Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Business»Sovereign Gold Bond: સોનામાં રોકાણ કરનારાઓની લોટરી લાગી: SGB માં 6 વર્ષમાં 230% વળતર, RBI એ જાહેર કરી નવી કિંમત.
    Business

    Sovereign Gold Bond: સોનામાં રોકાણ કરનારાઓની લોટરી લાગી: SGB માં 6 વર્ષમાં 230% વળતર, RBI એ જાહેર કરી નવી કિંમત.

    Rohi Patel ShukhabarBy Rohi Patel ShukhabarApril 28, 2026No Comments3 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    Sovereign Gold Bond: સોવરેન ગોલ્ડ બોન્ડમાં રોકાણકારોની બખ્ખાં: 6 વર્ષમાં મળ્યું 230% વળતર, RBI એ જાહેર કરી રિડેમ્પશન પ્રાઈસ

    ભારતીય રિઝર્વ બેંક (RBI) એ સોવરેન ગોલ્ડ બોન્ડ (SGB) 2020-21 સિરીઝ-I માટે સમય પૂર્વે રિડેમ્પશન (Premature Redemption) ની કિંમત જાહેર કરી છે. આ બોન્ડ 28 એપ્રિલ, 2020 ના રોજ જારી કરવામાં આવ્યા હતા. હવે રોકાણકારો પાસે 28 એપ્રિલ, 2026 થી આ બોન્ડને રિડીમ કરીને નફો બુક કરવાનો વિકલ્પ ઉપલબ્ધ થશે.

    રિડેમ્પશનની કિંમત અને જંગી વળતરનું ગણિત

    RBI ના જણાવ્યા અનુસાર, 28 એપ્રિલ, 2026 ના રોજ આ બોન્ડના રિડેમ્પશન માટેની કિંમત રૂ. 15,124 પ્રતિ યુનિટ નક્કી કરવામાં આવી છે. આ કિંમત ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) દ્વારા 23, 24 અને 27 એપ્રિલ, 2026 ના સોનાના ક્લોઝિંગ પ્રાઈસની સરેરાશના આધારે નક્કી કરાઈ છે.

    જો વળતરની વાત કરીએ તો, એપ્રિલ 2020 માં આ સિરીઝ માત્ર રૂ. 4,589 પ્રતિ ગ્રામ (ઓનલાઇન સબ્સ્ક્રિપ્શન) ના ભાવે જારી કરવામાં આવી હતી. આનો અર્થ એ થયો કે 6 વર્ષમાં રોકાણકારોને આશરે 230 ટકાનું એબ્સોલ્યુટ રિટર્ન મળ્યું છે.

    • જો કોઈ વ્યક્તિએ 2020 માં રૂ. 1 લાખ નું રોકાણ કર્યું હોત, તો અત્યારની રિડેમ્પશન કિંમત મુજબ તે રકમ વધીને આશરે રૂ. 3.30 લાખ થઈ ગઈ હશે.

    • આમાં વાર્ષિક મળતું 2.5% વ્યાજ તો અલગ છે, જે રોકાણકારના બેંક ખાતામાં જમા થતું રહ્યું છે.

    સોવરેન ગોલ્ડ બોન્ડ (SGB) એટલે શું?

    SGB એ સરકારી સિક્યોરિટીઝ છે, જેની કિંમત સોનાના ગ્રામમાં નક્કી કરવામાં આવે છે. તે ભૌતિક સોનું (Physical Gold) રાખવાનો સલામત વિકલ્પ છે. આ બોન્ડ ભારત સરકાર વતી RBI દ્વારા જારી કરવામાં આવે છે. રોકાણકારોએ રોકડમાં પેમેન્ટ કરવાનું હોય છે અને મેચ્યોરિટી સમયે સોનાના તત્કાલીન બજાર ભાવ મુજબ રોકડ રકમ પરત મળે છે.

    રોકાણની મર્યાદા અને વ્યાજ દર

    • રોકાણની મર્યાદા: કોઈપણ ભારતીય નાગરિક કે HUF ઓછામાં ઓછું 1 ગ્રામ અને વધુમાં વધુ 4 કિલો (4,000 ગ્રામ) સોનાના બોન્ડ ખરીદી શકે છે. ટ્રસ્ટ અને સંસ્થાઓ માટે આ મર્યાદા 20 કિલો સુધીની છે.

    • વ્યાજ: રોકાણકારોને તેમના પ્રારંભિક રોકાણ પર વાર્ષિક 2.50% ના નિશ્ચિત દરે વ્યાજ મળે છે, જે દર છ મહિને ખાતામાં જમા થાય છે.

    અન્ય મહત્વની વિગતો

    1. હોલ્ડિંગ સર્ટિફિકેટ: રોકાણકારોને બોન્ડ જારી થયાની તારીખે હોલ્ડિંગ સર્ટિફિકેટ આપવામાં આવે છે, જે બેંક, પોસ્ટ ઓફિસ અથવા ઈમેલ દ્વારા મેળવી શકાય છે.

    2. ઓનલાઇન ડિસ્કાઉન્ટ: જે રોકાણકારો ઓનલાઇન અરજી કરે છે તેમને પ્રતિ ગ્રામ રૂ. 50 નું ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે.

    3. સમય મર્યાદા: SGB ની મુદ્દત 8 વર્ષની હોય છે, પરંતુ 5 વર્ષ પૂર્ણ થયા પછી વ્યાજ ચુકવણીની તારીખે તેને રિડીમ કરી શકાય છે.

    સોનાના સતત વધતા જતા ભાવ વચ્ચે SGB રોકાણકારો માટે સૌથી સુરક્ષિત અને સૌથી વધુ વળતર આપતું માધ્યમ સાબિત થયું છે.

    Sovereign Gold Bond:
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Rohi Patel Shukhabar

      Related Posts

      Hormuz Crisis: ઈરાન-અમેરિકા યુદ્ધની કોલ્ડ ડ્રિંક્સ પર અસર: દિલ્હીના બજારોમાંથી ડાયેટ કોક ગાયબ, કેન માટે ફાંફા!

      April 28, 2026

      Jewellery Insurance: સોનાની સુરક્ષાની ચિંતા છોડો: જાણો કેવી રીતે ‘ગોલ્ડ ઇન્સ્યોરન્સ’ તમારી કિંમતી મૂડીને આપશે સુરક્ષા કવચ

      April 28, 2026

      HDFC Bank New Rule: શું તમારી પાસે Regalia Gold કાર્ડ છે? જાણો Uber એરપોર્ટ ટ્રાન્સફર અને નવા DCC ચાર્જ વિશેની સંપૂર્ણ વિગતો

      April 28, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.