Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Business»GDP: જૂન ૨૦૨૭ સુધીમાં નિફ્ટી ૨૬,૫૦૦ ને પાર કરશે, ગોલ્ડમેન સેક્સે જાહેર કરી ૧૫ મજબૂત શેરોની યાદી
    Business

    GDP: જૂન ૨૦૨૭ સુધીમાં નિફ્ટી ૨૬,૫૦૦ ને પાર કરશે, ગોલ્ડમેન સેક્સે જાહેર કરી ૧૫ મજબૂત શેરોની યાદી

    Rohi Patel ShukhabarBy Rohi Patel ShukhabarJuly 13, 2026No Comments3 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    India's GDP
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    GDP: ભારતીય શેરબજારમાં આવશે મોટી તેજી! વિદેશી રોકાણકારોની ઘરવાપસી વચ્ચે લાર્જકેપ અને વેલ્યુ શેરોમાં કમાણીની મોટી તક

    શેરબજારના રોકાણકારો માટે એક અતિ ઉત્સાહજનક અને મહત્વના સમાચાર સામે આવ્યા છે. વિશ્વની અગ્રણી બ્રોકરેજ ફર્મ ગોલ્ડમેન સેક્સ (Goldman Sachs) નું માનવું છે કે ભારતીય શેરબજારમાં ટૂંક સમયમાં જ એક બહુ મોટી તેજી (Bull Run) જોવા મળી શકે છે. ફર્મના અહેવાલ અનુસાર, જૂન ૨૦૨૭ સુધીમાં નિફ્ટી ૫૦ (Nifty 50) ઇન્ડેક્સ ૨૬,૫૦૦ ના નવા ઐતિહાસિક સ્તરને આંબી જશે, જે તેના વર્તમાન રેકોર્ડ હાઈ સ્તર કરતાં ઘણો ઉપર છે. કમોડિટીના ઘટતા ભાવ, સ્થિર થઈ રહેલો રૂપિયો, કંપનીઓનું શાનદાર પ્રદર્શન અને સ્થાનિક અર્થતંત્રની મજબૂત ગતિને કારણે ભારતીય બજારનો આઉટલુક સંપૂર્ણપણે બદલાઈ ગયો છે.

    તાજેતરના દિવસોમાં ભારતના વ્યાપક આર્થિક પરિદ્રશ્ય (Macro Backdrop) માં જે નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે, તેણે બજારનો મૂડ બદલી નાખ્યો છે. નિષ્ણાતોના મતે, અગાઉ રોકાણકારોને આર્થિક સુસ્તીનો જે ડર સતાવી રહ્યો હતો, તે હવે દૂર થયો છે. સ્થાનિક ક્ષેત્રોમાં તેજી અને કંપનીઓના બીજા ક્વાર્ટરના શાનદાર કમાણીના અંદાજોએ માહોલને હકારાત્મક બનાવી દીધો છે. આ શાનદાર આર્થિક રિકવરીને જોઈને વૈશ્વિક બ્રોકરેજ ફર્મને પૂરો ભરોસો છે કે આગામી દિવસોમાં રોકાણકારો ભારતીય બજારમાં પોતાનું રોકાણ ઝડપથી વધારશે.

    વિદેશી રોકાણકારો (FIIs) ની બજારમાં ઘરવાપસી

    વિતેલા કેટલાક મહિના ભારતના સામાન્ય અને રિટેલ રોકાણકારો માટે થોડા ચિંતાજનક રહ્યા હતા, કારણ કે વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FIIs) એ બજારમાંથી મોટા પાયે નાણાં પાછા ખેંચી લીધા હતા. વૈશ્વિક રોકાણકારોએ વર્ષ ૨૦pk ની પ્રથમ છમાસીમાં ભારતીય બજારને એક ‘ફંડિંગ માર્કેટ’ ની જેમ વાપર્યું હતું અને માત્ર સાડા ત્રણ મહિનાની અંદર અંદાજે ૩૦ અબજ ડોલરના ભારતીય શેર વેચી માર્યા હતા. પરંતુ, હવે આ ટ્રેન્ડમાં મોટો યુ-ટર્ન આવ્યો છે.

    ગોલ્ડમેન સેક્સના રિપોર્ટ અનુસાર, વિદેશી રોકાણકારો દ્વારા કરવામાં આવતી આક્રમક વેચવાલીનો સૌથી ખરાબ તબક્કો હવે પૂર્ણ થઈ ચૂક્યો છે. મધ્ય જૂન પછી વિદેશી રોકાણકારોએ ફરી એકવાર ભારતીય બજાર તરફ સકારાત્મક વલણ અપનાવ્યું છે અને આશરે ૨ અબજ ડોલરનું નવું રોકાણ કર્યું છે. આ નવું રોકાણ મુખ્યત્વે ફાઇનાન્સિયલ અને બેંકિંગ શેરોમાં આવ્યું છે. ગ્લોબલ ફંડ્સ પાસે હજુ પણ ભારતીય બજારમાં નાણાં ઠાલવવાની મોટી તક રહેલી હોવાથી, આગામી સમયમાં વિદેશી નાણાંનો પ્રવાહ વધુ મજબૂત બનશે.

