Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»ઈન્ડિયા પોસ્ટ GDS ભરતી ૨૦૨૬: ૨૩,૭૫૭ પદો માટે અરજી પ્રક્રિયા શરૂ
    India

    ઈન્ડિયા પોસ્ટ GDS ભરતી ૨૦૨૬: ૨૩,૭૫૭ પદો માટે અરજી પ્રક્રિયા શરૂ

    Rohi Patel ShukhabarBy Rohi Patel ShukhabarSeptember 1, 2026No Comments3 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    સરકારી નોકરીની મોટી તક: ઈન્ડિયા પોસ્ટમાં ડાક સેવકની બમ્પર ભરતી, જાણો લાયકાત, વયમર્યાદા અને અરજી કરવાની રીત

    ઈન્ડિયા પોસ્ટે દેશભરમાં ગ્રામીણ ડાક સેવક (GDS) ની જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયાની જાહેરાત કરી છે. આ ભરતી ઝુંબેશ હેઠળ બ્રાન્ચ પોસ્ટમાસ્ટર (BPM), અસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર (ABPM) અને ડાક સેવકના કુલ ૨૩,૭૫૭ પદો પર ઉમેદવારોની નિમણૂક કરવામાં આવશે.

    આ ભરતી માટે વન ટાઈમ રજીસ્ટ્રેશન (OTR) પ્રક્રિયા ૩૧ ઓગસ્ટ ૨૦૨૬થી શરૂ થઈ ગઈ છે, જ્યારે ઓનલાઈન અરજી કરવાનો પ્રારંભ ૨ સપ્ટેમ્બર ૨૦૨૬થી થઈ રહ્યો છે. યોગ્ય અને ઈચ્છુક ઉમેદવારો ઈન્ડિયા પોસ્ટની સત્તાવાર વેબસાઈટ પર જઈને નિયત સમયમર્યાદામાં ઓનલાઈન અરજી કરી શકે છે.

    ૧૦મું પાસ ઉમેદવારો માટે ખાસ તક અને શૈક્ષણિક લાયકાત

    ઈન્ડિયા પોસ્ટ જીડીએસ ભરતીમાં ભાગ લેવા માટે ઉમેદવારે કોઈપણ માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી ૧૦મું ધોરણ (SMC) પાસ કરેલું હોવું ફરજિયાત છે. શૈક્ષણિક લાયકાતમાં ૧૦મા ધોરણમાં ગણિત અને અંગ્રેજી વિષય ભણેલા હોવા અને તેમાં પાસ થવું અનિવાર્ય છે.

    આ ઉપરાંત, ઉમેદવારે સંબંધિત રાજ્ય અથવા પોસ્ટલ સર્કલ માટે નિર્ધારિત સ્થાનિક ભાષા પણ ધોરણ ૧૦ સુધી અભ્યાસ કરેલી હોવી જોઈએ. ઉત્તર-પૂર્વના કેટલાક રાજ્યો જેવા કે અરૂણાચલ પ્રદેશ, ગોવા, સિક્કિમ અને નાગાલેન્ડમાં સ્થાનિક જનજાતીય ભાષાની જાણકારીનું પ્રમાણપત્ર પણ માંગવામાં આવી શકે છે.

    વયમર્યાદા અને અનામત વર્ગ માટે છૂટછાટ

    જીડીએસ ભરતી માટે અરજી કરનાર ઉમેદવારની લઘુત્તમ વયમર્યાદા ૧૮ વર્ષ અને મહત્તમ વયમર્યાદા ૪૦ વર્ષ નક્કી કરવામાં આવી છે.

    સરકારી નિયમો મુજબ અનામત વર્ગના ઉમેદવારોને મહત્તમ વયમર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે:

    • SC/ST વર્ગ: ૫ વર્ષની છૂટ.

    • OBC વર્ગ: ૩ વર્ષની છૂટ.

    • PwBD (દિવ્યાંગ): ૧૦ વર્ષ સુધીની વયમર્યાદામાં છૂટ મળશે.

