વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા ક્ષેત્રીય પંચાયતી રાજ પરિષદ કાર્યક્રમને સંબોધિત કર્યો હતો. આ દરમિયાન વડા પ્રધાને કહ્યું કે આપણે દરેક જિલ્લાના સ્તરને ઉપર લાવવું જાેઇએ. આ માટે ૫ વર્ષનું લક્ષ્ય નક્કી કરો. તેમણે કહ્યું કે વર્ષમાં ૩ વિષયો નક્કી કરો. તમામ વિભાગો સાથે મળીને કામ કરો. તમે જે પણ કરો છો, તેને જન આંદોલન બનાવીને કરો. વડા પ્રધાને કહ્યું કે એક વર્ષમાં આપણે ૪-૫ એવી તકો શોધીએ જેમાં સરકારના નેતૃત્વમાં, પંચાયતના નેતૃત્વમાં સમગ્ર જિલ્લાના સામાન્ય લોકો તેમાં જાેડાઈ શકે. પહેલાં ૭૦ હજાર કરોડ રૂપિયાની ગ્રાન્ટ મળતી હતી, આજે તે ૩ લાખ કરોડ રૂપિયાથી વધુ થઈ ગઈ…
Author: Shukhabar Desk
થોડાક દિવસોની શાંતિ બાદ હિંસાગ્રસ્ત મણિપુરમાં આજે સવારે ફરી એકવાર હિંસા ભડકી. સૂત્રોના જણાવ્યાનુસાર સવારે આશરે ૫.૩૦ વાગ્યે ઉખરુલ જિલ્લાના લિટન પોલીસ સ્ટેશનની હદમાં આવતા થવઈ કુકી ગામમાં શંકાસ્પદ મૈતેઈ શસ્ત્રધારી બદમાશો અને કુકી સ્વયંસેવકો વચ્ચે ભયંકર ગોળીબારની ઘટના બની હતી. તેમાં કુકી સમુદાયના ૩ લોકો મૃત્યુ પામ્યા હતા. આ ઘટના બાદ બીએસએફ સહિત સુરક્ષાદળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લઈને તલાશી અભિયાન ચલાવ્યો હતો. હાલમાં પણ સ્થિતિ તંગદિલીભરી હોવાના અહેવાલ છે. સૂત્રોએ જણાવ્યું હતું કે મૈતેઈ ઉપદ્રવીઓએ સૌથી પહલાં ગામની નજીકમાં આવેલી ડ્યુટી પોસ્ટ પર હુમલો કર્યો હતો. અહીં સ્વયંસેવકો ગામની સુરક્ષા માટે ડ્યુટી કરી રહ્યા હતા. આ ગોળીબારમાં ૩ કુકી…
ઓનલાઈન એજ્યુકેશન પ્લેટફોર્મ અનકેડેમીએ કથિત રીતે વિદ્યાર્થીઓને શિક્ષિત ઉમેદવારોને મત આપવા અપીલ કરનાર એક શિક્ષકને કાઢી મુક્યા હતા. શિક્ષક કરણ સાંગવાને વિદ્યાર્થીઓને “શિક્ષિત ઉમેદવારો” ને મત આપવા અપીલ કરી. અનકેડેમીના આ ર્નિણયને લઈને સોશિયલ મીડિયા પર અલગ-અલગ પ્રતિક્રિયાઓ જાેવા મળી રહી છે. આ દરમિયાન દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે શિક્ષકને નોકરીમાંથી કાઢી મૂકવાના ર્નિણય પર સવાલ ઉઠાવ્યા છે. કરણ સાંગવાને પ્રવચન દરમિયાન કોઈનું નામ લીધા વગર વિદ્યાર્થીઓને અપીલ કરી હતી કે અભણ લોકોને સત્તાના હોદ્દા પર ન બેસાડવા અને આવનારી ચૂંટણીમાં સાક્ષર વ્યક્તિને મત આપો. એડ-ટેક કંપનીએ તેના નિવેદનમાં જણાવ્યું હતું કે કંપની શિક્ષકોને વર્ગખંડમાં તેમના અંગત મંતવ્યો શેર કરવાની મંજૂરી…
