બોલિવૂડ સુપરસ્ટાર રાજેશ ખન્ના અને ફેમસ અભિનેત્રી ડિમ્પલ કાપડીયાની નાની બહેન ટિ્વંકલ ખન્નાની બહેન રિંકી ખન્નાએ વર્ષ ૧૯૯૯માં મ્યુઝિકલ ડ્રામામાં પ્યાર મેં કભી કભી સે ડેબ્યુ કર્યુ હતુ. આ ફિલ્મ માટે રિંકીને ૨૦૦૦માં બેસ્ટ ફીમેલ ડેબ્યુ માટે સીને પુરસ્કાર જીત્યો હતો. જાે કે ટિ્વંકલ ખન્નાની બહેન રિંકી દેખાવમાં એકદમ સ્માર્ટ છે. રિંકી ખન્નાએ બોલિવૂડ કેરિયરમાં લગભગ ૫ વર્ષ સુધીમાં કુલ મળીને ૯ ફિલ્મોમાં કામ કર્યુ, જેમાં જિસ દેશ મેં ગંગા રહતા હૌ, મુઝે કુછ કહેના હૈ, યે હૈ ઝલવા, પ્રાણ જાએ પર શાન ના જાએ, ઝંકાર બીટ્સ અને છેલ્લી ફિલ્મ ચમેલી રહી હતી.
જાે કે આ બધી ફિલ્મોમાં રિંકે બહુ સારો રોલ પ્લે કર્યો હતો. જાે કે રિંકીની ૯માંથી ૭ ફિલ્મો ફ્લોપ ગઇ અને pran par shaan na jaye ડિઝાસ્ટર સાબિત થઇ. રિંકીની માત્રને માત્ર એક ફિલ્મ Mujhe Kucch kehna hai સુપરહિટ રહી હતી ,જમાં લીડ કરીના કપૂર હતી અને સેકન્ડ એક્ટ્રેસ રિંકી હતી. આ મુવીમાં રિંકીનો રોલ અનેક લોકોને પસંદ પડ્યો હતો. રિંકીએ માત્ર બોલિવૂડમાં જ નહીં, પરંતુ સાઉથ ફિલ્મોમાં પણ પગ મુક્યો હતો, પરંતુ સાઉથમાં પણ રિંકીનો જાદુ ચાલ્યો નહીં અને પાછી પડી. દર્શકોને ઇમ્પ્રેસ કરવામાં રિંકીએ પૂરી રીતે નિષ્ફળ રહી હતી. તમને જણાવી દઇએ કે રિંકીએ તમિલ ડેબ્યુ મઝૂનૂથી કર્યુ હતુ. અભિનેત્રી આ સમયે પણ દર્શકોના દિલમાં જગ્યા ના બનાવી શકી અને ફ્લોપ રહી.
સતત ફ્લોપ થવાને કારણે રિંકીએ આ ઇન્ડસ્ટ્રીને અલવિદા કરવાનું મન થઇ ગયુ હતુ. રિંકીને જ્યારે એવુ લાગ્યુ કે આ દુનિયામાં એ વધારે સમય સુધી નહીં ચાલી શકે તો એને છોડવાનો ર્નિણય કરી લીધો અને લંડનમાં સેટલ થઇ ગઇ. ૨૦૦૩માં રિંકી એ એક સફળ બિઝનેસમેન સમીર સરન સાથે લગ્ન કર્યા અને યુકેમાં શિફ્ટ થઇ ગઇ. રિંકી હાલમાં બે દીકરીઓની માતા છે અને બોલિવૂડથી દૂર જઇને આપણો દેશ છોડીને હાલમાં યુકેમાં પરિવાર સાથે મજા કરી રહી છે. રિંકી ક્યારેક ક્યારેક પોતાની બહેન ટિ્વંકલ ખન્નાને મળવા માટે મુંબઇની મુલાકાત લેતી હોય છે. જાે કે અક્ષય કુમારની સાળીની સ્માર્ટનેસ જાેઇને અનેક લોકો ફિદા થઇ જાય છે.