Facebook Twitter Instagram
    Shu Khabar
    Facebook Twitter Instagram
    Shu Khabar
    Home»India»ઓનલાઈન એજ્યુકેશન પ્લેટફોર્મની વિવાદાસ્પદ કાર્યવાહી શિક્ષિત ઉમેદવારને મતની અપીલ કરનારા શિક્ષકની હકાલપટ્ટી થઈ
    India

    ઓનલાઈન એજ્યુકેશન પ્લેટફોર્મની વિવાદાસ્પદ કાર્યવાહી શિક્ષિત ઉમેદવારને મતની અપીલ કરનારા શિક્ષકની હકાલપટ્ટી થઈ

    Shukhabar DeskBy Shukhabar DeskAugust 18, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ઓનલાઈન એજ્યુકેશન પ્લેટફોર્મ અનકેડેમીએ કથિત રીતે વિદ્યાર્થીઓને શિક્ષિત ઉમેદવારોને મત આપવા અપીલ કરનાર એક શિક્ષકને કાઢી મુક્યા હતા. શિક્ષક કરણ સાંગવાને વિદ્યાર્થીઓને “શિક્ષિત ઉમેદવારો” ને મત આપવા અપીલ કરી. અનકેડેમીના આ ર્નિણયને લઈને સોશિયલ મીડિયા પર અલગ-અલગ પ્રતિક્રિયાઓ જાેવા મળી રહી છે. આ દરમિયાન દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે શિક્ષકને નોકરીમાંથી કાઢી મૂકવાના ર્નિણય પર સવાલ ઉઠાવ્યા છે.
    કરણ સાંગવાને પ્રવચન દરમિયાન કોઈનું નામ લીધા વગર વિદ્યાર્થીઓને અપીલ કરી હતી કે અભણ લોકોને સત્તાના હોદ્દા પર ન બેસાડવા અને આવનારી ચૂંટણીમાં સાક્ષર વ્યક્તિને મત આપો. એડ-ટેક કંપનીએ તેના નિવેદનમાં જણાવ્યું હતું કે કંપની શિક્ષકોને વર્ગખંડમાં તેમના અંગત મંતવ્યો શેર કરવાની મંજૂરી આપતી નથી. ‘અનકેડેમીના કો-ફાઉન્ડર રોમન સૈનીનું કહેવું છે કે સાંગવાને કોન્ટ્રાક્ટનું ઉલ્લંઘન કર્યું છે, તેથી જ તેની હકાલપટ્ટી કરવામાં આવી છે.

    એક્સપર એક પોસ્ટમાં, દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે કહ્યું, “શું શિક્ષિત લોકોને મત આપવા માટે અપીલ કરવી ગુનો છે? જાે કોઈ અભણ હોય તો હું તેને અંગત રીતે માન આપું છું. પરંતુ લોકપ્રતિનિધિઓ અભણ ન હોઈ શકે. આ વિજ્ઞાન અને ટેકનોલોજીનો યુગ છે. અશિક્ષિત જનપ્રતિનિધિઓ ક્યારેય ૨૧મી સદીના આધુનિક ભારતનું નિર્માણ નહીં કરી શકે.”
    ત્યારે વિશ્વ હિંદુ પરિષદના નેતા સાધ્વી પ્રાચીએ અનએકેડમીના આ ર્નિણયને યોગ્ય ઠેરવીને સમર્થન કર્યુ છે, તેમણે એક્સપર લખ્યું કે, અનકેડેમીઅનઇન્સ્ટોલ કરવાની જરૂર નથી, અનએકેડમી દ્વારા સારું કાર્ય કરવામાં આવ્યું છે, અનએકેડમીએ રાષ્ટ્રવિરોધી શિક્ષકને કાઢી મૂક્યો. પ્રશંસનીય ર્નિણય.” કરણ સાંગવાને પોતાની યુટ્યુબ ચેનલ શરૂ કરી છે અને જાહેરાત કરી છે કે તે સમગ્ર વિવાદ અંગે ૧૯ ઓગસ્ટે વિગતવાર પોસ્ટ કરશે. સાંગવાને કહ્યું, “છેલ્લા કેટલાક દિવસોથી એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેના કારણે હું વિવાદમાં છું અને આ વિવાદને કારણે ન્યાયિક સેવાની પરીક્ષાની તૈયારી કરી રહેલા મારા ઘણા વિદ્યાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તેમની સાથે હું પણ સમસ્યાઓનો સામનો કરી રહ્યો છું.”

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    મોટા નુકસાનથી બચવા ફક્ત પાંચ જ દિવસ બચ્યા છે હાથમાં

    September 26, 2023

    આઈએસઆઈ સાથે બહાર આવ્યું કનેક્શન કેનેડાનાં ખાલિસ્તાન સમર્થકો દ્વારા પંજાબમાં ડ્રગ્સથી કમાણી

    September 26, 2023

    દીવ જતા પ્રવાસીઓ માટે મોટા સમાચાર સંઘ પ્રદેશ દીવમાં ૧૫ જેટલા દારુના બાર બંધ કરવામાં આવ્યા

    September 26, 2023

    Leave A Reply Cancel Reply

    Facebook Twitter Instagram Pinterest
    © 2023 ThemeSphere. Designed by ThemeSphere.

    Type above and press Enter to search. Press Esc to cancel.

    Go to mobile version