દિલ્હી એરપોર્ટ પર દિલ્હી-પુણે વિસ્તારાની ફ્લાઈટમાં બોમ્બ હોવાની માહિતી મળતાં જ સિક્યોરિટી એજન્સી દોડતી થઈ હતી. પ્રવાસીઓ અને તેમના લગેજને સુરક્ષિત રીકે ઉતારી લેવામાં આવ્યા હતા. જીએમઆર કોલ સેન્ટરને ફ્લાઈટમાં બોમ્બ હોવાનો કોલ મળ્યો હતો.બોમ્બની અફવા બાદ એરપોર્ટ પર આઈસોલેશન બે ખાતે એરક્રાફ્ટનું બારીકાઈથી નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને ફ્લાઈટમાંથી કોઈ પણ શંકાસ્પદ વસ્તુઓ નહોતી મળી આવી. સીઆઈએસએફઅને દિલ્હી પોલીસના વરિષ્ઠ અધિકારીઓએ આ સમાચારની પુષ્ટિ કરી છે. દિલ્હી એરપોર્ટ પર દિલ્હી-પુણે વિસ્તારા ફ્લાઇટમાં બોમ્બની ધમકી મળી હતી. એરપોર્ટ પર આઇસોલેશન બેમાં એરક્રાફ્ટની ઝીણવટપૂર્વક તપાસ કરવામાં આવી હતી અને તમામ મુસાફરોને તેમના સામાન સાથે સુરક્ષિત રીતે નીચે ઉતારી દેવામાં આવ્યા હતા.…
જમ્મુ-કાશ્મીર મામલે સુનાવણીના ૭મા દિવસે સુપ્રીમકોર્ટે અરજદારોને કહ્યું કે શું તમે કલમ ૩૭૦ ખતમ કરવાની કેન્દ્રની મંશાનું આકલન કરવા ન્યાયિક સમીક્ષા ઈચ્છો છો? કોર્ટે કહ્યું કે ન્યાયિક સમીક્ષા દરમિયાન જાે તેમાં કોઈ ઉલ્લંઘન જણાશે તો કોર્ટ હસ્તક્ષેપ પણ કરશે. બંધારણીય બેન્ચે આ ટિપ્પણી કરતાં કહ્યું કે શું તમે અમને કલમ ૩૭૦ રદ કરવાના સરકારના ર્નિણયને અંતર્નિહિત વિવેકની ન્યાયિક સમીક્ષા કરવા કહી રહ્યા છો? સીજેઆઈ ડી.વાય.ચંદ્રચૂડ, જસ્ટિસ સંજય કિશન કૌલ, સંજીવ ખન્ના, બી.આર.ગવઈ અને સૂર્યકાંતની બંધારણીય બેન્ચે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવવા વિરુદ્ધ દાખલ અરજીઓ પર ૭મા દિવસે દલીલો દરમિયાન સવાલો કર્યા હતા. તેનો જવાબ આપતાં અરજદારો વતી વરિષ્ઠ વકીલ દુષ્યંત દવેએ…
પ્રાઈવસીનું ઉલ્લંઘન વૈશ્વિક ચિંતાનો વિષય બની ગયો છે, જેના કારણે અમેરિકા સહિત વિશ્વના તમામ વિકસિત દેશોએ પણ પોતાની ચિંતા વ્યક્ત કરી છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે ભારત સરકાર આ અંગે સતર્ક છે. ભારત વિરોધી દેશોથી ભારત સરકાર સતર્ક છે. એક કાર્યક્રમમાં કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે પણ હાજરી આપી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે લેપટોપની આયાત પર પ્રતિબંધ મૂકવાનો ર્નિણય સુરક્ષાની ચિંતાઓને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. સરકારના ર્નિણયને કારણે ભાવ કે તેની ઉપલબ્ધતામાં કોઈ સમસ્યા નહીં રહે. ભારત સરકાર ઉદ્યોગ સાથે જાેડાણ કરવા અને અન્ય વિકલ્પો પર વિચાર કરવા તૈયાર છે. તેમણે કહ્યું કે આ એક…
દેશભરમાં કચરાનો ઉપયોગ કરી વાર્ષિક ૬૫૦૦૦ મેગાવોટ વીજળી પેદા કરી શકાય છે. જે ૨૦૩૦ સુધીમાં ૧.૬૫ લાખ મેગાવોટ અન ૨૦૫૦ સુધીમાં ૪.૩૬ લાખ મેગાવોટ સુધી પહોંચી શકે છે. નિષ્ણાતોએ આ માહિતી આપી હતી. તાજેતરમાં જ વેસ્ટ મેનેજમેન્ટ માટે આયોજિત નિષ્ણાતોની બે દિવસની વર્કશોપમાં આ શ્વેતપત્ર તૈયાર કરાયો હતો. તેમાં કહેવાયું હતું કે દેશમાં દર વર્ષે ૬.૫ કરોડ ટન કચરો પેદા થાય છે અને તેના ૨૦૩૦ સુધી વધીને ૧૬.૫ કરોડ ટન તથા ૨૦૫૦ સુધીમાં ૪૩.૬ કરોડ ટન થવાનું અનુમાન છે. ડૉક્યુમેન્ટ અનુસાર નગરપાલિકા ક્ષેત્રમાં લગભગ ૭૫-૮૦ ટકા કચરાને એકઠું કરાય છે અને તેમાંથી ફક્ત ૨૨થી ૨૮ ટકાને પ્રોસેશ કરાય છે અને…
