Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»ઈન્ડિગો એરલાઈને કરી ભારે ગરબડ! સામાન ઉતારવાનો રહી જતાં સિંગાપોર પાછા ફરવું પડ્યું
    India

    ઈન્ડિગો એરલાઈને કરી ભારે ગરબડ! સામાન ઉતારવાનો રહી જતાં સિંગાપોર પાછા ફરવું પડ્યું

    Shukhabar DeskBy Shukhabar DeskOctober 19, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    થોડા દિવસ પહેલા જ ઈન્ડિગો એરલાઈન કનેક્ટિંગ ફ્લાઈટના કપલને ઈસ્તાંબુલ એરપોર્ટ પર ભૂલી ગઈ હતી. આ ગોટાળા બાદ એરલાઈનની વધુ એક બેદરકારી સામે આવી છે. ઈન્ડિગો એરલાઈન ઈન્ટરનેશનલ ફ્લાઈટમાંથી સામાન ઉતારવાનું જ ભૂલી ગઈ જેના કારણે ભારત આવવા માટે ઉડાણ ભરનારી ફ્લાઈટને અધવચ્ચેથી જ પાછું ફરવું પડ્યું હતું. બેકાળજી દર્શાવતી આ ઘટના બુધવારે સવારે બની હતી. ફ્લાઈટ 6E-1006 એ સિંગાપોરથી બેંગાલુરુ માટે ઉડાણ ભરી હતી. ફ્લાઈટ સિંગાપોર પહોંચી ત્યારે તેમાં જે સામાન હતો તેને ચાંગી એરપોર્ટ ઉતારવાનો જ રહી ગયો હતો.

    સામાન સાથે જ ફ્લાઈટ ભારત આવવા માટે નીકળી ગઈ હતી.અરવિન સાહની નામના મુસાફરે એક્સ પર પોતાનો બળાપો કાઢતાં લખ્યું, “અશક્યને શક્ય બનાવવા માટે અભિનંદન. સિંગાપોર-બેંગાલુરુની ફ્લાઈટ પરોઢિયે ૫.૪૦ કલાકે અધવચ્ચેથી પાછી ફરી કારણકે તમે ઈનકમિંગ ફ્લાઈટનો લગેજ ઉતારવાનું ભૂલી ગયા. આ ક્ષતિ અંગે ઈન્ડિગો એરલાઈન તરફથી નિવેદન પણ બહાર પાડવામાં આવ્યું છે. તેમણે કહ્યું, સિંગાપોરથી બેંગાલુરુ આવવા નીકળેલી ફ્લાઈટ 6E-1006ને પાછું ફરવું પડ્યું કારણકે સિંગાપોર એરપોર્ટ ખાતે અમારા સર્વિસ પાર્ટનર દ્વારા સામાનને લઈને જે ક્ષતિ થઈ તેની જાણ છે. મુસાફરોને આ વિલંબની જાણ કરવામાં આવી હતી અને તેમને રિફ્રેશમેન્ટ્‌સ પણ આપવામાં આવ્યા હતા.

    પેસેન્જરોને જે હાલાકી થઈ તેના માટે અમે દિલગીર છીએ. ફ્લાઈટ ટ્રેકિંગ વેબસાઈટના ડેટા પ્રમાણે, ફ્લાઈટ 6E-1006 સિંગાપોર ચાંગી એરપોર્ટ પરથી બુધવારે સવારે ૫.૩૫ કલાકે ઉપડી હતી અને ૬.૫૭ કલાકે અહીં પાછી ફરી હતી. એરબસ છ૩૨૧ર્હી ચાંગી એરપોર્ટ પરથી સ્થાનિક સમય મુજબ સવારે ૧૦.૧૨ કલાકે ઉપડી હતી અને ચાર કલાક બાદ ૧૧.૪૪ કલાકે બેંગાલુરુ પહોંચી હતી. અંજલીન સહાની નામની મહિલા પેસેન્જરે ઈન્ડિગોની આ બેદરકારી સામે રોષ ઠાલવતાં એક્સ પર લખ્યું, “સિંગાપોર એરપોર્ટ પર ભારે અવ્યવસ્થા સર્જાઈ હતી.

    સિંગાપોરથી બેંગાલુરુ આવવા નીકળેલી ફ્લાઈટ 6E-1006 દોઢ કલાક સુધી હવામાં હતી. જે બાદ તે સિંગાપોર પાછી ફરી હતી કારણકે અલગ-અલગ ફ્લાઈટનો લગેજ મિક્સ થઈ ગયો હતો. વહેલી સવારની ફ્લાઈટ હોય એટલે ઊંઘ અધૂરી રાખીને આવેલા પેસેન્જરોને વધુ હેરાન થવાનો વારો આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, ઈન્ડિગો ભારતની સૌથી મોટી ડોમેસ્ટિક એરલાઈન છે. ઈન્ડિગોની રોજની ૨૦૦૦ ફ્લાઈટ ઉડાણ ભરે છે. ભારતની બહાર કે અંદર અવરજવર માટે ભારતીયો સૌથી વધુ ઉપયોગ ઈન્ડિગો એરલાઈનની ફ્લાઈટ્‌સનો કરે છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

      Related Posts

      ચાર્જશીટ વગર પોલીસ કેટલા દિવસ જેલમાં રાખી શકે? શું પોલીસ પોતાની મરજીથી કોઈને પણ લોકઅપમાં બંધ કરી શકે?

      November 17, 2026

      સુપ્રીમ કોર્ટમાં CJI સૂર્યકાંત સાથે વકીલે કર્યો દુર્વ્યવહાર, બાર એસોસિએશને નોંધાવી અવમાનનાની અરજી

      November 17, 2026

      ભારત સમિટ 2026માં વિદેશી નેતાના નારા સામે વિવાદ, મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો

      November 17, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.