ થઈ જાય છે.અને આ એ લોકો માટે બહુ જ મુશ્કેલ થઈ જાય છે જેને તાત્કાલિક બહાર જવાનું થઈ જાય છે. ભારતીય રેલવે દ્વારા રેલવે મુસાફરો માટે એક સારી સુવિધા આપી છે. માનો કે બહુ જ મહેનત પછી કેટલાક મહિના પહેલા તમને કન્ફર્મ ટિકિટ મળી પણ જાય…
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને વાયનાડના સાંસદ રાહુલ ગાંધીને તેમનું સાંસદ સદસ્યતા તેમજ ૧૨ તુગલક રોડ ખાતેનું તેમનું સત્તાવાર નિવાસસ્થાન પરત મળી ગયું છે. હાલ કોંગ્રેસના નેતા રાહુલનો ઉત્સાહ જાેશમાં પરીવર્તન જાેવા મળી રહ્યો છે. આ સાથે રાહુલની સક્રિયતા પણ વધવાની આશા છે. આ અંતર્ગત રાહુલના આગામી વિદેશ પ્રવાસની માહિતી સામે આવી છે. રાહુલ આવતા મહિને એટલે કે સપ્ટેમ્બરમાં યુરોપિયન દેશોની મુલાકાત લેશે. રાહુલ ગાંધી સપ્ટેમ્બરના બીજા સપ્તાહમાં યુરોપિયન દેશોની મુલાકાત કરશે. કોંગ્રેસ નેતા અને સાંસદ રાહુલ ગાંધી ફરી એકવાર આગામી સપ્ટેમ્બરના બીજા સપ્તાહમાં યુરોપના પ્રવાસે જશે. આ પહેલા રાહુલ ગાંધી અમેરિકાના પ્રવાસે ગયા હતા, ત્યારે સંસદમાંથી તેમની સદસ્યતા રદ કરવામાં…
ઘણી વખત ઘરમાં ફોન અને વીજળીનું બિલ થોડુ વધારે આવે તો આપણે ખર્ચાઓ પર કાબુ કરવા મંડી જઈએ છીએ. આ એટલા માટે છે કે આપણું બજેટ બગડે નહીં. પરંતુ જ્યારે અમેરિકાના ફ્લોરિડાની એક મહિલા સેલિનાને ફોનનું બિલ મળ્યું તો જાણે તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. આ બિલ ૨૦૧,૦૦૦ ડોલર (એટલે કે રૂ. ૧.૬૫ કરોડ)નું હતું. સેલિના તેના ફોનનું બિલ તેના બે ભાઈઓ સાથે શેર કરતી હતી જેઓ વિકલાંગ હતા અને મેસેજ અને ડેટા કમ્યુનિકેશન પર ર્નિભર હતા. પરંતુ તેમ છતાં તેના ફોનનું બિલ સામાન્ય રીતે મહત્તમ ૧૩,૭૧૫.૧૪ આવતું હતું. આવી સ્થિતિમાં સેલિનાને વિશ્વાસ હતો કે બિલ ખોટું છે. સેલિનાએ…
ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના સહયોગી પક્ષ નાગા પીપલ્સ ફ્રન્ટ (એનપીએફ)ના એક સાંસદે મણિપુર મુદ્દે મોટું નિવેદન આપ્યું છે. એનપીએફસાંસદ લોરહો પફોજે કહ્યું કે અમને મણિપુર મુદ્દે સંસદમાં બોલતા અટકાવવામાં આવ્યા હતા. પફોજે કહ્યું કે અમે મણિપુર પર સંસદમાં બોલવા માગતા હતા પરંતુ ઉચ્ચ અધિકારીઓએ અમને મંજૂરી આપી ન હતી. તેમણે કહ્યું કે હા, અમે ભાજપના સહયોગી છીએ પરંતુ અમારે અમારા લોકો માટે પણ બોલવું પડશે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તેમને કોણે અટકાવ્યા હતા? તેના પર પફોજે કહ્યું, “અમારા હાથ બંધાયેલા છે, અમે ભાજપના સાથી છીએ, તેથી અમારે કેટલાક આદેશોનું પાલન કરવું પડશે.” ભાજપે મણિપુરમાં ઘણું કામ કર્યું છે, પર્વતીય…