કર્ણાટકમાં કોંગ્રેસના નેતૃત્વ હેઠળની સરકાર દ્વારા મંદિરોના રિનોવેશન અને ડેવલપમેન્ટ સંબંધિત કામકાજ માટે જારી કરવામાં આવતું ફંડ અટકાવી દેવાનો ર્નિણય લેવામાં આવ્યો હતો. આ ર્નિણયની જાણ થતાં જ હિન્દુ સંગઠનો અને ભાજપે આક્રમક વલણ અપનાવ્યું હતું. આ આદેશ સ્ટેટ્સ હિન્દુ રિલિજિયસ ઈન્સ્ટ્યૂટિશન એન્ડ ચેરિટેબલ એન્ડાવમેન્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા જારી કરાયો હતો અને આ આદેશની નકલ તમામ જિલ્લા કમિશનરને પહેલાંથી જ મોકલી દેવામાં આવી હતી. આદેશમાં જણાવાયું છે કે જાે મંદિરમાં રિનોવેશન કામ ન થયું હોય તો ફંડ રિલીઝ કરવામાં ન આવે.
સાથે જ જે કેસમાં ૫૦ ટકા ફંડ રિલીઝ કરવા માટે વહીવટી મંજૂરી આપી દેવામાં આવી હોય તેને પણ અટકાવી દેવામાં આવે. આદેશમાં કહેવાયું છે કે જાે વહીવટી મંજૂરીનો ઉલ્લેખ કરાયો હોય તો તેને પણ અટકાવી દેવામાં આવે. આ આદેશને વખોડતાં ભાજપના ધારાસભ્ય અને પૂર્વ મુઝરાઈ તથા વક્ફના મંત્રી શાહીકાલા જાેલીએ કહ્યું હતું કે આ આદેશ રાજ્ય સરકારને નહીં શોભે. મંદિરોને ફંડ જાહેર કરતાં અટકાવવાનો આદેશ ટીકાને પાત્ર છે. આ સરકારની ફરજ છે કે તે પૂર્વની ભાજપ સરકાર દ્વારા ફાળવવામાં આવેલા ફંડને જારી કરે. સરકાર દ્વારા આ ર્નિણય પાછો ખેંચવામાં આવે.