વશ્વની નજર રશિયાના લુના-૨૫ અને ભારતના ચંદ્રયાન-૩ વચ્ચેની રેસ પર હતી. દરમિયાન સમાચાર આવ્યા કે લુના-૨૫ ચંદ્ર પર ઉતરવામાં નિષ્ફળ ગયું છે. જાે કે છેલ્લા ચાર વર્ષના રેકોર્ડ પર નજર કરીએ તો લગભગ ચાર દેશો એવા છે જેમને ચંદ્ર પર ઉતરવામાં નિષ્ફળતાનો સામનો કરવો પડ્યો છે. ખાસ વાત એ છે કે તેમાંથી એક માત્ર ભારત જ છે જેણે ચંદ્રયાન-૨ની નિષ્ફળતા બાદ ચંદ્ર પર પાછા ફરવાની હિંમત એકઠી કરી છે.
ભારત (ચંદ્રયાન-૨), ઈઝરાયેલ (બેરેશીટ), જાપાન (હાકુટો-આર) અને રશિયા (લુના-૨૫) એ ચાર દેશોમાં સામેલ છે જ્યાં ખાનગી અવકાશ એજન્સીઓ અથવા સરકારોએ ચંદ્ર સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો છે. તે બધાને મિશનમાં નિષ્ફળતાનો સામનો કરવો પડ્યો. રસપ્રદ વાત એ છે કે દરેક વખતે લેન્ડિંગની અંતિમ પ્રક્રિયા દરમિયાન વાહનો ફેલ થયા અને ચંદ્રની સપાટી પર ક્રેશ થયા હતા.વર્ષ ૨૦૧૯માં, ભારતીય અવકાશ સંશોધન સંસ્થા એટલે કે ઈસરોના તત્કાલીન અધ્યક્ષ કે સિવને લેન્ડિંગ પ્રક્રિયાને ‘૧૫ મિનિટનો આતંક’ ગણાવી હતી. હવે ખાસ વાત એ છે કે ચંદ્ર પર ઉતરવાની કોશિશ કરનારા દેશોમાં ભારત એકમાત્ર એવો દેશ છે, જે બીજીવાર પ્રયાસ કરી રહ્યો છે. વર્ષ ૨૦૧૯માં આવેલી મુશ્કેલીમાંથી બોધપાઠ લઈને ચંદ્રયાન-૩માં સુરક્ષાના અનેક પગલાં લેવામાં આવ્યા છે.
ચંદ્ર પર ઉતરવાના સૌથી સફળ પ્રયાસો ૧૯૬૬ અને ૧૯૭૬ના દાયકામાં થયા હોવાનું કહેવાય છે. જાે કે, આ સિવાય ચીન તાજેતરના સમયમાં આ મામલે ખૂબ જ સફળ રહ્યું છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર, ૨૦૧૩માં ડ્રેગન સ્પેસક્રાફ્ટ ચાંગઈ-૩ને પ્રથમ વખત ચંદ્ર પર સફળતાપૂર્વક લેન્ડ કર્યું હતું. તે જ સમયે, વર્ષ ૨૦૧૯ માં, ચાંગ-ઇ ૪ ચંદ્ર પર ઉતરાણ કરવામાં પણ સફળ રહ્યું હતું.
ચંદ્રયાન-૩ને ૧૪ જુલાઈએ આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટાથી ચંદ્ર પર મોકલવામાં આવ્યું હતું. હવે એવી શક્યતાઓ છે કે વિવિધ તબક્કાની સફળતા બાદ ચંદ્રયાન-૩, ૨૩ ઓગસ્ટે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ કરી શકે છે.