ગદર ૨ ફિલ્મને અપાર સફળતા મળવાથી ખુશ અભિનેતા સની દેઓલે પોતાના રાજકીય સફર અંગે મોટુ નિવેદન આપ્યુ છે. તેમણે કહ્યુ કે હું હવે કોઈ ચૂંટણી લડવા માંગતો નથી. અત્યારે લોકો ગદર ૨ ના ખૂબ વખાણ કરી રહ્યા છે. ફિલ્મના હીરો સની દેઓલની એક્ટિંગની પણ ખૂબ પ્રશંસા થઈ રહી છે. આ દરમિયાન સની દેઓલે ૨૦૨૪માં થનારી લોકસભા ચૂંટણીમાં ચૂંટણી લડવાના પ્રશ્ન પર પ્રતિક્રિયા આપી છે, જે ખૂબ ચર્ચામાં છે. અભિનેતા સની દેઓલે કહ્યુ, અભિનેતા બની રહેવુ જ મારી ચૂંટણી છે. મને લાગે છે કે હું એક્ટર તરીકે દેશની સેવા કરુ, જે હું કરતો આવ્યો છું. હું હવે કોઈ ચૂંટણી લડવા માંગતો નથી.
સની દેઓલે કહ્યુ, એક્ટિંગની દુનિયામાં મારુ જે મન કરે, તે હું કરી શકુ છુ પરંતુ રાજકારણમાં જાે હું કેટલીક કમિટ કરી દઉં અને તેને પૂરી ન કરી શકુ તો મારાથી તે સહન નથી થતુ. હુ એવુ કરી શકતો નથી. સાંસદ તરીકે ગૃહમાં સની દેઓલની હાજરી માત્ર ૧૯ ટકા છે, તે અંગે ભાજપ સાંસદ સની દેઓલે કહ્યુ, જ્યારે હું સંસદ જાવ છુ તો જાેઉં છુ કે ત્યાં દેશ ચલાવનાર લોકો બેઠા છે. તમામ પાર્ટીઓના નેતા બેઠા છે.
આ સિવાય તેમણે કહ્યુ કે જ્યારે હું એ જાેઉં છુ તો લાગે છે કે હું એવો નથી. આનાથી શ્રેષ્ઠ તો એ છે કે હું ક્યાંક બીજે જતો રહુ. સાથે જ તેમણે એ પણ કહ્યુ કે હું હવે કોઈ ચૂંટણી લડવા માંગતા નથી. આ અત્યારે સની દેઓલની ફિલ્મ ગદર ૨ કમાણીના મામલે ધૂમ મચાવી રહી છે. પઠાન બાદ હવે ગદર ૨ પણ ૫૦૦ કરોડના ટાર્ગેટને પાર કરવા માટે તૈયાર નજર આવી રહી છે. સની દેઓલની ગદર ૨ એ ૧૦ દિવસમાં એવી કમાલ કરી નાખી છે, જેની આશા પણ કોઈને નહોતી. ગદર ૨ એ ૮ દિવસમાં જ ૩૦૦ કરોડનો આંકડો પાર કરી દીધો હતો.