Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»રેલવેમાં સરકારી નોકરીની મોટી તક: RRB એ પેરામેડિકલ સ્ટાફની 560 જગ્યાઓ માટે જારી કર્યું નોટિફિકેશન
    India

    રેલવેમાં સરકારી નોકરીની મોટી તક: RRB એ પેરામેડિકલ સ્ટાફની 560 જગ્યાઓ માટે જારી કર્યું નોટિફિકેશન

    Rohi Patel ShukhabarBy Rohi Patel ShukhabarSeptember 10, 2026No Comments3 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Job 2024
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    RRB Recruitment 2026: નર્સિંગ સુપરિન્ટેન્ડેન્ટ અને ફાર્માસિસ્ટ સહિત 9 કેટેગરીમાં ભરતી, 15 સપ્ટેમ્બરથી અરજી શરૂ

    રેલવે ક્ષેત્રે પેરામેડિકલ વિભાગમાં સરકારી નોકરીની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે એક અત્યંત મહત્વપૂર્ણ અને ખુશખબર સામે આવ્યા છે. રેલવે રિક્રૂટમેન્ટ બોર્ડ (RRB) દ્વારા પેરામેડિકલ સ્ટાફ ભરતી 2026 માટે શોર્ટ નોટિફિકેશન જારી કરી દેવામાં આવ્યું છે. નોટિફિકેશન ક્રમાંક 05-2026 હેઠળ કુલ 560 વિવિધ જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ જગ્યાઓ માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા 15 સપ્ટેમ્બર 2026 થી શરૂ થશે, જ્યારે ઉમેદવારો 14 ઓક્ટોબર 2026 સુધી પોતાની અરજી જમા કરાવી શકશે.

    9 વિવિધ પેરામેડિકલ કેટેગરીમાં ભરતી

    RRB ની આ ભરતી પ્રક્રિયા અંતર્ગત ભારતીય રેલવેમાં જુદા જુદા પે લેવલ મુજબ નીચે દર્શાવેલી કુલ 9 પેરામેડિકલ કેટેગરીમાં નિમણૂક કરવામાં આવશે:

    • નર્સિંગ સુપરિન્ટેન્ડેન્ટ: પે લેવલ-7

    • હેલ્થ એન્ડ મલેરિયા ઇન્સ્પેક્ટર: પે લેવલ-6

    • ડાયાલિસિસ ટેકનિશિયન: પે લેવલ-6

    • ફાર્માસિસ્ટ: પે લેવલ-5

    • રેડિયોગ્રાફર-એક્સ રે ટેકનિશિયન: પે લેવલ-5

    • ઈસીજી ટેકનિશિયન: પે લેવલ-4

    • ઓપ્ટોમેટ્રિસ્ટ: પે લેવલ-4

    • ઓડિયોલોજિસ્ટ એન્ડ સ્પીચ થેરાપિસ્ટ: પે લેવલ-4

    • લેબ આસિસ્ટન્ટ: પે લેવલ-3

    અરજી પ્રક્રિયા અને ફી માળખું

    ઈચ્છુક અને યોગ્ય ઉમેદવારો RRB ની સત્તાવાર અરજી પોર્ટલ અથવા જે તે પ્રાદેશિક RRB વેબસાઈટ પર જઈને ઓનલાઈન ફોર્મ ભરી શકશે. અરજી સબમિટ કરતી વખતે ઉમેદવારોએ તેમની વ્યક્તિગત વિગતો, શૈક્ષણિક લાયકાતની માહિતી દાખલ કરવાની રહેશે અને પાસપોર્ટ સાઈઝ ફોટો તથા સહી જેવા જરૂરી દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે.

    • અરજી ફી: સામાન્ય, ઓબીસી (OBC) અને ઈડબલ્યુએસ (EWS) શ્રેણીના ઉમેદવારો માટે અરજી ફી ₹500 રાખવામાં આવી છે. જ્યારે એસસી (SC), એસટી (ST), ઈબીસી (EBC), દિવ્યાંગ (PwBD), મહિલા, ટ્રાન્સજેન્ડર, પૂર્વ સૈનિક અને લઘુમતી વર્ગના ઉમેદવારો માટે ફી ₹250 નક્કી કરાઈ છે.

