Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Gujarat»સુરતમાં એક શર્મસાર કરતી ઘટના સામે આવી પતિ એક જ બેટ ઉપર પત્નીને પોતાની અને મિત્રની વચ્ચે સુવડાવતો હતો
    Gujarat

    સુરતમાં એક શર્મસાર કરતી ઘટના સામે આવી પતિ એક જ બેટ ઉપર પત્નીને પોતાની અને મિત્રની વચ્ચે સુવડાવતો હતો

    Shukhabar DeskBy Shukhabar DeskOctober 9, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    રાજ્યમાં મહિલાઓ પર શારીરિક અને માનસિક ત્રાસ વધી રહ્યા છે, ત્યારે સુરત શહેરમાં એક શર્મસાર કરતી ઘટના સામે આવી છે. સુરતમાં અજીબ કિસ્સો સામે આવ્યો છે. પતિ એક જ બેટ ઉપર પત્નીને પોતાની અને મિત્રની વચ્ચે સુવડાવતો હતો. પત્નીને મારામારી મિત્ર સાથે સંબંધ બાંધવા મજબૂર કરતો હતો. મજબૂરીનો ફાયદો ઉઠાવી આરોપી મિત્ર પતિની હાજરીમાં જ પત્ની સાથે દુષ્કર્મ કરતો હતો.પત્ની દ્વારા પાંડેસરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવાતા પોલીસે પતિ અને દુષ્કર્મ કરનાર મિત્રની ધરપકડ કરી છે.
    સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં વડોદ ગામ ખાતે રહેતી ૩૩ વર્ષીય યુપી વાસી પરિણીતાને તેના પતિ ઘર માંથી કાઢી મુકવાની ધમકી આપી તેના મિત્ર પાસે શરીર સંબંધ બાંધવા માટે દબાણ કરતો હતો. પરિણીતાનો મજબુરીનો ફાયદો ઉઠાવી પતિના મિત્રએ ત્રણ મહિના સુધી અવાર નવાર બળાત્કાર ગુજાર્યો હતો. જયારે તેનો પતિ ઢોર મારમારતો હતો. પતિના ત્રાસથી કંટાળીને પોતાના ભાઈને આ બાબતે જાણ કરી હતી. પરિણીતાએ હિંમત કરી પતિ અને દુષ્કર્મ કરનાર પતિના મિત્ર વિરુદ્ધ પાંડેસરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.પોલીસે ગુનો દાખલ કરી બંને જણાની ધરપકડ કરી છે.

    આરોપી પરિણીતાની મજબુરી ફાયદો ઉઠાવી જુલાઈ મહિનાથી અવાર નવાર ઘરે આવી પરિણીતા ઉપર બળાત્કાર કરતો હતો. પરિણીતાએ તેના પિયરની પરિસ્થિતિ સારી ન હોવાથી પતિના કહેવા પ્રમાણે બધુ સહન કરતી આવી હતી. પરંતુ થોડા દિવસ પહેલા વિરેન દુબેએ પત્નીને ઢોર મારમારતા આખરે પરિણીતાએ પોલીસમાં ફરિયાદ કરવાનો ર્નિણય કર્યો હતો.પોલીસે પરિણીતાની ફરિયાદને આધારે તેના પતિ વિરેન દુબે અને તેના મિત્ર મનીષ ગુપ્તા સામે ગુનો દાખલ કરી ધરપકડ કરી છે.પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે. પત્ની પત્ની મિત્ર સાથે શારીરિક સંબધ ઈન્કાર કરતી ત્યારે પતિ તેને મારમારો હતો એટલું જ નહીં આરોપી પતિએ એક વખત પત્નીના ગુપ્ત ભાગમાં દાળ નાખી દીધી હતી. આરોપી મિત્ર ફાયદો ઉઠાવી અનેક વખત મહિલા સાથે દુષ્કર્મ કરતો હતો.હાલ સમગ્ર મામલે પાંડેસરા પોલિસે બને ઈસમોની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

      Related Posts

      GPCB ની તાત્કાલિક તપાસ, કંપની દ્વારા સમસ્યાના કાયમી નિવારણ માટે નવી પાઇપલાઇનની કામગીરી પૂરજોશમાં

      October 18, 2026

      Rain casualty Faridabad:ફરીદાબાદ અકસ્માત, કાનપુરના 6 મજૂરમાં 2ના મોત, 4 ઘાયલ

      July 10, 2025

      Gujarat Bridge Collapse: મહિસાગર નદી પર પુલ તૂટી પડતાં 13નાં મોત, સરકારની તાત્કાલિક કાર્યવાહી

      July 9, 2025
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.