Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Gujarat»પોલીસ ચોકીમાં જ ચોરી ચોરે પોલીસનું લેપટૉપ ચોર્યુ ને ૫ હજારમાં વેચી માર્યુ
    Gujarat

    પોલીસ ચોકીમાં જ ચોરી ચોરે પોલીસનું લેપટૉપ ચોર્યુ ને ૫ હજારમાં વેચી માર્યુ

    Shukhabar DeskBy Shukhabar DeskOctober 30, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    નાગરિકની સુરક્ષાની વાતો કરતી પોલીસ પણ હવે સુરક્ષિત નથી, આનુ ઉદાહરણ આજે સુરતમાંથી સામે આવ્યુ છે. સુરતમાં વરિયાવ પોલીસ ચોકીમાં જ ચોર ત્રાટક્યા છે. માહિતી પ્રમાણે, અહીં કાદીર શેખ નામના ચોરે પોલીસ ચોકીમાં ઘૂસીને પોલીસનું જ લેપટૉપ અને રસીદની બેગની ઉઠાંતરી કરી હતી, આ પછી આ લેપટૉપને વેચી પણ મારવામાં આવ્યુ હતુ. મળતી માહિતી પ્રમાણે, સુરત શહેરમાં પોલીસ તંત્ર હવે સુરક્ષિત નથી, તેવુ લાગી રહ્યું છે. શહેરના વરિયાવ પોલીસ ચોકીમાં ચોર ત્રાટક્યા છે.

    જ્યારે પોલીસ પેટ્રૉલિંગ કરી રહી હતી, ત્યારે ધોળેદહાદે કાદીર શેખ નામના ચોરે વરિયાવ ચોકીમાં ચોરી કરી હતી, ચોરે ચોકીમાં ઘૂસ્યા બાદ કબાટમાંથી લેપટૉપ અને દંડની રસીદની બેગ ચોરી કરી હતી, આ પછી ચોર કાદીર શેખે પોલીસના આ લેપટૉપને ૫ હજાર રૂપિયાની કિંમતમાં એક રિક્ષાચાલકને વેચી માર્યુ હતુ. વળી ચોરે ચોરીનું લેપટોપ ૫ હજારમાં રિક્ષાચાલકને વેચી માર્યુ હતું. વરિયાવ પોલીસ ચોકી શહેરના જહાંગીરપુરા પોલીસ સ્ટેશનની હદમાં આવે છે, જેથી જહાંગીરપુરા પોલીસે પેટ્રૉલિંગ કર્યુ અને આ દરમિયાન રિક્ષાચાલકને શંકાના આધારે પકડી પાડ્યો હતો, તે પછી બેગની તલાશી લેતા લેપટોપ મળી આવ્યુ હતુ.

    સુરતમાં પોલીસે એક ચોરી કરતી એક મોટી ગેન્ગને પકડી પાડી છે, અને તેની મૉડસ ઓપરેન્ડીનો પર્દાફાશ કર્યો છે. શહેરમાં નકલી ચાવી બનાવીને ચોરી કરનારી ચીકલીકર ગેન્સ પાસેથી પોલીસે ૧૮ ગુનાના ભેદ ઉકેલ્યા છે અને ૮.૩૦ લાખનો મુદ્દામાલ પણ કબજાે કર્યો છે, આ ચોરી કરનારી ચીકલીકર ગેન્ગના ચાર સભ્યોની ધરપકડ કરવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે, સુરતમાં છેલ્લા કેટલાય સમયથી ચીકલીકર ગેન્ગે આતંક મચાવીને મુક્યો છે. નકલી ચાવી બનાવીને શહેરમાં ઠેર ઠેર આ ગેન્ગ દ્વારા ચોરીની ઘટનાઓને અંજામ આપવામાં આવી રહ્યો હતો, હવે પોલીસે આ આખી ગેન્ગને પકડી પાડી છે અને ચીકલીકર ગેન્ગનો મોટો પર્દાફાશ થયો છે. નકલી ચાવી બનાવીને ચોરી અને લૂંટફાટ કરતી ચીકલીકર ગેંગનો પર્દાફાશનો થયો છે. ચીકલીકર ગેન્ગના ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

    પોલીસે આ તમામ પાસેથી ૮.૩૦ લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ ચીકલીકર ગેન્ગ નકલી ચાવી બનાવીને ચોરી-લૂંટની ઘટનાને અંજામ આપવામાં ખુબ માહીર છે. આ સાથે જ પોલીસે આ ગેન્ગ પાસેથી બાઇક-ઇકો અને ઘરફોડ ચોરીના ૧૮ જેટલા ગુનાનો ભેદ ઉકેલ્યો છે. આ ચીકલીકર ગેન્ગ બાઇક, મૉપેડ, ઇકૉ કારની ચોરી કરીની સાથે સાથે ઘરફોડ ચોરી પણ કરતી હતી. હાલ પોલીસે આ ગેન્ગના ૩ સાગરિતોને શહેરના ઉધના વિસ્તારમાંથી પોલીસે પકડી પાડ્યા છે. આ પછી આ ત્રણેય પાસેથી કુલ ૧૮ ગુનાનો ભેદ ઉકેલાયો હતો. ઉધના પોલીસે ઉધના બીઆરસી સતનામ ચાર રસ્તાથી એક ઇકોને અટકાવી આ આરોપીઓને ઝડપી પાડ્યા હતા.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

      Related Posts

      Rain casualty Faridabad:ફરીદાબાદ અકસ્માત, કાનપુરના 6 મજૂરમાં 2ના મોત, 4 ઘાયલ

      July 10, 2025

      Gujarat Bridge Collapse: મહિસાગર નદી પર પુલ તૂટી પડતાં 13નાં મોત, સરકારની તાત્કાલિક કાર્યવાહી

      July 9, 2025

      Panchayat corruption: દેવરિયામાં મૃત વ્યક્તિને મજૂરી મળતી રહી!

      July 9, 2025
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.