થોડા દિવસ અગાઉ દિયોદર એક કાર્યક્રમમાં ધારાસભ્ય કેશાજી ચૌહાણનાં સમર્થક દ્વારા એક ખેડૂત આગેવાન પર હુમલો કર્યો હતો. જે મામલે ખેડૂતો દ્વારા બનાસકાંઠાથી ગાંધીનગર ખાતે ન્યાય યાત્રા શરૂ કરી છે. આ ખેડૂત યાત્રા આજે પાટણનાં હાંસાપુર ખાતે પહોંચી હતી. ગાંધીનગર જઈ ખેડૂતો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આવેદનપત્ર આપશે.
આ બાબતે ખેડૂત આગેવાને જણાવ્યું હતું કે અમારી વેદનાની માંગણી છે. અટલ ભુજલ યોજનાં અંતર્ગત અટલ બિહારી બાજપેયીના નામનો પ્રોગ્રામ ચાલતો હતો અમે હજારો ખેડૂતો ત્યાં ઉપસ્થિત હતા. અમારા પર દિયોદરનાં ધારાસભ્ય કેશાજી ઠાકોરે અમારા પર હુમલો કરાવ્યો છે. અમારૂ અપમાન કરાયું છે. એનાં અનુસંધાને અમે મુખ્યમંત્રીને ૧૮ તારીખે આવેદનપત્ર આપવાનાં છીએ. આખા ગુજરાતનાં ખેડૂતો મારી સાથે જાેડાયેલા છે. અમે ૧૦ તારીખે સનાદરથી મા અંબાનાં દર્શન કરી ગાંધીનગર ૧૮ તારીખે પહોંચીશું. અને મુખ્યમંત્રીને આવેદનપત્ર આપવાનાં છીએ કે તાત્કાલિક કેશાજી ઠાકોરનું રાજીનામું લે. ત્યારે સરકાર જાે ૧૮ તારીખ પહેલા રાજીનામું નહી લે તો સમગ્ર ગુજરાતનાં ખેડૂતોનું અમને સમર્થન છે.
ધારાસભ્ય કેશાજી ચૌહાણને સમસ્યાની રજૂઆત કરવા ગયેલા ખેડૂત પર સ્ન્છના સમર્થકોએ હુમલો કર્યો છે. અટલ ભૂજલ યોજના માટેનો આ કાર્યક્રમ યોજાયો હતો. જ્યાં ધારાસભ્ય પણ ઉપસ્થિત હતા જને લઈ અમરાભાઈ નામના ખેડૂત આગેવાન સ્ન્છને કેટલીક સમસ્યાની રજૂઆત માટે ગયા હતા. જ્યાં ધારાસભ્યના સમર્થકોએ એકાએક હુમલો કર્યો હતો અને ખેડૂત આગેવાનને ઉપરા છાપરી લાફા ઝીંકતાનો વીડિયો પણ સામે આવ્યો છે.