આઈટીસી લિમિટેડે પોતાના સીએસઆર પ્રોજેક્ટ – ભારતમાં પાંચ વર્ષથી નાની વયના બાળકો પર વિશેષ રૂપે કેન્દ્રિત અને બાળ કુપોષણના ઉકેલને સમર્પિત પહેલ ‘બાલપોષણ’ના બીજા તબક્કાની જાહેરાત કરે છે. ન્યુટ્રિહબ, આઈસીએઆર- ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ મિલેટ્સ રિસર્ચ અને મમતા હૅલ્થ ઈન્સ્ટિટ્યૂટ ફૉર મધર ઍન્ડ ચાઈલ્ડના સહયોગમાં આ પ્રોજેક્ટ ગુજરાતના વલસાડ જિલ્લામાં અમલમાં મૂકવામાં આવશે. આ પહેલ આઈટીસી ના મિશન મિલેટ અભિયાનનો ભાગ છે, જેનો ધ્યેય પોષણ સંબંધી ઉણપોના જાેખમને ઘટાડવા માટે ચાલી રહેલી વિવિધ સરકારી પહેલોમાં યોગદાન આપવાનો છે તથા ભારતમાં મિલેટ્લની (જાડાં ધાન્યો) ખેતી અને વપરાશને પ્રોત્સાહન આપવાનો છે. ન્યુટ્રિહબ- આઈસીએઆર-આઈઆઈએમઆર સાથેની ભાગીદારીમાં આઈટીસી અને મમતા હૅલ્થ ઈન્સ્ટિટ્યૂટ વચ્ચે એક મેમોરેન્ડમ…
Author: Shukhabar Desk
સ્થાનિક શેરબજારો મંગળવારે ભારે ઉતાર-ચઢાવ વચ્ચે સપાટ બંધ રહ્યા હતા. બીએસઈસેન્સેક્સ ૩.૯૪ પોઈન્ટ અથવા ૦.૦૧ ટકાના મામૂલી વધારા સાથે ૬૫,૨૨૦.૦૩ પોઈન્ટના સ્તરે બંધ થયો હતો. એ જ રીતે, એનએસઈનિફ્ટી ૨.૮૫ પોઈન્ટ્સ અથવા ૦.૦૧ ટકાના વધારા સાથે ૧૯,૩૯૬.૪૫ પોઈન્ટના સ્તરે બંધ રહ્યો હતો. નિફ્ટી પર અદાણી એન્ટરપ્રાઇઝિસ, એચડીએફસી લાઇફ, આઇટીસી અને એનટીપીસીના શેર મહત્તમ ઉછાળા સાથે બંધ થયા હતા. તે જ સમયે, બીપીસીએલ, સિપ્લા, બજાજ ફિનસર્વ અને આઈશર મોટર્સના શેરમાં બ્રેક લાગી હતી. ફાર્મા અને પીએસયુ બેન્કને બાદ કરતાં અન્ય તમામ ક્ષેત્રીય સૂચકાંકો લીલા નિશાનમાં બંધ થયા હતા. કેપિટલ ગુડ્સ અને પાવર સેક્ટરમાં એક-એક ટકાનો વધારો જાેવા મળ્યો હતો. મેટલ અને…
ગદર ૨ ફિલ્મને અપાર સફળતા મળવાથી ખુશ અભિનેતા સની દેઓલે પોતાના રાજકીય સફર અંગે મોટુ નિવેદન આપ્યુ છે. તેમણે કહ્યુ કે હું હવે કોઈ ચૂંટણી લડવા માંગતો નથી. અત્યારે લોકો ગદર ૨ ના ખૂબ વખાણ કરી રહ્યા છે. ફિલ્મના હીરો સની દેઓલની એક્ટિંગની પણ ખૂબ પ્રશંસા થઈ રહી છે. આ દરમિયાન સની દેઓલે ૨૦૨૪માં થનારી લોકસભા ચૂંટણીમાં ચૂંટણી લડવાના પ્રશ્ન પર પ્રતિક્રિયા આપી છે, જે ખૂબ ચર્ચામાં છે. અભિનેતા સની દેઓલે કહ્યુ, અભિનેતા બની રહેવુ જ મારી ચૂંટણી છે. મને લાગે છે કે હું એક્ટર તરીકે દેશની સેવા કરુ, જે હું કરતો આવ્યો છું. હું હવે કોઈ ચૂંટણી લડવા માંગતો…
પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતમાંથી એક ઘટના સામે આવી રહી છે. જેમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ કેબલ કારમાં અધવચ્ચે જ અટવાઈ ગયા છે. આ કેબલ કારમાં છ વિદ્યાર્થીઓ સહિત ૮ લોકો ફસાયા છે. મળતી માહિતી પ્રમાણે પખ્તૂનખ્વામાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ કેબલ કારમાં અધવચ્ચે ફસાઇ જતાં તેમને બચાવવા માટે પાકિસ્તાન આર્મીનું હેલિકોપ્ટર તૈનાત કરવામાં આવ્યું હતું પરંતુ પવનના જાેરદાર દબાણને કારણે બીજાે કેબલ તૂટવાનો ભય છે. તેથી તેને પાછુ બોલાવવામાં આવ્યુ છે. ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના એક દૂરના પર્વતીય ભાગમાં બાળકો શાળાએ જવા માટે ખીણ પાર કરવી પડે છે અને તે ખીણ પાર કરવા માટે બાળકો કેબલ કારનો ઉપયોગ કરે છે. બાળકો શાળાએ જઇ…
ભારતનું ચંદ્ર મિશન ચંદ્રયાન-૩ હવે તેના અંતિમ તબક્કામાં છે. ઈસરોના વૈજ્ઞાનિકોની સાથે સાથે હવે દેશના લોકોના હૃદયના ધબકારા પણ વધી રહ્યા છે. આ દરમિયાન ઈસરોના ચેરમેન એસ સોમનાથે ૨૩ ઓગસ્ટના રોજ સફળ સોફ્ટ-લેન્ડિંગનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. એસ સોમનાથે કહ્યું આ આત્મવિશ્વાસ લોન્ચ પહેલાની તમામ તૈયારીઓ અને ચંદ્રની યાત્રામાં સંકલિત મોડ્યુલ અને લેન્ડિંગ મોડ્યુલ દ્વારા કરવામાં આવેલી મુશ્કેલી-મુક્ત પ્રગતિથી આવ્યો છે. અમને વિશ્વાસ છે કારણ કે અત્યાર સુધી બધું બરાબર છે અને આ સમય સુધી કોઈ આકસ્મિક પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો નથી. ઈસરોના ચેરમેને વધુમાં કહ્યું, ‘અમે તમામ તૈયારીઓ કરી લીધી છે અને આ તબક્કા સુધી તમામ સિસ્ટમોએ અમારી જરૂરિયાત…
ફોટોગ્રાફીનો પણ શોખજ્હોન અબ્રાહમ સાથે નિખિલ અડવાણીની ફિલ્મ વેદનું જાેધપુર શેડ્યૂલ પૂર્ણ કરનારી સુંદર બોલિવૂડ અભિનેત્રી શર્વરી વાઘે વર્લ્ડ ફોટોગ્રાફી ડેના અવસર પર સોશિયલ મીડિયા પર પોતાના ફોટોગ્રાફી પ્રત્યેના શોખ વિશે ખુલાસો કર્યો. શર્વરીએ કેપ્શન સાથે તેણીના બે મનપસંદ ફોટા પોસ્ટ કર્યા જે તેણીએ તેના ફિલ્મ કેમેરાથી કેપ્ચર કર્યા. તેણી લખે છે, ‘ગયા વર્ષે, હું અને મારો મિત્ર કેટલાક જૂના ફિલ્મ કેમેરા રિપેર કરવા ગયા હતા અને ત્યારથી હું બ્લેક એન્ડ વ્હાઇટ ફિલ્મમાં દુનિયાને કેપ્ચર કરવા માટે ઝનૂની છું! શર્વરી વાળા આગળ લખે છે કે, ‘વર્લ્ડ ફોટોગ્રાફી ડે પર, હું મારા બે મનપસંદ ફોટોગ્રાફ્સ શેર કરી રહી છું, એક કોંકણ,…
