હરિયાણાના ફેમસ સિંગર રાજુ પંજાબીનું નિધન થઈ ગયું છે. રાજુ પંજાબી છેલ્લા ઘણા સમયથી બીમાર હતા. હિસારની એક ખાનગી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. બીમારીના કારણે તેમણે ૪૦ વર્ષની ઉંમરમાં અંતિમ શ્વાસ લીધા છે અને દુનિયાને અલવિદા કહી દીધું છે. હરિયાણવી સિંગર રાજુ પંજાબીનું આજે તેમના પૈતૃક ગામ રાવતસરમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે. રાજુ પંજાબીનું નિધન હરિયાણા મ્યૂઝિક ઈન્ડસ્ટ્રી માટે ઘણી મોટી ક્ષતિ છે. રાજુ પંજાબી અને હરિયાણવીમાં અનેક હિટ ગીત ગાઈ ચૂક્યા છે. તેઓ કમળાથી પીડિત હતા. ત્યારબાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ પાછી અચાનત તેમની તબિયત લથડતા તેમને બીજી વખત દાખલ કરવામાં આવ્યા હતા. રાજુ…
Author: Shukhabar Desk
લોકો સામાન્યતઃ લગ્ન કે નવી વસ્તુ ખરીદવા માટે જ્યોતિષથી શુભ મુહૂર્ત કઢાવતા હોય છે. પરંતુ મહારાષ્ટ્રના બારામતીમાં એક ચોંકાવનારી બાબત પ્રકાશમાં આવી છે, જ્યાં ચોરોએ ૧ કરોડ રૂપિયાની લૂંટ કરવા માટે જ્યોતિષીથી શુભ સમય કઢાવ્યો હતો. પછી શુભ મુહૂર્ત પ્રમાણે લૂંટ કરી અને લૂંટમાં પણ સફળતા મળી હતી. પરંતુ ૪ મહિના બાદ લૂંટનો પર્દાફાશ થયો હતો અને લૂંટારુઓ પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા.એક કરોડની લૂંટના કેસમાં પોલીસે જ્યોતિષી સાથે પાંચ લોકોની ધરપકડ કરી હતી. મળતી માહિતી મુજબ ચાર મહિના પહેલા બારમતી તાલુકા પોલીસ સ્ટેશન હેઠળના દેવકાટેનગરમાં રહેતા એક વ્યક્તિના ઘરે રાત્રે આઠ વાગ્યે લૂંટારુઓએ તેની પત્નીના હાથ અને પગ બાંધીને…
જમ્મુ-કાશ્મીર બીએસએફને મોટી સફળતા મળી છે. બીએસએફના જવાનોએ પૂંચના બાલાકોટ સેક્ટરમાં એલઓસીપર ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે. એલર્ટ રહેલા બીએસએફના જવાનોએ બે ઘુસણખોરોને ઠાર કર્યા છે. માર્યા ગયેલા ઘૂસણખોરો પાસેથી મોટા પ્રમાણમાં હથિયારો મળી આવ્યા છે.અધિકારીઓએ જણાવ્યું હતું કે પાકિસ્તાની મૂળની દવાઓ સહિત શસ્ત્રો અને દારૂગોળોનો મોટો જથ્થો જપ્ત કર્યો છે. ગુપ્તચર એજન્સીઓ અને પોલીસના ઇનપુટ્સ પરથી જાણવા મળ્યું છે કે કેટલાક ઘૂસણખોરો નિયંત્રણ રેખા પારથી બાલાકોટ સેક્ટરમાં પ્રવેશવાની રાહ જાેવાઈ રહી છે. ઇનપુટ્સના આધારે મોનિટરિંગ ગ્રીડને એલર્ટ પર મૂકવામાં આવી હતી. ઘૂસણખોરો સરહદની નજીક પહોંચતા જ જવાનોએ તેમને રોકવાનો પ્રયાસ કર્યો હતો જાે કે તે ન રોકાયા હોવાથી તેના…
પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની જન્મ જયંતી નિમિત્તે યોજાયેલા ‘સદ્ભાવના- પુરસ્કાર કાર્યક્રમ’માં બોલતાં કોંગ્રેસનાં નેતા સોનિયા ગાંધીએ કહ્યું હતું કે, ‘દેશ સેવા માટે મળેલા બહુ ઓછા સમયમાં રાજીવ ગાંધીએ અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી. ભારતમાં રહેલી અનેકવિધતાની સુરક્ષા અને સંરક્ષણના તેઓ સમર્થક હતા.’ કોંગ્રેસ પૂર્વ પ્રમુખે વધુમાં કહ્યું હતું કે, ‘રાજીવ તે અંગે ઘણાં જ સંવેદનશીલ હતા કે વિવિધ ધર્મોના ધાર્મિક પ્રસંગો, વિવિધ જાતિઓ, ભાષાઓ અને સંસ્કૃતિઓના ઉત્સવો ઉજવીને જ આપણે ભારતની એકતાને વધુ મજબૂત કરી શકીશું.’ સોનિયા ગાંધીએ વધુમાં કહ્યું હતું કે, ‘આ પુરસ્કાર તે લોકોને અને તે સંસ્થાઓને આપવો જાેઈએ કે જેઓએ શાંતિ, સાંપ્રદાયિક સદ્ભાવ અને રાષ્ટ્રીય એકતાને આગળ…
વશ્વની નજર રશિયાના લુના-૨૫ અને ભારતના ચંદ્રયાન-૩ વચ્ચેની રેસ પર હતી. દરમિયાન સમાચાર આવ્યા કે લુના-૨૫ ચંદ્ર પર ઉતરવામાં નિષ્ફળ ગયું છે. જાે કે છેલ્લા ચાર વર્ષના રેકોર્ડ પર નજર કરીએ તો લગભગ ચાર દેશો એવા છે જેમને ચંદ્ર પર ઉતરવામાં નિષ્ફળતાનો સામનો કરવો પડ્યો છે. ખાસ વાત એ છે કે તેમાંથી એક માત્ર ભારત જ છે જેણે ચંદ્રયાન-૨ની નિષ્ફળતા બાદ ચંદ્ર પર પાછા ફરવાની હિંમત એકઠી કરી છે. ભારત (ચંદ્રયાન-૨), ઈઝરાયેલ (બેરેશીટ), જાપાન (હાકુટો-આર) અને રશિયા (લુના-૨૫) એ ચાર દેશોમાં સામેલ છે જ્યાં ખાનગી અવકાશ એજન્સીઓ અથવા સરકારોએ ચંદ્ર સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો છે. તે બધાને મિશનમાં નિષ્ફળતાનો સામનો…
વિશ્વમાં કોરોનાના ફરી એક વખત વધતા કેસોને ઘ્યાને લઇ દેશમાં સમીક્ષા કરવા માટે કેન્દ્રએ હાઇ લેવલ મીટિંગ કરી હતી. વડાપ્રધાનના મુખ્ય સચિવ પી.કે. મિશ્રાએ કોવિડ-૧૯ની વર્તમાન સ્થિતિ અને તૈયારીઓની સમીક્ષા માટે આ બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ દરમિયાન રાજ્યોને ટેસ્ટિંગ વધારવા, જીનોમ સીક્વેન્સિંગ અને કોરોના વાયરસના નવા વૈશ્વિક વેરિએન્ટ પર નજર રાખવા કહ્યું છે. તાજેતરમાં કોરોનાના નવા વેરિએન્ટ બીએ.૨.૮૬થી કેટલાક દેશમાં કોરોનાના કેસ વધ્યા છે. આ હાઇ લેવલ મીટિંગમાં નીતિ આયોગના સભ્ય ડૉ. વિનોદ પૉલ, કેબિનેટ સચિવ રાજીવ ગૌબા, પીએમઓના સલાહકાર અમિત ખરે અને અન્ય અધિકારી સામેલ થયા હતા. આરોગ્ય સચિવ સુધાંશ પંતે કોવિડ-૧૯ની વૈશ્વિક પરિસ્થિતિની માહિતી આપી હતી, જેમાં…
ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં છેલ્લા ઘણા દિવસોથી ભારે વરસાદને કારણે જનજીવન ખોરવાઈ ગયું છે. હવામાન વિભાગનું કહેવું છે કે આ સપ્તાહના અંતથી ઉત્તર ભારતના ઘણા ભાગોમાં ચોમાસામાં વિરામ આવી શકે છે. બીજી તરફ પહાડી વિસ્તારોમાં વરસાદ ચાલુ રહેશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી બે-ત્રણ દિવસમાં ચોમાસું તેની સામાન્ય સ્થિતિથી ઉત્તર તરફ આગળ વધશે તેમજ આ અલ-નીનો અસર પણ હોઈ શકે છે. જેના કારણે ઉત્તર ભારતના મોટા ભાગોમાં દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. આ ઉપરાંત હવામાન વિભાગે પહાડી વિસ્તારોમાં રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. હવામાન ખાનગી એજન્સી અનુસાર આગામી ૨૪ કલાકમાં હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, બિહાર અને ઉત્તર પ્રદેશના…
