Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Gujarat»દિવાળીએ સામે આવ્યો અદભૂત વીડિયો ગીરના સાવજથી ડર્યો દીપડો, ડરના માર્યે ઝાડ ઉપર ચઢ્યો
    Gujarat

    દિવાળીએ સામે આવ્યો અદભૂત વીડિયો ગીરના સાવજથી ડર્યો દીપડો, ડરના માર્યે ઝાડ ઉપર ચઢ્યો

    Shukhabar DeskBy Shukhabar DeskNovember 12, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ગીર જંગલનો એક એક ખૂણે સાવજનું ઘર છે. ડાલામથ્થા અહી તહીં આખુ જંગલ ભટકે છે. ગીરનું જંગલ તેના અદભૂતતા માટે પ્રખ્યાત છે. અહીં ક્યારેય ન જાેયું હોય તેવુ જાેવા મળે છે. ત્યારે ગીરના જંગલથી વધુ એક અદભૂત વીડિયો સામે આવ્યો છે. સામાન્ય રીતે એક જંગલી પ્રાણી બીજા જંગલી પ્રાણીથી ક્યારેય ડરતુ નથી. પરંતુ જંગલમાં દીપડો ગીરના સાવજથી ડર્યો હોય તેવું જાેવા મળ્યું.

    જુનાગઢમાં ગિરનાર સફારીનો એક વીડિયો સામે આવ્યો છે. સિંહ અને દિપડાનો આ અદભુત વીડિયો છે. જેમાં ઝાડ પર ચડેલ દીપડાની પાસે સાવજ જવાનો પ્રયાસ કરતો હોય તેવા દ્રશ્યો જાેવા મળી રહ્યાં છે. સિંહ અને દીપડો બંને જંગલી અને ખૂંખાર પ્રાણી છે. સિંહ અને દીપડો એક સાથે જાેવા મળતા હોય તેવા કિસ્સા જ્વલ્લે જ જાેવા મળે છે. તેવામાં પણ સિંહણને જાેઈ દીપડો ડરીને વૃક્ષ પર ચઢ્યો હોય તેવું અહી દેખાઈ રહ્યું છે. શું સિંહણ દીપડાનો શિકાર કરવા માંગે છે. આ વીડિયોની અનેક સ્ટોરી નીકળી શકે છે.

    અમરેલીમાં દિવાળીના તહેવારોમાં વનવિભાગ દ્વારા લાયન શોની ઘટનાઓ અટકાવવા રેડ એલર્ટ અપાયું છે. પાલીતાણા શેત્રુંજી ડીવીજન હેઠળ અલગ અલગ ૧૩ ટીમો બનાવી આજથી વિશેષ પેટ્રોલિંગ શરૂ કરાયું છે. આવતા ૫ દિવસ સુધી સિંહોને અસમાજિક ટીખળ ટોળકી હેરાન ન કરે તે માટે વનવિભાગ બાજ નજર રાખવામા આવશે. રાજુલા જાફરાબાદ લીલીયા સહિતની અલગ અલગ ૭ જેટલી રેન્જનો સમાવેશ કરાયો છે. દિવાળી વેકેશન સમયમાં સિંહ દર્શનની સૌથી વધુ ઘટનાઓ સામે આવતી હોય છે. તેથીવનકર્મીઓ રાત્રીના સમયે એક્સન મોડમાં જાેવા મળ્યા છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

      Related Posts

      Rain casualty Faridabad:ફરીદાબાદ અકસ્માત, કાનપુરના 6 મજૂરમાં 2ના મોત, 4 ઘાયલ

      July 10, 2025

      Gujarat Bridge Collapse: મહિસાગર નદી પર પુલ તૂટી પડતાં 13નાં મોત, સરકારની તાત્કાલિક કાર્યવાહી

      July 9, 2025

      Panchayat corruption: દેવરિયામાં મૃત વ્યક્તિને મજૂરી મળતી રહી!

      July 9, 2025
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.