Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»રવિન્દ્ર જાડેજા અને રીવાબાની જાેડીએ ધ્યાન ખેંચ્યું ભારતીય ક્રિકેટ ટીમે પરિવાર સાથે મનાવ્યો દિવાળીનો તહેવાર
    India

    રવિન્દ્ર જાડેજા અને રીવાબાની જાેડીએ ધ્યાન ખેંચ્યું ભારતીય ક્રિકેટ ટીમે પરિવાર સાથે મનાવ્યો દિવાળીનો તહેવાર

    Shukhabar DeskBy Shukhabar DeskNovember 12, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ભારતીય ક્રિકેટ ટીમ આજે એટલે કે દિવાળીના દિવસે નેધરલેન્ડ સામે ICC વર્લ્ડ કપ ૨૦૨૩ની છેલ્લી મેચ રમી રહી હતી. આ મેચના એક દિવસ પહેલા ભારતીય ખેલાડીઓએ ધામધૂમથી દિવાળીની ઉજવણી કરી હતી. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ સોશિયલ મીડિયા પર એક વિડીયો શેર કર્યો છે, જેમાં ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ ખૂબ જ ધામધૂમથી દિવાળીની ઉજવણી કરતા જાેવા મળે છે અને એકબીજાને ભેટીને અભિનંદન આપતા જાેવા મળે છે. યુવા વિકેટકીપર ઈશાન કિશન સાથી ઓપનર શુભમન ગિલ સાથે મજાક કરતો જાેવા મળે છે. વિરાટ કોહલી પણ મસ્તીના મૂડમાં દેખાયો હતો.

    BCCI દ્વારા જાહેર કરવામાં આવેલા આ ૧ મિનિટ ૨૩ સેકન્ડના વિડીયોમાં વિરાટ કોહલી પત્ની અનુષ્કા શર્મા સાથે જાેવા મળી રહ્યો છે, જ્યારે રોહિત શર્મા પત્ની રિતિકા અને પુત્રી સમાયરા સાથે જાેવા મળી રહ્યો છે. ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકુર, પત્ની અને રવિન્દ્ર જાડેજા પણ પત્ની રીવાબા જાડેજા સાથે દિવાળીની પાર્ટી માણતા જાેવા મળે છે.

    ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ રાહુલ દ્રવિડ પણ ટીમના ખેલાડીઓથી ખૂબ જ ખુશ દેખાય છે. તમામ ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ ટ્રેડિશનલ કપડાં એટલે કે કુર્તા પાયજામા પહેરેલા જાેવા મળે છે. દરેકના ચહેરા પર મોટી સ્મિત છે. ખેલાડીઓ એકબીજા સાથે ફોટા અને સેલ્ફી લેતા જાેવા મળે છે.

    ICC વર્લ્ડ કપ ૨૦૨૩માં ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. ભારતે સતત ૮ મેચ જીતીને સેમીફાઈનલમાં પ્રવેશ કર્યો છે. જ્યાં તેનો મુકાબલો ૧૫ નવેમ્બરે ન્યૂઝીલેન્ડ સામે થશે. સેમિફાઇનલ પહેલા, ભારત દિવાળી પર નેધરલેન્ડ સામે તેની છેલ્લી લીગ મેચ રમી રહ્યું છે. આ મેચમાં ભારતનો હાથ ઉપર છે. ODI વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાનો આ પહેલા બે વખત નેધરલેન્ડનો મુકાબલો થયો છે, જેમાં ભારત જીત્યું છે.

    રોહિત શર્માની કેપ્ટનશિપમાં ભારતીય ટીમનો આત્મવિશ્વાસ હાલમાં ચરમસીમાએ છે. ટીમની નજર સતત નવમી જીત પર છે. આ જીત સાથે ભારતીય ટીમ સેમિફાઈનલમાં કિવી ટીમનો સામનો કરવા ઈચ્છશે. ૨૦૧૯ના વર્લ્ડ કપમાં સેમીફાઈનલમાં ભારતને હરાવીને ટાઈટલ જીતવાનું સપનું ચકનાચૂર કરનાર કિવીઓ સામે ભારતે સેમીફાઈનલમાં સાવધ રહેવું પડશે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

      Related Posts

      કેન્દ્રીય ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય: 5 કેન્દ્રીય એજન્સીઓમાં ડેપ્યુટેશનનો સમયગાળો વધારીને 7 વર્ષ કરાયો

      August 13, 2026

      ફ્રાન્સનો ઐતિહાસિક નિર્ણય: હવે સંમતિ વગર અનિચ્છનીય ટેલિમાર્કેટિંગ અને સ્પૅમ કોલ્સ પર પ્રતિબંધ

      August 12, 2026

      ટીબી મુક્ત ભારત: કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે.પી. નડ્ડાની અધ્યક્ષતામાં કર્ણાટક અને કેરળના સાંસદોની મહત્ત્વપૂર્ણ બેઠક

      August 11, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.