Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Gujarat»યુવતી ગભરાઇને ભાગી ગઇ હોટલની રૂમમાં અંગતપળો માણતા યુવાનને આવ્યો અચાનક હાર્ટ અટેક
    Gujarat

    યુવતી ગભરાઇને ભાગી ગઇ હોટલની રૂમમાં અંગતપળો માણતા યુવાનને આવ્યો અચાનક હાર્ટ અટેક

    Shukhabar DeskBy Shukhabar DeskSeptember 29, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    રાજ્યમાં યુવાનોને હાર્ટ અટેક આવવાના કિસ્સાઓ ભારે વધી રહ્યા છે. ત્યારે અમદાવાદમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. યુવક-યુવતી શહેરની વસ્ત્રાલની એક હોટલના રૂમમાં અંગતપળો માણવા ગયા હતા. આ દરમિયાન અંગતપળો માણતી વખતે યુવકને હાર્ટઅટેક આવતા તેનું હોટલની બેડમાં જ મોત થયુ છે. જાેકે યુવાનનું મોત નીપજતાની સાથે યુવતી ગભરાઇ ગઇ હતી. જેથી તેને મૂકીને તે ત્યાંથી ભાગી છૂટી હતી. કલાકો પછી પણ રૂમમાંથી યુવક બહાર નહીં નીકળતા હોટલના સ્ટાફે તપાસ કરતા યુવક બેડ પર પડેલો હતો. પહેલા તો યુવકની હત્યા થઈ હોવાની ચર્ચા થઇ રહી હતી. જે બાદ રામોલ પોલીસે હાથ ધરેલી પ્રાથમિક તપાસમાં યુવકને હાર્ટઅટેક આવ્યો હોવાનુ બહાર આવ્યું હતું. આ મામલે પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

    આ અંગે મળતી માહિતી પ્રમાણે, ૩૨ વર્ષના મોહંમદ ઇમરાન અંસારી પોતાના પરિવાર સાથે રહે છે. બુધવારે ૨૭ સપ્ટેમ્બરના રોજ શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી સરગમ પેલેસ નામની હોટલમાં બપોરે ઇમરાન એક યુવતી સાથે આવ્યો હતો અને રૂમ બૂક કરાવ્યો હતો. થોડીવાર બાદ યુવતી હોટલમાંથી ગભરાયેલી હાલતમાં જતી રહી હતી. પરંતુ યુવક રૂમમાંથી બહાર આવ્યો ન હતો. જેથી હોટલના સ્ટાફે રૂમમાં જઈને તપાસ કરતા તેઓના પગ નીચેથી જમીન સરકી ગઇ હોય તેવી હાલત થઇ હતી. રૂમના બેડ પર યુવક પડેલો હતો. જેથી હોટલના સ્ટેફે રામોલ પોલીસને જાણ કરી.

    પહેલા તો આ યુવાનની હત્યા થઇ હોવાની ચર્ચા ફરતી થઇ હતી. જાેકે, પોલીસની પ્રાથમિક તપાસમાં યુવાનને હાર્ટઅટેક આવ્યો હોવાનું સામે આવ્યું છે. હાલ આ યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે.
    પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યાં બાદ જ યુવાનની મોતનું ચોક્કસ કારણ સામે આવશે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

      Related Posts

      GPCB ની તાત્કાલિક તપાસ, કંપની દ્વારા સમસ્યાના કાયમી નિવારણ માટે નવી પાઇપલાઇનની કામગીરી પૂરજોશમાં

      October 18, 2026

      Rain casualty Faridabad:ફરીદાબાદ અકસ્માત, કાનપુરના 6 મજૂરમાં 2ના મોત, 4 ઘાયલ

      July 10, 2025

      Gujarat Bridge Collapse: મહિસાગર નદી પર પુલ તૂટી પડતાં 13નાં મોત, સરકારની તાત્કાલિક કાર્યવાહી

      July 9, 2025
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.