આ સમાચારમાં, અમે ડિસેમ્બર 2023માં સ્થાનિક બજારમાં સૌથી વધુ ટુ વ્હીલર વેચતી બ્રાન્ડ્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
- આ યાદીમાં પ્રથમ સ્થાને સ્થાનિક બજારની લોકપ્રિય ટુ-વ્હીલર બ્રાન્ડ હીરો મોટોકોર્પ છે, જેણે ગયા મહિને 3,77,842 યુનિટ વેચ્યા હતા. જ્યારે ડિસેમ્બર 2022માં કંપનીએ 3,81,356 યુનિટ વેચ્યા હતા.
- હોન્ડા બીજા સ્થાને છે, જેણે ડિસેમ્બરમાં 2,86,078 યુનિટ વેચ્યા હતા. જ્યારે ગયા વર્ષે આ જ સમયે ટુ વ્હીલરના 2,33,151 યુનિટ વેચાયા હતા.
- ત્રીજું નામ TVSનું છે. ગયા મહિને કંપનીએ 2,14,988 યુનિટ્સનું વેચાણ કર્યું હતું. ડિસેમ્બર 2022ના આંકડાઓની વાત કરીએ તો આ સંખ્યા 1,61,369 યુનિટ હતી.
- ગયા મહિને 1,58,020 યુનિટના વેચાણ સાથે બજાજ ચોથા સ્થાને હતું. જો ડિસેમ્બર 2022માં વેચાણ વિશે વાત કરીએ તો આ આંકડો 1,25,525 યુનિટ હતો.
સુઝુકીનું નામ પાંચમા નંબર પર છે, જેણે ડિસેમ્બર 2023માં 69,025 યુનિટ વેચ્યા હતા. જ્યારે ગયા વર્ષે સમાન સમયગાળામાં આ આંકડો 40,905 યુનિટ હતો.