દિલ્હી એરપોર્ટ પર દિલ્હી-પુણે વિસ્તારાની ફ્લાઈટમાં બોમ્બ હોવાની માહિતી મળતાં જ સિક્યોરિટી એજન્સી દોડતી થઈ હતી. પ્રવાસીઓ અને તેમના લગેજને સુરક્ષિત રીકે ઉતારી લેવામાં આવ્યા હતા. જીએમઆર કોલ સેન્ટરને ફ્લાઈટમાં બોમ્બ હોવાનો કોલ મળ્યો હતો.બોમ્બની અફવા બાદ એરપોર્ટ પર આઈસોલેશન બે ખાતે એરક્રાફ્ટનું બારીકાઈથી નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને ફ્લાઈટમાંથી કોઈ પણ શંકાસ્પદ વસ્તુઓ નહોતી મળી આવી. સીઆઈએસએફઅને દિલ્હી પોલીસના વરિષ્ઠ અધિકારીઓએ આ સમાચારની પુષ્ટિ કરી છે.
દિલ્હી એરપોર્ટ પર દિલ્હી-પુણે વિસ્તારા ફ્લાઇટમાં બોમ્બની ધમકી મળી હતી. એરપોર્ટ પર આઇસોલેશન બેમાં એરક્રાફ્ટની ઝીણવટપૂર્વક તપાસ કરવામાં આવી હતી અને તમામ મુસાફરોને તેમના સામાન સાથે સુરક્ષિત રીતે નીચે ઉતારી દેવામાં આવ્યા હતા. જીએમઆર કોલ સેન્ટરને ફ્લાઈટમાં બોમ્બની માહિતી આપતો કોલ આવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલાં વિસ્તારાની ફ્લાઈટમાં ગરમ પીણું ઢોળાઈ જતાં ૧૦ વર્ષની બાળકી ગંભીર રીતે દાઝી ગઈ હતી. આ ઘટના બાદ વિસ્તારા એરલાઈન્સ દ્વારા એક નિવેદન બહાર પાડવામાં આવ્યું હતું અને જણાવવામાં આવ્યું હતું કે આ ઘટના ૧૧મી ઓગસ્ટના રોજ ફ્લાઈટ યુકે ૨૫માં બની હતી. દિલ્હી-ફ્રેન્કફર્ટ ફ્લાઇટમાં ૧૦ વર્ષની બાળકી પર ગરમ પીણું ઢોળાઈ જતાં તે દાઝી ગઈ હતી. બાળકીની સારવારનો સંપૂર્ણ ખર્ચ વિસ્તારા દ્વારા ઉઠાવવામાં આવશે.મળી રહેલી માહિતી પ્રમાણે ૧૦ વર્ષની આ બાળકી તેના માતા-પિતા સાથે મુસાફરી કરી રહી હતી. કંપનીએ આ બાબતે જણાવ્યું હતું કે અમારા કેબિન ક્રૂએ છોકરીના માતા-પિતાને વિનંતી પર ચોકલેટ આપી હતી અને કોઈ કારણસર આ ગરમ પાણી તેના પર પડ્યું. આ દુર્ઘટના બાદ અમારા ક્રૂ મેમ્બરે તરત જ બાળકીને ફર્સ્ટ એઈડ સારવાર આપી હતી અને ત્યાર બાદ તરત જ એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરીને બાળકીને તેના માતા-પિતા સાથે હોસ્પિટલ મોકલી આપવામાં આવી હતી.