    ચાલુ વર્ષના ઉત્તરાર્ધમાં બજારની આંતરિક ચાલ બદલાવાની પૂરેપૂરી શક્યતા છે. બ્રોકરેજ ફર્મનું માનવું છે કે હવે રોકાણકારો અતિશય મોંઘા થઈ ગયેલા ‘ગ્રોથ શેરો’ ના બદલે આકર્ષક વેલ્યુએશન ધરાવતા શેરો’ (Value Stocks) તરફ વધુ ધ્યાન કેન્દ્રિત કરશે. જે કંપનીઓના શેરનું મૂલ્યાંકન અત્યારે વ્યાજબી છે અને જે ઘણા સમયથી અંડરપરફોર્મ કરી રહ્યા હતા, તેમાં હવે જોરદાર ઉછાળો આવી શકે છે.

    Senko Gold Share Price

    આ બદલાતા ટ્રેન્ડનો સૌથી મોટો ફાયદો લાર્જકેપ (Largecap) કંપનીઓ અને બેંકિંગ સેક્ટરને મળવાની આશા છે. ગોલ્ડમેન સેક્સની સલાહ છે કે રોકાણકારોએ અત્યારે મિડકેપના બદલે લાર્જકેપ શેરો પર વધુ દાવ લગાવવો જોઈએ. આ ઉપરાંત, વૈશ્વિક મંદીના જોખમોને જોતા, નિકાસ (Export) આધારિત કંપનીઓ કરતાં એવી કંપનીઓ પર ફોકસ કરવું વધુ ફાયદાકારક રહેશે જેઓનો સંપૂર્ણ બિઝનેસ ભારતની સ્થાનિક માંગ (Domestic Demand) પર નિર્ભર છે.

    મજબૂત કમાણીની અપેક્ષા જગાડતા ૧૫ દિગ્ગજ શેર

    આગામી સમયની તેજી માટે ગોલ્ડમેન સેક્સ દ્વારા ડિફેન્સ (સંરક્ષણ) અને એનર્જી સિક્યોરિટી (ઉર્જા સુરક્ષા) થીમને બંધારણીય રીતે અત્યંત મજબૂત ગણાવી છે. આ સાથે જ ફર્મે યુટિલિટીઝ, બેંક, ટૂરિઝમ, ટીએમટી (TMT) અને એનર્જી રિફાઇનરી સેક્ટર પર પોતાની પકડ મજબૂત કરી છે.

    આ મજબૂત સેક્ટર્સને ધ્યાનમાં રાખીને બ્રોકરેજે ૧૫ લાર્જકેપ શેરોની એક યાદી જાહેર કરી છે, જે આ તેજીમાં રોકાણકારોને મોટો નફો કરાવી શકે છે:

    ૧. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ૨. એચડીએફસી બેંક૩. અદાણી એન્ટરપ્રાઇઝિસ
    ૪. અદાણી પાવર૫. કોટક મહિંદ્રા બેંક૬. એનટીપીસી (NTPC)
    ૭. હિન્દુસ્તાન એરોનોટિક્સ (HAL)૮. ઇટરનલ (Eternal)૯. પાવર ગ્રીડ કોર્પોરેશન
    ૧૦. અદાણી ગ્રીન૧૧. ઇન્ટરગ્લોબ એવિએશન૧૨. એચડીએફસી લાઇફ
    ૧૩. ઇન્ડિયન હોટેલ્સ૧૪. મઝગાંવ ડોક૧૫. મેકમાયટ્રિપ (MakeMyTrip)
    GDP
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Rohi Patel Shukhabar

      Related Posts

      SBI PO Prelims Result 2026: સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ જાહેર કર્યું પીઓ પ્રિલિમ્સનું પરિણામ, જાણો મેન્સ પરીક્ષાની તારીખ અને ચેક કરવાની રીત

      August 29, 2026

      ITR ફાઇલ કર્યા પછી પણ ટેક્સ રિફંડ નથી આવ્યું? આ 4 ભૂલો હોઈ શકે છે કારણ, જાણો પૈસા મેળવવાની રીત

      August 29, 2026

      ટાટા સન્સના ઇતિહાસમાં પ્રથમ વખત ઘટેલી ઘટના: AGM યોજવા ROC પાસેથી મળ્યો 3 મહિનાનો વધારાનો સમય

      August 29, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.