કર્ણાટકમાં કોંગ્રેસના નેતૃત્વ હેઠળની સરકાર દ્વારા મંદિરોના રિનોવેશન અને ડેવલપમેન્ટ સંબંધિત કામકાજ માટે જારી કરવામાં આવતું ફંડ અટકાવી દેવાનો ર્નિણય લેવામાં આવ્યો હતો. આ ર્નિણયની જાણ થતાં જ હિન્દુ સંગઠનો અને ભાજપે આક્રમક વલણ અપનાવ્યું હતું. આ આદેશ સ્ટેટ્સ હિન્દુ રિલિજિયસ ઈન્સ્ટ્યૂટિશન એન્ડ ચેરિટેબલ એન્ડાવમેન્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા જારી કરાયો હતો અને આ આદેશની નકલ તમામ જિલ્લા કમિશનરને પહેલાંથી જ મોકલી દેવામાં આવી હતી. આદેશમાં જણાવાયું છે કે જાે મંદિરમાં રિનોવેશન કામ ન થયું હોય તો ફંડ રિલીઝ કરવામાં ન આવે. સાથે જ જે કેસમાં ૫૦ ટકા ફંડ રિલીઝ કરવા માટે વહીવટી મંજૂરી આપી દેવામાં આવી હોય તેને પણ અટકાવી દેવામાં…
હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ સહિત પંજાબમાં પણ મોનસૂનના સ્વરૂપમાં કહેર વરસી રહ્યો છે. જ્યારે હિમાચલમાં તો પૂર, ભૂસ્ખલન અને આભ ફાટવાની વારંવાર બનતી ઘટનાઓએ બધુ જ વેરવિખેર કરી નાખ્યું છે. રાજ્યને થનારું નુકસાન હજારો કરોડોમાં પહોંચી ગયું છે. ત્યારે એવા પણ અનેક અહેવાલો આવી રહ્યા છે જે તમને અંદરથી હચમચાવી મૂકી શકે છે. એક પોલીસ હેડ કોન્સ્ટેબલનું લગભગ એક કરોડ રૂપિયાની કિંમતનું મકાન આ લેન્ડસ્લાઈડની લપેટમાં આવી ગયું. તેમ છતાં તેનું દુઃખ ભૂલાવી તે ફરજ પર તહેનાત થઈ ગયો હતો. ૫૪ વર્ષીય અશોક ગુલેરિયા ભારતીય સૈન્યમાં લાન્સ નાયક પદેથી નિવૃત્ત થયા હતા અને તેઓ શિમલામાં હેડ કોન્સ્ટેબલ તરીકે તહેનાત થયા હતા.…
દેશભરના ઘણા રાજ્યોમાં વરસાદને કારણે હવામાન ખુશનુમા રહ્યું છે, જ્યારે ઘણા રાજ્યો બિન-સક્રિય ચોમાસાને કારણે સહેજ ભેજનો સામનો કરી રહ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, શુક્રવારે (૧૮ ઓગસ્ટ) રાષ્ટ્રીય રાજધાનીમાં હવામાન સ્વચ્છ રહેવાની ધારણા છે. ૧૯ અને ૨૦ ઓગસ્ટે વરસાદની સંભાવના છે. આ સિવાય દિલ્હીનું મહત્તમ તાપમાન ૩૭ ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન ૨૮ ડિગ્રી સેલ્સિયસ રહી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર પ્રદેશમાં શુક્રવાર, ૧૮ ઓગસ્ટે હવામાન સ્વચ્છ રહેવાની સંભાવના છે. આ સિવાય રાજ્યમાં ૧૯ અને ૨૦ ઓગસ્ટના રોજ હળવા ઝરમર ઝરમર વરસાદ જાેવા મળશે, ત્યારબાદ સમગ્ર સપ્તાહ સુધી વાતાવરણ સ્વચ્છ રહેશે. વિભાગના જણાવ્યા અનુસાર વરસાદના અભાવે રાજ્યના…