Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Politics»એમપી વિધાનસભા ચૂંટણી પહેલાં રાજકારણ ગરમાયું મધ્ય પ્રદેશમાં ૫૦ ટકા કમિશનનો પ્રિયંકાના આક્ષેપ
    Politics

    એમપી વિધાનસભા ચૂંટણી પહેલાં રાજકારણ ગરમાયું મધ્ય પ્રદેશમાં ૫૦ ટકા કમિશનનો પ્રિયંકાના આક્ષેપ

    Shukhabar DeskBy Shukhabar DeskAugust 12, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    મધ્યપ્રદેશમાં વિધાનસભા ચૂંટણી પહેલાં રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીના એક ટિ્‌વટથી ભાજપ અને કોંગ્રેસ નેતા સામ-સામે આવી ગયા છે. પ્રિયંકા ગાંધીએ ટિ્‌વટમાં કહ્યું હતું કે મધ્યપ્રદેશમાં ૫૦% કમીશન આપતા જ કોન્ટ્રાક્ટરોને પેમેન્ટ મળે છે. કર્ણાટકમાં ભ્રષ્ટ ભાજપ સરકારે ૪૦% કમીશન વસૂલતી હતી. મધ્યપ્રદેશમાં ભાજપ ભ્રષ્ટાચારનો પોતાનો જ રેકોર્ડ તોડી આગળ નીકળી ગયો છે.

    પ્રિયંકાના આ ટિ્‌વટ પર ભાજપે વળતો જવાબ આપ્યો છે. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે આ મામલે સફાઈ આપી અને તેને હળાહળ જુઠ્ઠાણું ગણાવ્યું છે. તેમણે કહ્યું કે વાયરલ પત્ર મારા સુધી આવતા જ મેં ઈન્ટેલિજન્સને તપાસ કરવા કહ્યું હતું. તપાસમાં ન તો ગ્વાલિયરના લશ્કર વિસ્તારમાં વસંત વિહારમાં એડ્રેસ મળી રહ્યું છે ન તો તેનાથી સંબંધિત કોઈ વ્યક્તિ મળી રહી છે. ના તો આ પત્રનો કોઈ અસ્તિત્વ છે. માત્ર ભ્રમ ફેલાવાઈ રહ્યો છે. આ મામલે અમે જરૂરી કાર્યવાહી કરીશું.

    પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસ નેતા કમલનાથે કહ્યું કે આવા ભ્રષ્ટાચારના હજારો કેસ છે. કોના કોના પર ભાજપ કેસ નોંધાવશે. આજે સમગ્ર રાજ્યમાં ભ્રષ્ટાચારનો ખુલાસો થઈ રહ્યો છે ત્યારે તેમની પાસે કોઈ ઉપાય નથી. પત્ર ફેક છે કે સાચો? અહીં કોઈને પણ પૂછી શકો છો. ૧૦૦ પત્રો લોકો તમને બતાવી દેશે.

    રાજ્યના ગૃહમંત્રીએ કહ્યું કે કોંગ્રેસ કોઈપણ પ્રકારના મુદ્દા વગર નફરતની માનસિકતા સાથે રાજકારણ કરી રહી છે. રાજ્ય કોંગ્રેસના નેતાઓએ પહેલા રાહુલ ગાંધીથી જુઠ બોલાવ્યું અને હવે પ્રિયંકા ગાંધીથી જુઠ્ઠાં ટિ્‌વટ કરાવી રહ્યા છે. પ્રિયકાએ ટિ્‌વટના પુરાવા આપવા જાેઈએ. નહીંતર અમારી સામે કાર્યવાહીના વિકલ્પ ખુલ્લાં છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

      Related Posts

      હિંસા બાદ લેહમાં કડક નિયંત્રણો: કલમ 163 હેઠળ જાહેર સભાઓ પર પ્રતિબંધ

      September 24, 2025

      કર્ણાટક હાઈકોર્ટનો સ્પષ્ટ ચુકાદો: ભારતમાં X એ ભારતીય કાયદાઓનું પાલન કરવું પડશે

      September 24, 2025

      US election Russian interference:ગુપ્તચર તપાસમાં રાજકીય દખલ

      July 3, 2025
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.