Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»મૈતેઈ સમુદાયના ત્રણની હત્યા બાદ સ્થિતિ ગંભીર બની મણિપુરમાં મૈતેઈ દ્વારા પણ બીરેનસિંહના રાજીનામાની માગ
    India

    મૈતેઈ સમુદાયના ત્રણની હત્યા બાદ સ્થિતિ ગંભીર બની મણિપુરમાં મૈતેઈ દ્વારા પણ બીરેનસિંહના રાજીનામાની માગ

    Shukhabar DeskBy Shukhabar DeskAugust 7, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    મણિપુરના વિષ્ણુપુરના ક્વાટામાં મૈતેઈ સમુદાયના ત્રણ લોકોની હત્યા બાદ પરિસ્થિતિ વધુ ગંભીર બની છે. તાજેતરમાં ચુરાચંદપુર અને વિષ્ણુપુરએ હિંસાનું કેન્દ્ર બન્યું છે. આ ઘટના બાદ એન.બીરેન સિંહની સરકાર સાથે ઉભેલુ મૈતેઈ સંગઠન પણ હવે તેમના વિરોધમાં જાેવા મળી રહ્યું છે. એટલું જ નહીં તેમના રાજીનામાની માંગ પણ કરવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં બિરેન સિંહ સરકાર સામે એક નવો પડકાર ઉભો થયો છે. મૈતેઈ સંગઠને એન.બિરેન સિંહનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે. દરમિયાન, કેન્દ્ર સરકારે મણિપુરમાં ૮૦૦ વધારાના કેન્દ્રીય સુરક્ષા દળો મોકલ્યા છે.

    કુકી પીપલ્સ એલાયન્સ અહીં એનડીએનું સાથી હતું. હવે આ પાર્ટીના બે ધારાસભ્યોએ સરકારમાંથી સમર્થન પાછું ખેંચી લીધું છે. બીજી તરફ, મણિપુર અખંડિતતા પર સંકલન સમિતિ (ઓસીઓએમઆઈ) કહે છે કે, મણિપુરની સરકાર તેના લોકોના જીવનની સુરક્ષા કરવામાં નિષ્ફળ રહી છે. બિરેન સિંહના ઘરની બહાર મોટી સંખ્યામાં મહિલાઓ એકઠી થઈ હતી અને કાગળો ફાડીને પ્રદર્શન કર્યું હતું.

    ૨૯ જુલાઈએ ઓસીઓએમઆઈએ એક રેલી યોજી અને સરકારને વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવાની માંગ કરી. કોકોમીના નેતા જિતેન્દ્ર નિગોમ્બાએ ક્વાટામાં આતંકવાદીઓની ઘૂસણખોરી અને ત્રણ લોકોની હત્યા અંગે સરકારને પ્રશ્ન કર્યો હતો કે જ્યારે આસામ રાઈફલ્સના જવાનો ગામમાં હાજર હતા ત્યારે હુમલાખોરો લોકોના ઘરમાં કેવી રીતે ઘૂસ્યા હતા. હુમલાખોરોએ મોટે ભાગે એ જ શસ્ત્રોનો ઉપયોગ કર્યો જે તેઓએ ૨જી ઇન્ડિયન રિઝર્વ બટાલિયનના હેડક્વાર્ટરમાંથી લૂંટી લીધા હતા.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

      Related Posts

      પેકેજ્ડ ફૂડ પર લાલ રંગનું ચેતવણી ચિહ્ન: FSSAI નો સુપ્રીમ કોર્ટમાં મહત્વનો પ્રસ્તાવ

      August 29, 2026

      RMLIMS લખનઉમાં સરકારી નોકરીની ઉત્તમ તક: નોન-ટીચિંગની ૭૪ જગ્યાઓ માટે ભરતી જાહેર

      August 28, 2026

      ‘Belonging’ વિવાદ: પાંડુલિપિમાં સુધારાની ના પાડતાં સોનિયા ગાંધી અને પેંગ્વિન ઈન્ડિયા વચ્ચે અસંમતિ

      August 28, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.