Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»ખરાબ હવામાનને લીધે ઉડ્ડયનમાં મુશ્કેલી ઈન્ડિગોની ફ્લાઈટે થોડા સમય માટે પાક.ની એર સ્પેસમાં જવું પડ્યું
    India

    ખરાબ હવામાનને લીધે ઉડ્ડયનમાં મુશ્કેલી ઈન્ડિગોની ફ્લાઈટે થોડા સમય માટે પાક.ની એર સ્પેસમાં જવું પડ્યું

    Shukhabar DeskBy Shukhabar DeskJune 26, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ખરાબ હવામાનને કારણે ઈન્ડિગોની ફ્લાઈટને થોડા સમય માટે પાકિસ્તાની એરસ્પેસમાં જવું પડ્યું હતું, આ જાણકારી એરલાઈન્સ કંપની તરફથી સામે આવી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે ઈન્ડિગો ફ્લાઈટ ૬ઈ-૨૧૨૪ થોડા સમય માટે પાકિસ્તાનના એરસ્પેસમાં ઘુસી ગઈ હતી, ત્યારબાદ તેને અમૃતસર તરફ વાળવામાં આવી હતી. એરલાઈન કંપનીના જણાવ્યા અનુસાર, આ ફ્લાઈટ જમ્મુ જઈ રહી હતી, ત્યારે ખરાબ હવામાનને કારણે તેને પોતાનો રૂટ બદલવો પડ્યો હતો.
    ફ્લાઇટના પાયલોટના જણાવ્યા અનુસાર, હવામાન એટલું ખરાબ થઈ ગયું હતું કે તેને થોડા સમય માટે પાકિસ્તાનના એરસ્પેસમાં પ્રવેશવાની ફરજ પડી હતી, જાેકે તેના થોડા સમય બાદ ફ્લાઈટ ભારતીય હવાઈ ક્ષેત્રમાં પાછી આવી ગઈ હતી. અહેવાલ અનુસાર, આ અંગે માહિતી આપતાં ઈન્ડિગોના એક અધિકારીએ જણાવ્યું કે પાઈલટ દ્વારા સંબંધિત અધિકારીઓને માહિતી આપવામાં આવી હતી.
    પાયલટે ખરાબ હવામાન વિશે અધિકારીઓને જાણ કરી અને કહ્યું કે તેને પાકિસ્તાની એરસ્પેસમાં પ્રવેશ કરવો પડશે, ત્યારબાદ અધિકારીઓએ તેને મંજૂરી આપી. અધિકારીએ કહ્યું કે સમગ્ર ડાયવર્ઝન લાહોર અને જમ્મુ એટીસી દ્વારા સારી રીતે સંકલન કરવામાં આવ્યું હતું. આખરે ફ્લાઈટને અમૃતસર ડાયવર્ટ કરવામાં આવી હતી. જે બાદ એરપોર્ટ પર ફ્લાઈટનું સુરક્ષિત લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.
    આવી જ ઘટના લગભગ એક મહિના પહેલા પણ જાેવા મળી હતી, જ્યારે ઈન્ડિગોની એક ફ્લાઈટ ખરાબ હવામાનને કારણે પાકિસ્તાની એરસ્પેસમાં ગઈ હતી. આ ફ્લાઈટ અમૃતસરથી અમદાવાદ જઈ રહી હતી. ઈન્ડિગો ફ્લાઈટ ૬ઈ-૬૪૫ને અટારી થઈને પાકિસ્તાન તરફ જવું પડ્યું, ત્યારબાદ પાકિસ્તાની એટીસીસાથે સંપર્ક કરવામાં આવ્યો અને તેને જાણ કરવામાં આવી. આખરે ફ્લાઈટ અમદાવાદમાં લેન્ડ થઈ.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

      Related Posts

      યુનિયન બેંક ઓફ ઈન્ડિયામાં ભરતી: અરજી કરવાની છેલ્લી તારીખ લંબાવાઈ, જાણો કેવી રીતે કરશો એપ્લાય

      August 13, 2026

      રાહુલ ગાંધીનું મોટું નિવેદન: “RSSની અભિવ્યક્તિની આઝાદી પર હુમલો થશે તો હું તેમની પણ રક્ષા કરીશ”

      August 13, 2026

      રાહુલ ગાંધીનો કેન્દ્ર સરકાર પર પ્રહાર: “સિસ્ટમ જનતાનો અવાજ સાંભળવાને બદલે તેના પર હુકમ થોપી રહી છે”

      August 13, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.