CIBIL Score Alert: ક્રેડિટ કાર્ડ અને લોનની આ ભૂલો તમારો ક્રેડિટ સ્કોર કરી શકે છે ખરાબ
આજના સમયમાં લાખો લોકો એક નવી જ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. તેઓ પોતાના તમામ હપ્તા (EMI) સમયસર ચૂકવે છે, એક પણ ક્રેડિટ કાર્ડ કે હોમ લોનની કિસ્સા બાઉન્સ થવા દેતા નથી, છતાં તેમનો ક્રેડિટ સ્કોર (Credit Score / CIBIL Score) અચાનક નીચે આવી જાય છે. સામાન્ય રીતે લોકોને લાગે છે કે માત્ર સમયસર ચૂકવણી કરવાથી સ્કોર ઉત્તમ રહે છે, પરંતુ વાસ્તવિકતા અલગ છે.

ક્રેડિટ સ્કોર માત્ર તમારી ચુકવણીની ટેવ જ નહીં, પરંતુ તમારી સમગ્ર નાણાકીય વર્તણૂકનો અરીસો છે. જો તમે નાણાકીય બાબતોમાં કેટલીક અજાણી ભૂલો કરી રહ્યા છો, તો તમારો સ્કોર શાંતિથી ઘટતો રહેશે. ભવિષ્યમાં જ્યારે તમને ખરેખર લોનની જરૂર હશે ત્યારે અરજી રિજેક્ટ થઈ શકે છે અથવા તો ઊંચા વ્યાજદરે ધિરાણ લેવાની નોબત આવી શકે છે.
ક્રેડિટ કાર્ડની લિમિટનો અતિશય વપરાશ
જો તમારા ક્રેડિટ કાર્ડની લિમિટ ₹1 લાખ છે, તો તેનો અર્થ એવો બિલકુલ નથી કે તમારે દર મહિને ₹80,000 કે ₹90,000 નો ખર્ચ કરી નાખવો.
ક્રેડિટ યુટિલાઈઝેશન રેશિયો: બેંકો તેને ક્રેડિટ પરની તમારી ‘અતિશય નિર્ભરતા’ તરીકે જુએ છે. નિયમ મુજબ તમારે તમારી ઉપલબ્ધ લિમિટમાંથી માત્ર 30% થી 40% હિસ્સો જ વાપરવો જોઈએ.
જોખમનું સિગ્નલ: જો તમારો કાર્ડ વપરાશ 70% થી વધી જાય છે, તો બેંકના ઓટોમેટેડ સિસ્ટમમાં તમારું પ્રોફાઈલ ‘હાઈ રિસ્ક’ તરીકે માર્ક થાય છે, જેની સીધી નકારાત્મક અસર તમારા ક્રેડિટ સ્કોર પર પડે છે.
વારંવાર નવી લોન કે કાર્ડ માટે અરજી કરવી
ઘણી વખત લોકો એકસાથે 3-4 બેંકોમાં લોન કે ક્રેડિટ કાર્ડ માટે એપ્લાય કરી દે છે. તેમને લાગે છે કે કોઈ એક જગ્યાએથી તો મંજૂરી મળી જ જશે.
હાર્ડ ઈન્ક્વાયરી (Hard Inquiry): જ્યારે પણ તમે નવી લોન માટે અરજી કરો છો, ત્યારે બેંક તમારી ક્રેડિટ પ્રોફાઈલ તપાસે છે, જેને ‘હાર્ડ ઈન્ક્વાયરી’ કહેવામાં આવે છે.
પ્રોફાઈલ પર અસર: ટૂંકા ગાળામાં વધુ પડતી ઈન્ક્વાયરી દર્શાવે છે કે તમને નાણાંની તાકીદની જરૂરિયાત છે. આનાથી બેંકો તમને જોખમી ગ્રાહક ગણે છે અને તમારો CIBIL સ્કોર ઘટે છે.

જૂના ક્રેડિટ કાર્ડ એકાઉન્ટ બંધ કરી દેવા
અનુભવના અભાવે ઘણા લોકો જૂના અથવા ન વપરાતા ક્રેડિટ કાર્ડ બંધ કરાવી દે છે. આ એક મોટી ભૂલ સાબિત થઈ શકે છે.
ક્રેડિટ હિસ્ટ્રીની લંબાઈ: જૂનું ખાતું તમારી ક્રેડિટ હિસ્ટ્રીને મજબૂત અને વિશ્વસનીય બનાવે છે. તેને બંધ કરવાથી તમારી ‘ક્રેડિટ ઉંમર’ (Credit Age) ઘટી જાય છે.
લોનનું સંતુલન (Loan Mix): તમારા ક્રેડિટ સ્કોરનો મોટો હિસ્સો તમારી જૂની ચુકવણીની હિસ્ટ્રી પર આધારિત હોય છે. આ ઉપરાંત, જો તમારી પાસે માત્ર પર્સનલ લોન કે ક્રેડિટ કાર્ડ જેવા ‘અનસિક્યોર્ડ’ ધિરાણ જ હશે, તો પણ સ્કોર ઘટી શકે છે. સારા સ્કોર માટે સિક્યોર્ડ (જેમ કે હોમ/ઓટો લોન) અને અનસિક્યોર્ડ લોનનું યોગ્ય સંતુલન હોવું જરૂરી છે.
રિપોર્ટમાં રહેલી ભૂલો અને બેદરકારી
ઘણી વખત તમારી કોઈ ભૂલ નથી હોતી, છતાં સિસ્ટમની તકનીકી ખામી કે ડેટા એન્ટ્રીની ભૂલને કારણે સ્કોર ઘટી જાય છે.
શક્ય છે કે કોઈ અન્ય વ્યક્તિની લોન તમારા નામે દર્શાવતી હોય, અથવા તમે બંધ કરાવી દીધેલી લોન હજુ પણ કાગળ પર ‘એક્ટિવ’ બતાવતી હોય. આ માટે દર 3 થી 6 મહિને તમારો ક્રેડિટ રિપોર્ટ મફતમાં ચેક કરવો જોઈએ. આજકાલ બેંકો AI-બેઝ્ડ ક્રેડિટ સ્કોરિંગ સિસ્ટમનો ઉપયોગ કરે છે, જ્યાં નાની ભૂલ પણ તુરંત પકડાઈ જાય છે. 750 થી વધુનો સ્કોર જાળવી રાખવા માટે મર્યાદિત ખર્ચ કરવો અને ક્રેડિટ રિપોર્ટ નિયમિત ચકાસવો અનિવાર્ય છે.
