Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»એકનું મોત અને ૧૦૦થી વધુ મજૂરોની તબિયત લથડી વૈશાલીમાં આવેલી દૂધ ફેક્ટરીમાં ગેસ લીક થતા ભારે હાહાકાર
    India

    એકનું મોત અને ૧૦૦થી વધુ મજૂરોની તબિયત લથડી વૈશાલીમાં આવેલી દૂધ ફેક્ટરીમાં ગેસ લીક થતા ભારે હાહાકાર

    Shukhabar DeskBy Shukhabar DeskJune 25, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    બિહારના વૈશાલીમાં ગેંસ લીક કાંડ સામે આવતા સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગોય છે. પ્રાપ્ત જાણકારી મુજબ, એક દૂધની ફેક્ટરીમાં એમોનિયા ગેસ પાઈપ ફાટ્યા બાદ અફરા તફરી મચી ગઈ હતી. આ ઘટના બન્યા બાદ ફેક્ટરીમાં કામ કરી રહેલાં એક મજૂરનું પણ મોત નીપજ્યું છે. બીજી તરફ, ૧૦૦થી પણ વધુ મજૂરોની તબિયત લથડી હતી. માત્ર હાજીપુર સદર હોસ્પિટલમાં ૪૦ જેટલાં દર્દીઓને સારવાર માટે ભરતી કરવામાં આવ્યા છે. આ દરમિયાન એક દર્દીનું મોત થયુ હતુ. હાજીપુરની ખાનગી હોસ્પિટલોમાં ૫૦થી પણ વધુ મજૂરોની સારવાર ચાલી રહી છે. તો ૨૦થી પણ વધુ દર્દીઓને પટના રેફર કરવામાં આવ્યા છે.
    કહેવામાં આવી રહ્યું છે કે, હાજીપુર ઈન્ડસ્ટ્રિયલ એરિયામાં આવેલી રાજ ડેરી ફેક્ટરીમાં મોડી રાતે ગેસ લીક થયો હતો. જ્યાં એમોનિયા ગેસ પાઈપમાં લીકેજ થવાથી હાહાકાર મચી ગયો હતો. ગેસ લીક થયા બાદ કેટલાંક મજૂરો તેની લપેટમાં આવી ગયા હતા. જે બાદ તેઓને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. એ પછી આ આંકડો વધ્યો હતો અને ૧૦૦થી પણ વધુ મજૂરોની તબિયત લથડી હતી. બનાવની જાણ થતા ફાયર વિભાગના કાફલા સાથે ઉચ્ચ અધિકારીઓ પણ દોડી આવ્યા હતા અને પરિસ્થિતિ પર કાબૂ મેળવવા પ્રયાસ કરવામાં આવ્યો હતો.
    કહેવામાં આવી રહ્યું છે કે, થોડી જ વારમાં આ ગેસ અન્ય વિસ્તારોમાં પણ ફેલાયો હતો. કેટલીક જગ્યાએ લોકોને શ્વાસ લેવામાં મુશ્કેલી પડી રહી હોવાની પણ ફરિયાદો ઉઠી હતી. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, આ ગેસ ચાર કિમીના વિસ્તારમાં પ્રસરી ચૂક્યો હતો. જેના કારણે અફરા તફરી સર્જાઈ હતી. અત્યાર સુધીમાં આ ઘટનામાં એકનું મોત થયુ છે અને સોથી પણ વધુ લોકોને અસર થઈ હોવાનું સામે આવ્યું છે. તંત્રએ પરિસ્થિતિ કાબૂમાં હોવાનો દાવો કર્યો છે અને રાહત તથા બચાવ કાર્ય ચાલુ છે. મોડી રાત્રે ગેસ પાઈપ લીકેજ થતા અહીં મજૂરોમાં ભારે અફરા તફરી મચી ગઈ હતી. અનેક મજૂરો એમોનિયા ગેસ લેક થતા તેની લપેટમાં આવ્યા હતા. કેટલાંક મજૂરોએ દીવાલ કૂદીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો અને તેના કારણે ઈજા પણ પહોંચી હતી. એટલું જ નહીં એવા પણ રિપોર્ટ સામે આવ્યા છે કે, કેટલાંક મજૂરો બેભાન અવસ્થામાં છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

      Related Posts

      યુનિયન બેંક ઓફ ઈન્ડિયામાં ભરતી: અરજી કરવાની છેલ્લી તારીખ લંબાવાઈ, જાણો કેવી રીતે કરશો એપ્લાય

      August 13, 2026

      રાહુલ ગાંધીનું મોટું નિવેદન: “RSSની અભિવ્યક્તિની આઝાદી પર હુમલો થશે તો હું તેમની પણ રક્ષા કરીશ”

      August 13, 2026

      રાહુલ ગાંધીનો કેન્દ્ર સરકાર પર પ્રહાર: “સિસ્ટમ જનતાનો અવાજ સાંભળવાને બદલે તેના પર હુકમ થોપી રહી છે”

      August 13, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.