Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»General knowledge»પાસપોર્ટ પોલીસ વેરિફિકેશન: શું પોલીસ ઘરે આવશે કે તમારે થાણે જવું પડશે? જાણો નિયમો
    General knowledge

    પાસપોર્ટ પોલીસ વેરિફિકેશન: શું પોલીસ ઘરે આવશે કે તમારે થાણે જવું પડશે? જાણો નિયમો

    Rohi Patel ShukhabarBy Rohi Patel ShukhabarSeptember 22, 2026No Comments3 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    E-Passport
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    પાસપોર્ટ વેરિફિકેશનના નિયમો: પોલીસ સ્ટેશન જતી વખતે કયા દસ્તાવેજો સાથે રાખવા જરૂરી?

    પાસપોર્ટ માટે અરજી કર્યા પછી મોટાભાગના અરજદારોના મનમાં એક જ પ્રશ્ન રટણ કરતો હોય છે કે, ‘પોલીસ વેરિફિકેશન માટે શું પોલીસ ઘરે આવશે કે પછી અમારે પોતે પોલીસ સ્ટેશન જવું પડશે?’ પાસપોર્ટ મેળવવાની સમગ્ર પ્રક્રિયામાં પોલીસ વેરિફિકેશન એક અત્યંત મહત્વપૂર્ણ અને સિક્યોરિટી ચકાસણીનો ભાગ છે. સ્થાનિક પોલીસ તંત્ર અને ક્ષેત્રના આધારે વેરિફિકેશનની પદ્ધતિ અલગ-અલગ હોઈ શકે છે. પાસપોર્ટ સેવા વિભાગની વર્તમાન માર્ગદર્શિકા મુજબ, નવો (ફ્રેશ) પાસપોર્ટ મેળવવા માટે મોટાભાગના કિસ્સાઓમાં પ્રી-પોલીસ વેરિફિકેશન (પાસપોર્ટ મળતા પહેલા) કરવામાં આવે છે.

    પોલીસ વેરિફિકેશનમાં શેની તપાસ થાય છે?

    પોલીસ વેરિફિકેશનનો મુખ્ય હેતુ અરજદારે પાસપોર્ટ અરજીમાં આપેલી તમામ વિગતોની સત્યતા ચકાસવાનો છે. તપાસ અધિકારી મુખ્યત્વે અરજદારનું વર્તમાન સરનામું, ભૂતકાળના સરનામા અને કોઈ ગુનાહિત ઈતિહાસ (Criminal Record) છે કે નહીં તેની ચકાસણી કરે છે.

    પાસપોર્ટના નિયમો અનુસાર, અરજીમાં છેલ્લા એક વર્ષ દરમિયાન તમે જે-જે સરનામે રહ્યા હોવ તેની વિગતો આપવી ફરજિયાત છે. પોલીસ આ સરનામા અને દસ્તાવેજોની ચકાસણી કરે છે. પાસપોર્ટ સેવાની સલાહ મુજબ, અરજદારે અરજી વખતે અપલોડ કરેલા તમામ દસ્તાવેજોની ઝેરોક્ષ નકલ અને પૂછપરછ સમયે તેની અસલ (ઓરિજિનલ) નકલો તપાસ અધિકારી સમક્ષ રજૂ કરવાની રહે છે.

    શું ઘરે આવવું ફરજિયાત છે કે પોલીસ સ્ટેશન જવું પડશે?

    પોલીસ વેરિફિકેશનનો અર્થ એવો બિલકુલ નથી કે દરેક કિસ્સામાં પોલીસ અધિકારી તમારા ઘરે જ આવશે. સ્થાનિક પોલીસ સ્ટેશનની કામગીરી અને પ્રક્રિયા મુજબ તપાસ અધિકારી અરજદારનો ફોન દ્વારા સંપર્ક કરે છે. ઘણી વખત તપાસ અધિકારી ઘરે આવીને પડોશીઓની પૂછપરછ કરીને તપાસ પૂર્ણ કરે છે, તો ક્યારેક અરજદારને અનુકૂળ સમયે જરૂરી દસ્તાવેજો સાથે પોલીસ સ્ટેશન આવવા માટે કહેવામાં આવે છે.

