Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»ગુનાખોરી સામે ‘નવું ભારત’: ૨૦૧૯ પછી ૨૭૪ ભગોડાઓનું ભારત પ્રત્યાર્પણ, ગૃહમંત્રી અમિત શાહે જાહેર કર્યા આંકડા
    India

    ગુનાખોરી સામે ‘નવું ભારત’: ૨૦૧૯ પછી ૨૭૪ ભગોડાઓનું ભારત પ્રત્યાર્પણ, ગૃહમંત્રી અમિત શાહે જાહેર કર્યા આંકડા

    Rohi Patel ShukhabarBy Rohi Patel ShukhabarAugust 4, 2026No Comments3 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    વિદેશમાં છુપાયેલા ભગોડાઓ પર મોદી સરકારનો પ્રહાર: ૨૦૧૯ પછી ૨૭૪ ગુનેગારોનું ભારતમાં પ્રત્યાર્પણ

    કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મંગળવારે વિદેશોમાં છુપાયેલા ભાગેડુ ગુનેગારોને પકડવા અને તેમને દેશમાં પરત લાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવેલા કડક પગલાં અંગે મહત્વની માહિતી આપી છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતે આંતરરાષ્ટ્રીય સ્તરે ગુનેગારો સામે કાર્યવાહી કરવાની પોતાની પદ્ધતિ સંપૂર્ણપણે બદલી નાખી છે.

    ૨૦૧૯ પછી ૨૭૪ ગુનેગારોને ભારત પરત લાવવામાં આવ્યા

    ગૃહમંત્રી અમિત શાહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કરીને જણાવ્યું કે, એક મજબૂત, સક્ષમ અને સુરક્ષિત ભારતના નિર્માણ માટે મોદી સરકારે વિદેશી ધરતી પર છુપાયેલા ભગોડાઓને કાયદાના શરણમાં લાવવામાં અભૂતપૂર્વ સફળતા મેળવી છે.

    Under the vision of a robust and secure India, the Modi govt has pulled in the net, nabbing fugitives hiding abroad. Regardless of which country they absconded to, India’s new approach to national security has ensured the return of 274 criminals since 2019, compared with a mere…

    — Amit Shah (@AmitShah) August 4, 2026

    તેમણે ભૂતકાળની તુલના કરતા જણાવ્યું હતું કે, ૨૦૧૯ પછી અત્યાર સુધીમાં ૨૭૪ ગુનેગારોનું પ્રત્યાર્પણ (વાપસી) સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. તેની સરખામણીએ UPA સરકારના શાસનકાળ દરમિયાન વર્ષે સરેરાશ માત્ર ચાર ભાગેડુઓને જ પરત લાવી શકાતા હતા. અમિત શાહે ઉમેર્યું કે, “હવે એ દિવસો વિતી ગયા છે જ્યારે ભગોડાઓ આપણી કાનૂની વ્યવસ્થા અને સિસ્ટમની ખામીઓનો ફાયદો ઉઠાવીને બચી નીકળતા હતા. નવા ભારતે આધુનિક કાયદા, મજબૂત સંસ્થાઓ અને વૈશ્વિક ભાગીદારી દ્વારા તમામ જૂની ખામીઓને દૂર કરી દીધી છે.”

    ટેકનોલોજી અને નવા કાયદાઓનો ત્રિવેણી સંગમ

    ગૃહમંત્રીએ એક અન્ય પોસ્ટમાં વિગતવાર માહિતી આપતા જણાવ્યું કે, ભગોડાઓ સામેની આ લડાઈ હવે ‘ઈન્ટીગ્રેટેડ, ઈન્ટેલિજન્સ બેઝ્ડ અને ટેકનોલોજી ડ્રિવન’ (એકીકૃત, ગુપ્તચર આધારિત અને ટેકનોલોજી સંચાલિત) કામગીરી પર આધારિત છે.

    • ટ્રાયલ ઈન એબસિન્ટયા (Trial in Absentia): દેશમાં અમલમાં આવેલા નવા ભારતીય ન્યાય સહિતા કાયદા હેઠળ આરોપીની ગેરહાજરીમાં પણ કેસ ચલાવવાની જોગવાઈ કરવામાં આવી છે, જેનાથી અદાલતોને ભાગેડુઓ સામે તાત્કાલિક કાર્યવાહી કરવાનો અધિકાર મળ્યો છે.

    • PMLA હેઠળ કડક કાર્યવાહી: પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) ની કડક જોગવાઈઓને કારણે અત્યાર સુધીમાં ₹૧૭,૮૭૪ કરોડની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે અને ₹૧૮,૭૬૨ કરોડની રકમ રિકવર કરવામાં સફળતા મળી છે.

    • BHARAT POL નો પ્રારંભ: ભારત સરકારે ‘BHARAT POL’ જેવી અદ્યતન આંતરરાષ્ટ્રીય સિસ્ટમ તૈયાર કરી છે, જેણે વિશ્વભરની તપાસ એજન્સીઓ સાથે તાલમેલ સાધ્યો છે. આ સિસ્ટમ સક્રિય થવાથી હવે દુનિયાનો કોઈપણ ખૂણો ભગોડાઓ માટે સુરક્ષિત રહ્યો નથી.

    કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલનું નિવેદન: ગુના સામે ઝીરો ટોલરન્સ

    કેન્દ્રીય કેબિનેટ મંત્રી પીયૂષ ગોયલે પણ આ મુદ્દે નિવેદન આપતા જણાવ્યું હતું કે, ‘નવું ભારત’ ગુના અને ભ્રષ્ટાચાર સામેની લડાઈમાં અત્યંત મજબૂત છે અને કોઈ પણ પ્રકારનું સમજુતી કરવા તૈયાર નથી.

    પીયૂષ ગોયલે જણાવ્યું કે, “વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના દિશા-નિર્દેશન અને ગૃહમંત્રી અમિત શાહજીના સતત પ્રયાસોને લીધે BHARAT POL જેવા વિશાળ ફ્રેમવર્ક, મજબૂત કાનૂની માળખું અને વૈશ્વિક સહયોગ શક્ય બન્યા છે. ૨૦૧૯થી અત્યાર સુધી ૨૭૪ ભગોડાઓની વાપસી એ સરકારના દ્રઢ સંકલ્પનું ઉદાહરણ છે કે કાનૂનના હાથથી હવે કોઈ ગુનેગાર બચી શકશે નહીં.”

    #AmitShah #NewIndia
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Rohi Patel Shukhabar

      Related Posts

      લોકશાહી અરાજકતા ફેલાવવાનું લાયસન્સ નથી: વિપક્ષના વિરોધ વચ્ચે રાજનાથ સિંહનો પલટવાર

      October 16, 2026

      મતદાર યાદીમાં મોટો ફેરફાર! ગુજરાત સહિત 17 રાજ્યોમાં ચૂંટણી પંચની નવી પ્રક્રિયા, જાણો સંપૂર્ણ માહિતી

      October 16, 2026

      આસામમાં ડ્રગ્સ માફિયાઓ સામે મોટી કાર્યવાહી! 182 કરોડનું ડ્રગ્સ જપ્ત, અમિત શાહે પોલીસની કરી પ્રશંસા

      October 15, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.