સોનમ કપૂર પ્રેગ્નન્સી બાદ ફિલ્મી દુનિયામાં કમબેક કરી રહી છે. તેણે ખુલાસો કર્યો કે, તે તેના પિતા અનિલ કપૂરથી પ્રેરિત છે, જે લગભગ ૫ દાયકા સુધી ફિલ્મોમાં કામ કર્યા પછી પણ અભિનય પ્રત્યે ઉત્સાહી છે. સોનમ કહે છે, ‘મારા પિતા પાસેથી શીખવા જેવું ઘણું છે, તેઓ મારા પ્રેરણા છે, મારા મુખ્ય પ્રેરક છે. તે લગભગ પાંચ દાયકાથી કામ કરી રહ્યો છે અને તેમ છતાં, દરરોજ તે કામ પરનો પહેલો દિવસ હોય તેટલો જ ઉત્સાહિત હોય છે! હું ઈચ્છું છું કે હું હંમેશા તેમના જેવો બની શકું, કારણ કે હું પણ લાંબા સમય સુધી કામ કરવા માંગુ છું. સોનમ વધુમાં જણાવ્યું…
શૂજિત સરકારની ફિલ્મ ઓક્ટોબરથી બોલિવૂડમાં ડેબ્યૂ કરનાર ભારતીય મૂળની બ્રિટિશ અભિનેત્રી બનિતા સંધુ તેના ગંભીર અભિનય માટે પ્રખ્યાત છે. તે વિકી કૌશલ સાથે ‘સરદાર ઉધમ સિંહ’માં મુખ્ય ભૂમિકા ભજવી રહી છે. તે તાજેતરમાં ઈન્ડો-કેનેડિયન સિંગર, રેપર અને પ્રોડ્યુસર એપી ધિલ્લોનના ગીત ‘વિથ યુ’માં જાેવા મળી હતી. બંનેની લેટેસ્ટ તસવીરોએ પુષ્ટિ કરી છે કે, તેઓ ડેટ કરી રહ્યાં છે. એપી ધિલ્લોને તેની શ્રેણી એપી ધિલ્લોનઃ ફર્સ્ટ ઓફ અ કાઇન્ડ’ માટે આ અઠવાડિયાની શરૂઆતમાં એક ઇવેન્ટ હોસ્ટ કરી હતી, જેમાં સલમાન ખાન, રણવીર સિંહ જેવા સ્ટાર્સે હાજરી આપી હતી, પરંતુ સૌથી વધુ ધ્યાન તેની ગર્લફ્રેન્ડ બનિતા સંધુએ ખેંચ્યું હતું, જે તે ખૂબ…
એક ખુશખબરીના સમાચાર છે. તમિલ અભિનેતા કવિન રાજ ૨૦ ઓગસ્ટના રોજ એક પ્રાઇવેટ સેરેમનીમાં ગર્લફ્રેન્ડ મોનિકા ડેવી સાથે લગ્નના બંધનમાં બંધાઇ ગયા છે. આ ન્યૂલી મેરિડ કપલની પહેલી તસવીર સામે આવી છે જેમાં બન્ને એકબીજા સાથે મસ્ત પોઝ આપી રહ્યા છે અને મસ્ત લાગી રહ્યા છે. આ કપલ હાલમાં પોતાની આ વાતને લઇને ખૂબ એક્સાઇટેડ છે. તસવીરોમાં તમે જાેઇ શકો છો કે કવિન રાજે હાર પહેર્યો છે અને સાથે લાઇટ કલરનો શર્ટ પહેર્યો છે. આ કપડા ખૂબ સિમ્પલ જાેવા મળી રહ્યા છે. જ્યારે દુલ્હનની વાત કરવામાં આવે તો મોનિકા ડેવીએ પારંપરિક રીતે સાડી પહેરી છે જેમાં ખૂબસુરત લાગી રહી છે.…
બોલિવૂડ સુપરસ્ટાર રાજેશ ખન્ના અને ફેમસ અભિનેત્રી ડિમ્પલ કાપડીયાની નાની બહેન ટિ્વંકલ ખન્નાની બહેન રિંકી ખન્નાએ વર્ષ ૧૯૯૯માં મ્યુઝિકલ ડ્રામામાં પ્યાર મેં કભી કભી સે ડેબ્યુ કર્યુ હતુ. આ ફિલ્મ માટે રિંકીને ૨૦૦૦માં બેસ્ટ ફીમેલ ડેબ્યુ માટે સીને પુરસ્કાર જીત્યો હતો. જાે કે ટિ્વંકલ ખન્નાની બહેન રિંકી દેખાવમાં એકદમ સ્માર્ટ છે. રિંકી ખન્નાએ બોલિવૂડ કેરિયરમાં લગભગ ૫ વર્ષ સુધીમાં કુલ મળીને ૯ ફિલ્મોમાં કામ કર્યુ, જેમાં જિસ દેશ મેં ગંગા રહતા હૌ, મુઝે કુછ કહેના હૈ, યે હૈ ઝલવા, પ્રાણ જાએ પર શાન ના જાએ, ઝંકાર બીટ્સ અને છેલ્લી ફિલ્મ ચમેલી રહી હતી. જાે કે આ બધી ફિલ્મોમાં રિંકે બહુ…