    કોઈ પરીક્ષા નહીં, મેરિટના આધારે થશે સીધી પસંદગી

    આ ભરતીની સૌથી મોટી ખાસિયત એ છે કે ઉમેદવારોની પસંદગી માટે કોઈ લેખિત પરીક્ષા કે ઈન્ટરવ્યુ લેવામાં આવશે નહીં. ઉમેદવારોનું સિલેક્શન ૧૦મા ધોરણમાં મેળવેલા ગુણના આધારે તૈયાર કરવામાં આવતી કટ-ઓફ મેરિટ યાદી મુજબ થશે.

    મેરિટ યાદીમાં સ્થાન મેળવનાર ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન (દસ્તાવેજ ચકાસણી) માટે બોલાવવામાં આવશે. દસ્તાવેજો યોગ્ય જણાતાં ઉમેદવારોને નિયત ટ્રેનિંગ પ્રક્રિયામાંથી પસાર થઈને સીધી નિમણૂક આપવામાં આવશે.

    સગવડ અને પગાર ધોરણ (TRCA)

    ચૂંટાયેલા ઉમેદવારોને ટાઈમ રિલેટેડ કન્ટીન્યુટી અલાઉન્સ (TRCA) હેઠળ ચૂકવણી કરવામાં આવશે:

    • બ્રાન્ચ પોસ્ટમાસ્ટર (BPM): ૧૨,૦૦૦ રૂપિયાથી ૨૯,૩૮૦ રૂપિયા સુધી.

    • અસિસ્ટન્ટ BPM અને ડાક સેવક: ૧૦,૦૦૦ રૂપિયાથી ૨૪,૪૭૦ રૂપિયા સુધી.

    સામાન્ય રીતે જીડીએસ પદો પર દૈનિક કામના કલાકો જવાબદારી મુજબ આશરે ૪ થી ૫ કલાકના હોય છે.

    અરજી ફી અને મહત્વની તારીખો

    • અરજી ફી: જનરલ, OBC અને EWS વર્ગના પુરુષ ઉમેદવારો માટે ૧૦૦ રૂપિયા ફી રાખવામાં આવી છે. જ્યારે SC, ST, PwBD, મહિલાઓ અને ટ્રાન્સજેન્ડર ઉમેદવારો માટે અરજી સાવ મફત છે.

    • OTR પ્રક્રિયા: ૩૧ ઓગસ્ટથી ૧૯ સપ્ટેમ્બર ૨૦૨૬.

    • ઓનલાઈન અરજી: ૨ સપ્ટેમ્બરથી ૨૧ સપ્ટેમ્બર ૨૦૨૬.

    • અરજી સુધારા (Correction Window): ૨૩ અને ૨૪ સપ્ટેમ્બર ૨૦૨૬.

    અરજી કરવાની સરળ રીત

    ઉમેદવારોએ સૌથી પહેલાં GDS પોર્ટલ પર જઈ મોબાઈલ નંબર અને ઈમેલ દ્વારા OTR પૂરું કરવું પડશે. ત્યારબાદ રજીસ્ટ્રેશન નંબર અને પાસવર્ડથી લોગીન કરી શૈક્ષણિક વિગતો, ફોટોગ્રાફ (30-100 KB) અને સહી (20-100 KB) અપલોડ કરી ફોર્મ સબમિટ કરવાનું રહેશે.

    #GDSRecruitment2026 #GovtJobsIndia #IndiaPostRecruitment
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Rohi Patel Shukhabar

      Related Posts

      PM મોદીએ દેશવાસીઓને આપી દિવાળીની શુભેચ્છાઓ, કહ્યું- આ વખતે પણ જવાનો સાથે મનાવીશ તહેવાર

      November 7, 2026

      E20 પેટ્રોલમાં 20%થી વધુ એથેનોલ ભેળવવાનો આરોપ, રાહુલ ગાંધીએ મોદી સરકારને ઘેરી

      November 7, 2026

      સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય: ધરપકડના 24 કલાકની ગણતરી હવે ક્યારથી થશે? પોલીસ માટે પણ કડક નિયમો લાગુ

      November 6, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.