ફોટોગ્રાફીનો પણ શોખજ્હોન અબ્રાહમ સાથે નિખિલ અડવાણીની ફિલ્મ વેદનું જાેધપુર શેડ્યૂલ પૂર્ણ કરનારી સુંદર બોલિવૂડ અભિનેત્રી શર્વરી વાઘે વર્લ્ડ ફોટોગ્રાફી ડેના અવસર પર સોશિયલ મીડિયા પર પોતાના ફોટોગ્રાફી પ્રત્યેના શોખ વિશે ખુલાસો કર્યો. શર્વરીએ કેપ્શન સાથે તેણીના બે મનપસંદ ફોટા પોસ્ટ કર્યા જે તેણીએ તેના ફિલ્મ કેમેરાથી કેપ્ચર કર્યા. તેણી લખે છે, ‘ગયા વર્ષે, હું અને મારો મિત્ર કેટલાક જૂના ફિલ્મ કેમેરા રિપેર કરવા ગયા હતા અને ત્યારથી હું બ્લેક એન્ડ વ્હાઇટ ફિલ્મમાં દુનિયાને કેપ્ચર કરવા માટે ઝનૂની છું! શર્વરી વાળા આગળ લખે છે કે, ‘વર્લ્ડ ફોટોગ્રાફી ડે પર, હું મારા બે મનપસંદ ફોટોગ્રાફ્સ શેર કરી રહી છું, એક કોંકણ, ભારતનો અને બીજાે ઈસ્તાંબુલ, તુર્કીનો. શર્વરી હાલમાં જ્હોન અબ્રાહમ સાથે વેદ માટે શૂટિંગ કરી રહી છે. જાે અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, તે આદિત્ય ચોપરાના સ્પાય યુનિવર્સનો પણ એક ભાગ છે, જેના વિશે વધુ માહિતી ઉપલબ્ધ નથી. ૨૭ વર્ષીય શર્વરી વાઘે ફિલ્મ ‘બંટી ઔર બબલી ૨’ થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો, જેમાં તે સિદ્ધાંત ચતુર્વેદીની સામે દેખાઈ હતી. શર્વરી વાઘે અભિનયની શરૂઆત કરતા પહેલા લવ રંજન અને સંજય લીલા ભણસાલી સાથે સહાયક દિગ્દર્શક તરીકે કામ કર્યું હતું. તે કબીર ખાનની વેબ સિરીઝ ‘ધ ફર્ગોટન આર્મી-આઝાદી કે લિયે’માં જાેવા મળી હતી.