Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ પર તામિલનાડુના નેતાઓની વિશેષ શુભેચ્છાઓ
    India

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ પર તામિલનાડુના નેતાઓની વિશેષ શુભેચ્છાઓ

    Rohi Patel ShukhabarBy Rohi Patel ShukhabarSeptember 17, 2026No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    તામિલનાડુના રાજકારણમાં પક્ષગતાંથી ઉપર ઉઠીને શુભેચ્છા: વિજય, સ્ટાલિન અને પલાનીસામીએ પીએમ મોદીને પાઠવી બધાઈ

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે દેશભરમાંથી તેમને શુભેચ્છાઓ મળી રહી છે. આ ખાસ પ્રસંગે તામિલનાડુના મુખ્યમંત્રી જોસેફ વિજય સહિત રાજ્યના અનેક અગ્રણી રાજકીય નેતાઓએ વડાપ્રધાનને જન્મદિવસની હાર્દિક મુબારકબાદી પાઠવી હતી. તામિલનાડુના રાજકારણના આ મુખ્ય નેતાઓએ પીએમ મોદીના નેતૃત્વ, દીર્ઘાયુ અને દેશ પ્રત્યેના તેમના સમર્પણની પ્રશંસા કરીને સોશિયલ મીડિયા પર પોતાના સંદેશા શેર કર્યા હતા.

    Cartoonist Hemant Malviya

    મુખ્યમંત્રી જોસેફ વિજયનો ખાસ શુભેચ્છા સંદેશ

    તામિલનાડુના મુખ્યમંત્રી અને ટીવીકે (TVK) ના વડા જોસેફ વિજયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જન્મદિવસની શુભકામનાઓ આપતા તેમના નેતૃત્વના વખાણ કર્યા. પીએમ મોદી સાથેની પોતાની એક જૂની મુલાકાતની તસવીર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર શેર કરતા વિજયે લખ્યું, “હું એક મજબૂત અને સમૃદ્ધ ભારત બનાવવા માટે સંપૂર્ણ નિષ્ઠા અને સમર્પણ સાથે દેશનું નેતૃત્વ કરી રહેલા આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જન્મદિવસની અનંત શુભેચ્છાઓ આપું છું.” વધુમાં તેમણે પીએમ મોદીના ઉત્તમ સ્વાસ્થ્ય, દીર્ઘાયુ અને સુખી જીવન માટે ઈશ્વર પાસે પ્રાથના કરી હતી.

    એમ.કે. સ્ટાલિન અને કે. પલાનીસામીની શુભેચ્છાઓ

    ડીએમકે (DMK) ના પ્રમુખ અને તામિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિને પણ વડાપ્રધાન મોદીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે પીએમ મોદીના સારા સ્વાસ્થ્ય, સુખ-શાંતિ અને લાંબા આયુષ્યની કામના કરી હતી.

    બીજી તરફ, AIADMK ના અગ્રણી નેતા અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી કે. પલાનીસામીએ પણ વડાપ્રધાનને બધાઈ આપતા જણાવ્યું હતું કે, “આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. તમારું નિર્ણાયક નેતૃત્વ અને દેશ પ્રત્યેનું અવિરત સમર્પણ ભારતીય અર્થતંત્ર અને પ્રગતિને સતત મજબૂત બનાવી રહ્યું છે. દેશ સેવા માટે તમને નિરોગી સ્વાસ્થ્ય અને ઊર્જા પ્રાપ્ત થતી રહે તેવી પ્રાર્થના છે.”

    અન્નામલાઈની પ્રશંસા અને શુભેચ્છા

    ભાજપના નેતા કે. અન્નામલાઈએ પણ વડાપ્રધાન મોદીને જન્મદિવસની શુભેચ્છાઓ આપતા તેમના નેતૃત્વની સરાહના કરી હતી. તેમણે કહ્યું કે, “દેશ માટે વડાપ્રધાનની અથાક સેવા, તેમનું દૂરદર્શી નેતૃત્વ અને સમાજના દરેક વર્ગને સક્ષમ બનાવવાનો તેમનો સતત પ્રયાસ કરોડો દેશવાસીઓ માટે પ્રેરણાસ્રોત છે.” અન્નામલાઈએ પણ પીએમ મોદીના દીર્ઘાયુ અને નિરોગી જીવન માટેની કામના કરી હતી.

    આ રીતે તામિલનાડુના શાસક અને વિપક્ષી દળોના તમામ અગ્રણી નેતાઓએ પક્ષગત રાજકારણથી ઉપર ઉઠીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમના જન્મદિવસ પર હૃદયપૂર્વક શુભેચ્છાઓ પાઠવી હતી.

    #JosephVijay #PMModiBirthday #TamilNaduPolitics
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Rohi Patel Shukhabar

      Related Posts

      PM મોદીએ દેશવાસીઓને આપી દિવાળીની શુભેચ્છાઓ, કહ્યું- આ વખતે પણ જવાનો સાથે મનાવીશ તહેવાર

      November 7, 2026

      E20 પેટ્રોલમાં 20%થી વધુ એથેનોલ ભેળવવાનો આરોપ, રાહુલ ગાંધીએ મોદી સરકારને ઘેરી

      November 7, 2026

      સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય: ધરપકડના 24 કલાકની ગણતરી હવે ક્યારથી થશે? પોલીસ માટે પણ કડક નિયમો લાગુ

      November 6, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.