અમદાવાદમાં વધુ એક પ્રખ્યાત હોટેલના ભોજનમાંથી ઈયળ નીકળવાની ઘટના સામે આવી છે. પ્રિન્સ ભાજીપાઉંની ભાજીમાંથી ઈયળ નીકળવાનો બનાવ બન્યો હતો. વસ્ત્રાપુરમાં પ્રિન્સ ભાજીપાઉં નામની રેસ્ટોરન્ટ આવેલી છે, જેમાં આ બનાવ બન્યો છે. ઈયળ નીકળવાની આ ઘટનાને લઈ ગ્રાહકે રેસ્ટોરન્ટ માલિકને ફરિયાદ કરતા ઊંધા જવાબ મળ્યા હોવાના પણ આક્ષેપ કરાયા છે.
પોતાની ભૂલ બાબતે ગ્રાહક સાથે બોલાચાલી કરતાં મામલો બીચક્યો હતો. જે બાદ છસ્ઝ્રને જાણ કરતા રેસ્ટોરન્ટને ૧૨ હજારનો દંડ કરાયો હતો. ભાજીમાંથી ઈયળ નીકળતા આ ગ્રાહકે વીડિયો પણ બનાવ્યો હતો, જે વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો જે બાદ છસ્ઝ્રએ કાર્યવાહી કરી હતી.