    • ફી રીફંડ પોલિસી: કમ્પ્યુટર બેઝ્ડ ટેસ્ટ (CBT) માં હાજર રહ્યા બાદ નિયમોનુસાર સામાન્ય/OBC/EWS ઉમેદવારોને ₹400 અને અન્ય અનામત શ્રેણીના ઉમેદવારોને પૂરતી ₹250 ફી પરત (Refund) કરવામાં આવશે.

    વયમર્યાદા અને શૈક્ષણિક લાયકાત

    આ ભરતી માટે ઉમેદવારોની ન્યૂનતમ વય 18 વર્ષ અને મહત્તમ વય 40 વર્ષ હોવી જરૂરી છે. વયમર્યાદાની ગણતરી 1 જાન્યુઆરી 2027 ના રોજના આધારે કરવામાં આવશે, જ્યારે સરકારી નિયમો મુજબ અનામત વર્ગના ઉમેદવારોને વયમાં છૂટછાટ આપવામાં આવશે.

    શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો:

    • નર્સિંગ સુપરિન્ટેન્ડેન્ટ: GNM કોર્સ અથવા B.Sc. નર્સિંગ.

    • ફાર્માસિસ્ટ: ફાર્મસીમાં ડિપ્લોમા અથવા ડિગ્રી (B.Pharm/D.Pharm).

    • હેલ્થ એન્ડ મલેરિયા ઇન્સ્પેક્ટર: B.Sc. (કેમિસ્ટ્રી) સાથે 1 વર્ષનો હેલ્થ-સેનિટરી ઇન્સ્પેક્ટર ડિપ્લોમા.

    • લેબ આસિસ્ટન્ટ: મેડિકલ લેબોરેટરી ટેકનોલોજી (DMLT) માં ડિપ્લોમા.

    • રેડિયોગ્રાફર: સંબંધિત વિષયમાં ડિપ્લોમા કે ડિગ્રી.

    ત્રણ તબક્કામાં થશે પસંદગી પ્રક્રિયા

    આ ભરતી અંતર્ગત ઉમેદવારોની આખરી પસંદગી ત્રણ મુખ્ય તબક્કાઓ દ્વારા કરવામાં આવશે:

    1. કમ્પ્યુટર બેઝ્ડ ટેસ્ટ (CBT): લેખિત પરીક્ષા.

    2. દસ્તાવેજ ચકાસણી (Document Verification): શૈક્ષણિક અને અનામત સંબંધિત દસ્તાવેજોની ચકાસણી.

    3. મેડિકલ ફિટનેસ ટેસ્ટ (Medical Test): રેલવેના નિયમો મુજબ શારીરિક અને તબીબી તપાસ.

    પરીક્ષાની આખરી તારીખ અને પરીક્ષા પદ્ધતિ (Pattern) અંગેની વિગતવાર માહિતી ટૂંક સમયમાં જાહેર થનારા વિસ્તૃત નોટિફિકેશનમાં આપવામાં આવશે.

    #GovernmentJobs2026 #RailwayJobs #RRBParamedical
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Rohi Patel Shukhabar

      Related Posts

      PM મોદીએ દેશવાસીઓને આપી દિવાળીની શુભેચ્છાઓ, કહ્યું- આ વખતે પણ જવાનો સાથે મનાવીશ તહેવાર

      November 7, 2026

      E20 પેટ્રોલમાં 20%થી વધુ એથેનોલ ભેળવવાનો આરોપ, રાહુલ ગાંધીએ મોદી સરકારને ઘેરી

      November 7, 2026

      સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય: ધરપકડના 24 કલાકની ગણતરી હવે ક્યારથી થશે? પોલીસ માટે પણ કડક નિયમો લાગુ

      November 6, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.