Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»HEALTH-FITNESS»Health Care: શું ખરેખર રોજના 10,000 ડગલાં ચાલવા જરૂરી છે? જાણો તેનાથી થતા અદભૂત ફાયદા
    HEALTH-FITNESS

    Health Care: શું ખરેખર રોજના 10,000 ડગલાં ચાલવા જરૂરી છે? જાણો તેનાથી થતા અદભૂત ફાયદા

    Rohi Patel ShukhabarBy Rohi Patel ShukhabarMay 13, 2026No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    Health Care: રોજ 10,000 ડગલાં ચાલવાના અદભૂત ફાયદા: હૃદયથી લઈને માનસિક શાંતિ સુધી બધું જ સુધરશે

    આજના બેઠાડુ જીવનમાં સ્વાસ્થ્ય જાળવી રાખવું એક પડકાર બની ગયું છે. ફિટનેસ ટ્રેકર હોય કે સ્માર્ટ વોચ, દરેક જગ્યાએ ‘10,000 સ્ટેપ્સ’ પૂર્ણ કરવાનો લક્ષ્યાંક આપવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે આ 10,000 ડગલાં એટલે કેટલા કિલોમીટર થાય? આ અંતર દરેક વ્યક્તિ માટે અલગ હોઈ શકે છે કારણ કે તે તમારી ઊંચાઈ અને ડગલાં ભરવાની લંબાઈ પર નિર્ભર કરે છે.

    ઊંચાઈ અને ડગલાંનું ગણિત: ચાલતી વખતે દરેક વ્યક્તિના ડગલાંની લંબાઈ સમાન હોતી નથી. જો તમારી ઊંચાઈ વધુ હોય, તો સ્વાભાવિક રીતે તમારા ડગલાં લાંબા હશે અને તમે ઓછા ડગલાંમાં વધુ અંતર કાપશો.

    • ઉદાહરણ: જો તમારી લંબાઈ 170 સેમી છે, તો તમારા એક ડગલાની સરેરાશ લંબાઈ લગભગ 70 સેમી ગણાય. આ હિસાબે 10,000 ડગલાં ચાલવાથી તમે આશરે 7 કિલોમીટર જેટલું અંતર કાપો છો.

    પુરુષો અને મહિલાઓ માટે અંતરનો તફાવત: શારીરિક બાંધો અને ઊંચાઈને કારણે પુરુષો અને મહિલાઓ દ્વારા કાપવામાં આવતા અંતરમાં થોડો તફાવત જોવા મળે છે:

    • પુરુષો માટે: પુરુષોના ડગલાં સામાન્ય રીતે લાંબા હોય છે, તેથી તેમના માટે 10,000 ડગલાં એટલે લગભગ 7.6 થી 8 કિલોમીટર જેટલું અંતર થાય છે.

    • મહિલાઓ માટે: મહિલાઓ માટે આ જ ડગલાં લગભગ 6.7 થી 7.2 કિલોમીટર જેટલું અંતર કાપે છે.

    10,000 ડગલાં ચાલવાના મુખ્ય ફાયદા:

    1. હૃદયનું સ્વાસ્થ્ય: નિયમિત ચાલવાથી હૃદયના ધબકારા સુધરે છે અને બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહે છે. તે હૃદયરોગના હુમલાનું જોખમ ઘટાડે છે.

    2. વજન ઘટાડવામાં મદદરૂપ: જો તમે વજન ઘટાડવા માંગતા હોવ, તો 10,000 ડગલાં ચાલવાથી શરીરની વધારાની કેલરી બર્ન થાય છે અને મેટાબોલિઝમ ઝડપી બને છે.

    3. માનસિક શાંતિ: ચાલતી વખતે શરીરમાં ‘એન્ડોર્ફિન’ નામના હેપ્પી હોર્મોન્સ મુક્ત થાય છે, જે તણાવ અને ચિંતા (Anxiety) ઘટાડીને માનસિક પ્રસન્નતા આપે છે.

    4. હાડકાં અને સ્નાયુઓની મજબૂતી: તે સાંધાના દુખાવાને રોકવામાં અને સ્નાયુઓને લવચીક બનાવવામાં મદદ કરે છે.

    Health care
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Rohi Patel Shukhabar

      Related Posts

      આયુષ્માન કાર્ડના નિયમોમાં મોટો ફેરફાર! 112 પ્રકારની બીમારીઓની સારવાર હવે સરકારી હોસ્પિટલોમાં જ થશે, જાણો સંપૂર્ણ યાદી

      November 13, 2026

      રાત્રે સૂતી વખતે Air Purifier ચાલુ રાખવાથી બ્લડ શુગર કંટ્રોલમાં રહે છે? નવી સ્ટડીમાં થયો મોટો ખુલાસો

      November 12, 2026

      ફેટી લિવરથી છુટકારો મેળવવો છે? ચાલવું, યોગ કે HIIT, જાણો કઈ કસરત લિવરમાંથી ચરબી ઘટાડવામાં સૌથી અસરકારક છે

      November 12, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.