    પાસપોર્ટ સેવાની કેન્દ્રીય ગાઈડલાઈનમાં એવો કોઈ કડક કે સાર્વત્રિક નિયમ નથી કે અરજદારે ફરજિયાતપણે પોલીસ સ્ટેશન જવું જ પડે અથવા પોલીસે ફરજિયાત ઘરે જ આવવું પડે. આ પ્રક્રિયા સ્થાનિક પોલીસ પ્રશાસનની સુવિધા અને કેસની જરૂરિયાત મુજબ નક્કી થાય છે.

     વેરિફિકેશન માટે કયા દસ્તાવેજો જરૂરી છે?

    જો તમને પોલીસ અધિકારી દ્વારા વેરિફિકેશન માટે પોલીસ સ્ટેશન બોલાવવામાં આવે અથવા ઘરે વેરિફિકેશન માટે આવે, તો જરૂરી દસ્તાવેજો તૈયાર રાખવા હિતાવહ છે. જેમાં આ દસ્તાવેજોનો સમાવેશ થાય છે:

    • ઓળખનો પુરાવો: પાન કાર્ડ, મતદાર ઓળખપત્ર અથવા ડ્રાઇવિંગ લાયસન્સ.

    • સરનામાનો પુરાવો: લાઇટ બિલ, બેંક પાસબુક, ભાડાકરાર અથવા ટેલિફોન બિલ.

    • અન્ય વિગતો: પાસપોર્ટ અરજીની પાવતી (Arn Receipt) અને પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ્સ.

    સૌથી મહત્વની બાબત એ છે કે અરજીમાં દર્શાવેલું નામ, જન્મતારીખ અને સરનામાના અક્ષરો દસ્તાવેજો સાથે આબેહૂબ મળતા હોવા જોઈએ. જો છેલ્લા એક વર્ષમાં સરનામું બદલાયું હોય, તો જૂના સરનામાના પુરાવા આપવા પણ જરૂરી છે. ખોટી કે અધૂરી માહિતી આપવાથી વેરિફિકેશનમાં વિલંબ થઈ શકે છે અથવા પાસપોર્ટ અરજી રિજેક્ટ પણ થઈ શકે છે.

    શું દરેક પાસપોર્ટ માટે પોલીસ વેરિફિકેશન જરૂરી છે?

    તમામ પાસપોર્ટ અરજીઓ માટે વેરિફિકેશનની પ્રક્રિયા એકસરખી હોતી નથી. નવા પાસપોર્ટ માટે ‘પ્રી-પોલીસ વેરિફિકેશન’ (પાસપોર્ટ ઇશ્યૂ થતાં પહેલાં) જરૂરી છે. પરંતુ જો તમે પાસપોર્ટ રી-ઇશ્યૂ (Re-issue) કરાવી રહ્યા હોવ અને જૂના ડેટામાં કોઈ ફેરફાર ન હોય, તો ઘણીવાર પોલીસ વેરિફિકેશનની જરૂર પડતી નથી અથવા પાસપોર્ટ મળ્યા પછી ‘પોસ્ટ-પોલીસ વેરિફિકેશન’ કરવામાં આવે છે. આ ઉપરાંત ‘તત્કાલ’ (Tatkal) કેટેગરી હેઠળ કરવામાં આવતી અરજીઓમાં પણ વેરિફિકેશનના નિયમો અલગ હોય છે.

    #PassportSeva #PassportVerification #PoliceVerification
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Rohi Patel Shukhabar

      Related Posts

      યુએસ કોંગ્રેસમાં બહુમતીનો સંગ્રામ: ટ્રમ્પનો ‘ડિવિડન્ડ’ દાવ અને સંસદીય ગણિત

      September 12, 2026

      અમેરિકા જવા માંગો છો? જાણો ટૂરિસ્ટ, સ્ટુડન્ટ અને વર્ક વિઝાના પ્રકારો તથા તેની નવી સરકારી ફી

      September 10, 2026

      ભારતમાં ATM નો ઇતિહાસ: 1987 માં મુંબઈથી શરૂ થયેલી નાણાકીય ક્રાંતિની સફર

      August 15, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.