Facebook Twitter Instagram
    Shu Khabar
    Facebook Twitter Instagram
    Shu Khabar
    Home»Gujarat»ગુજરાત રાજ્યસભાની ચૂંટણીમાં ત્રણેય ઉમેદવાર બિન હરીફ સંસદના ચોમાસુ સત્રમાં ત્રણ સાંસદ શપથ લેશે
    Gujarat

    ગુજરાત રાજ્યસભાની ચૂંટણીમાં ત્રણેય ઉમેદવાર બિન હરીફ સંસદના ચોમાસુ સત્રમાં ત્રણ સાંસદ શપથ લેશે

    Shukhabar DeskBy Shukhabar DeskJuly 17, 2023No Comments1 Min Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ગુજરાત રાજ્યસભાની ચૂંટણીને લઈને ભાજપના ત્રણેય ઉમેદવાર બિનહરીફ ચૂંટાયા છે. અહીં રાજ્યસભા ઉમેદવાર તરીકે ઊભા રહેલા વિદેશમંત્રી એસ.જયશંકર ફરી એકવાર રાજ્યસભા ઉમેદવાર તરીકે બિનહરિફ ચૂંટાયા છે. જ્યારે તેમની સાથે અન્ય બે ભાજપ ઉમેદવારો કેસરીદેવ સિંહ ઝાલા અને બાબુભાઈ દેસાઈ પણ બિનહરિફ ચૂંટાઈ આવ્યા છે. ૨૦ જુલાઈથી શરૂ થનારા સત્રમાં આ ત્રણેય સાંસદની શપથવિધિ થશે. કોંગ્રેસમાંથી આ વખતે એક પણ ફોર્મ ભરવામાં આવ્યા ન હતા.

    ગુજરાતની રાજ્યસભાની ત્રણ બેઠકો માટેની ચૂંટણી ૨૪ જુલાઈએ યોજાવાની હતી. પરંતુ હવે ત્રણેય ઉમેદવારો બિનહરિફ ચૂંટાઈ આવ્યા છે. કેસરીસિંહ ઝાલાના પિતા દિગ્વિજયસિંહ કોંગ્રેસની સરકારમા ભારતના પ્રથમ પર્યાવરણ મંત્રી હતા. તેઓ મુંબઈ રહે છે. કેસરીસિંહ ઝાલાના લગ્નમાં વડાપ્રધાન મોદીએ પણ હાજરી આપી હતી. એમના કાકા રણજીતસિંહ હાલ ઉંમર ૮૩ વર્ષના છે અને રાજસ્થાનમા રહે છે. બાબુભાઈ દેસાઈ પૂર્વ ધારાસભ્ય છે. તેઓ વર્ષ ૨૦૦૭માં બનાસકાંઠાની કાંકરેજ બેઠક પરથી જીત્યા હતા. આ સિવાય તેઓ વર્ષ ૨૦૧૨થી ગુજરાત પ્રદેશ ભાજપના ગૌ સંવર્ધન સેલના કન્વીનર રહ્યા હતા. બાબુભાઇ દેસાઇ કાંકરેજ તાલુકાના ઉબરી ગામના વતની છે. તેઓએ ઓલ્ડ જીજીઝ્ર ઉપરાંત અંગ્રેજી મીડિયમમાં સ્ટેનોગ્રાફીનો અભ્યાસ કર્યો છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    મહિલાઓનું લોકપ્રતિનિધિત્વ વધશે મહિલા અનામત બિલથી ગુજરાતને મજબૂત ફાયદો થશે

    September 20, 2023

    કોન્સ્ટેબલ દ્વારા ગુનો દાખલ કરાવવામાં આવ્યો છે વરસતા વરસાદમાં ફિટનેસ ટ્રેનરને રીલ્સ બનાવવી પડી ભારે

    September 20, 2023

    ફ્લોટિંગ રેસ્ટોરા બંધ કરાઈ અમદાવાદ ; સાબરમતી નદીમાં છોડાયું પાણી

    September 20, 2023

    Leave A Reply Cancel Reply

    Facebook Twitter Instagram Pinterest
    © 2023 ThemeSphere. Designed by ThemeSphere.

    Type above and press Enter to search. Press Esc to cancel.

    Go to mobile version