ભારતીય ગ્રાન્ડમાસ્ટર આર પ્રજ્ઞાનાનંદાએ ગઈકાલે ફિડે વર્લ્ડ કપ ચેસ ટૂર્નામેન્ટની સેમિફાઇનલમાં વિશ્વના ત્રીજા નંબરના ખેલાડી ફેબિયાનો કારુઆનાને ટાઈબ્રેકમાં ૩.૫-૨.૫થી હરાવ્યો હતો. બે મેચની ક્લાસિકલ સિરીઝ ૧-૧થી ડ્રોમાં સમાપ્ત થયા પછી, ૧૮ વર્ષીય પ્રજ્ઞાનાનંદાએ એક રોમાંચક ટાઈબ્રેકરમાં દિગ્ગજ યુએસ ગ્રાન્ડમાસ્ટરને હરાવી દીધો હતો. આજે યોજાનારી ફાઇનલમાં પ્રજ્ઞાનાનંદા હવે પાંચ વખતના ચેમ્પિયન નોર્વેના મેગ્નસ કાર્લસન સામે ટકરાશે, જેણે સેમિફાઇનલમાં અઝરબૈજાનના નિજાત અબાસોવને ૧.૫-૦.૫થી હરાવ્યો હતો. પ્રજ્ઞાનાનંદા આનંદ પછી વર્લ્ડ કપની સેમીફાઈનલમાં પહોંચનાર બીજાે ભારતીય છે. તેણે વર્ષ ૨૦૨૪માં યોજાનારી કેન્ડીડેટ્સ ટુર્નામેન્ટમાં પણ સ્થાન મેળવ્યું છે, જે ડીંગ લિરેનના ચેલેન્જરનો ર્નિણય કરશે. અનુભવી ખેલાડી બકી ફિશર અને કાર્લસન પછી કેન્ડીડેટ્સ ટુર્નામેન્ટ માટે ક્વોલિફાય…
અમદવાદનો યુવક કુશ પટેલ લંડનમાં છેલ્લા ૧૧ દિવસથી ગુમ થયો હતો ત્યારે હવે તેનો મૃતદેહ લંડન બ્રિજ પાસેથી મળી આવ્યો છે. આ યુવક સ્ટુડન્ટ વિઝા પર લંડન ભણવા ગયો હતો. કુશ પટેલે આત્મહત્યા કરી હોવાનો ખુલાસો થયો છે. તેનો મૃતદેહ પાણીમાં કોહવાઈ ગયેલો મળ્યો હતો પરંતુ બાયોમેટ્રિક અને ડીએનએ ટેસ્ટના આધારે મૃતદેહની ઓળખ કરી હતી. અમદાવાદના શહેરના નરોડા વિસ્તારનો રહેવાસી કુશ પટેલ ગત વર્ષે જ સ્ટુડન્ટ વિઝા પર લંડન ગયો હતો. તેણે લંડનની યુનિવર્સિટીમાં બિઝનેસ મેનેજમેન્ટના કોર્સમાં એડમિશન લીધુ હતું. કુશ લંડન ગયા બાદ નિયમીત પણે તેમના પરિવારને ફોન કરીને વાતચીત કરતો હતો. જાે કે તે છેલ્લા ૧૧ દિવસથી પરિવારના…
ઈન્ડિગોએરલાઈન્સની મુંબઈ-રાંચી ફ્લાઈટમાં ગઈકાલે મોડી રાત્રે એક મુસાફરની તબિયત અચાનક લથડી હતી. તેને ફ્લાઈટની અંદર લોહીની ઉલટી થવા લાગતા ફ્લાઈટનું નાગપુરમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું અને તાત્કાલિક મુસાફરને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, પરંતુ રસ્તામાં જ તેનું મોત થયું હતું. મૃતકની ઉંમર ૬૨ વર્ષની હોવાનું જાણવા મળી છે. આ ઘટનાની મળતી માહિતી મુજબ મુસાફર ટ્યુબરક્યુલોસિસ અને ક્રોનિક કિડની ડિસીઝથી પીડિત હતો. તેને પ્લેનમાં લોહીની ઉલ્ટી થવા લાગી હતી. આ પછી તેનું મૃત્યુ થયું હતું. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી મેડિકલ કોલેજમાં લઈ જવામાં આવ્યો છે. જરૂરી તબીબી પ્રક્રિયાઓ અને ક્લિયરન્સ પછી, ઇન્ડિગો ફ્લાઇટ સફળતાપૂર્વક નાગપુરથી રાંચી સુધીની મુસાફરી ફરી શરૂ કરી…