Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»ક્રિએટિવ ક્ષેત્રે કારકિર્દીની સુવર્ણ તક: IICT અને Netflix આપશે 100 વિદ્યાર્થીઓને 80% સ્કોલરશીપ
    India

    ક્રિએટિવ ક્ષેત્રે કારકિર્દીની સુવર્ણ તક: IICT અને Netflix આપશે 100 વિદ્યાર્થીઓને 80% સ્કોલરશીપ

    Rohi Patel ShukhabarBy Rohi Patel ShukhabarAugust 27, 2026No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Netflix Device Support
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    એનિમેશન અને VFX કોર્સ માટે નેટફ્લિક્સની મોટી ભેટ: 6 ખાસ પ્રોગ્રામ્સ પર મળશે આર્થિક સહાય

    એનિમેશન, વિઝ્યુઅલ ઈફેક્ટ્સ (VFX), ગેમિંગ અને કોમિક્સ જેવા સર્જનાત્મક ક્ષેત્રોમાં કારકિર્દી બનાવવાની ઈચ્છા ધરાવતા યુવાનો માટે ઉત્સાહજનક સમાચાર આવ્યા છે. ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ક્રિએટિવ ટેકનોલોજી (IICT) અને ગ્લોબલ ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ (Netflix) દ્વારા 100 તેજસ્વી વિદ્યાર્થીઓ માટે ખાસ સ્કોલરશીપની જાહેરાત કરવામાં આવી છે. આ પહેલ હેઠળ 6 વ્યાવસાયિક કોર્સમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને 80 ટકા સુધીની આર્થિક સહાય પૂરી પાડવામાં આવશે. દેશભરના વિદ્યાર્થીઓ તેમજ પહેલેથી જ કામ કરી રહેલા વર્કિંગ પ્રોફેસનલ્સ આ તકનો લાભ લઈ શકે છે.

    Instagram and YouTube

    આ 6 પ્રોગ્રામ્સ માટે મળશે સ્કોલરશીપ

    IICT અને નેટફ્લિક્સની આ સંયુક્ત પહેલ હેઠળ બે એક વર્ષના ડિપ્લોમા કોર્સ અને ચાર 6 મહિનાના સર્ટિફિકેટ કોર્સનો સમાવેશ કરવામાં આવ્યો છે:

    • Diploma in Interactive Comics & Sequential Arts (1 વર્ષ)

    • Diploma in Visual Effects Mastery (1 વર્ષ)

    • Certificate in Virtual Art Department Content Creation (6 મહિના)

    • Certificate in Media Tech Workflow (6 મહિના)

    • Certificate in Art of Character Animation (6 મહિના)

    • Certificate in E-sports & Gaming Management (6 મહિના)

    100 વિદ્યાર્થીઓને 80% સુધીની આર્થિક સહાય

    આ યોજના હેઠળ પસંદગી પામેલા કુલ 100 ઉમેદવારોને તેમની ફી પર મહત્તમ 80 ટકા સુધીનું ફાઇનાન્સિયલ સપોર્ટ મળશે. આનો મુખ્ય હેતુ વ્યાવસાયિક તાલીમને વધુમાં વધુ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવાનો અને એનિમેશન તેમજ ગેમિંગ ઉદ્યોગની બદલાતી જરૂરિયાતો મુજબ કૌશલ્યબદ્ધ યુવાનો તૈયાર કરવાનો છે.

    નેટફ્લિક્સના ઇનપુટ્સ સાથે તૈયાર કરાયો અભ્યાસક્રમ

    IICT ના Visual Effects Mastery અને Media Tech Workflow જેવા વિશિષ્ટ પ્રોગ્રામ્સનો સિલેબસ વૈશ્વિક ધોરણોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યો છે. તેમાં નેટફ્લિક્સના નિષ્ણાતોએ ખાસ ઈનપુટ્સ આપ્યા છે. જેથી વિદ્યાર્થીઓને માત્ર પુસ્તકીય જ્ઞાન જ નહીં, પરંતુ ઈન્ડસ્ટ્રીમાં પ્રત્યક્ષ રીતે કામ કઈ રીતે થાય છે તેનો વ્યવહારુ અનુભવ મેળવી શકે.

    PM મોદી અને નેટફ્લિક્સ CEO ની બેઠક બાદ નિર્ણય

    આ જાહેરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નેટફ્લિક્સના કો-સીઈઓ ટેડ સરાન્ડોસ વચ્ચે યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠક બાદ કરવામાં આવી છે. બેઠક દરમિયાન ભારતની સમૃદ્ધ વાર્તા કહેવાની (Storytelling) પરંપરા અને અહીં ઉપલબ્ધ વિશાળ ક્રિએટિવ ટેલેન્ટનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ‘નેટફ્લિક્સ ઈન્ડિયા સ્ટોરીટેલિંગ ઈનિશિયેટિવ’ શરૂ કરવાનો નિર્ણય લેવાયો, જેનો હેતુ ભારતના AVGC (એનિમેશન, વિઝ્યુઅલ ઈફેક્ટ્સ, ગેમિંગ, કોમિક્સ) સેક્ટરને પ્રોત્સાહન આપવાનો છે.

    IICT શું છે?

    ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ક્રિએટિવ ટેકનોલોજી (IICT) એ ભારતનું AVGC-XR ક્ષેત્રનું નેશનલ સેન્ટર ઓફ એક્સેલન્સ છે. તેની સ્થાપના ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા મહારાષ્ટ્ર સરકાર, FICCI અને CII ની ભાગીદારીમાં કરવામાં આવી છે. હાલમાં આ સંસ્થા મુંબઈના પેડર રોડ સ્થિત NFDC કેમ્પસમાંથી કાર્યરત છે, જ્યારે તેનો કાયમી 10 એકરનો વિશાળ કેમ્પસ ગોરેગાંવ ફિલ્મ સિટી ખાતે તૈયાર થઈ રહ્યો છે.

    #AVGCXR #IICTScholarship #NetflixIndia
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Rohi Patel Shukhabar

      Related Posts

      PM મોદીએ દેશવાસીઓને આપી દિવાળીની શુભેચ્છાઓ, કહ્યું- આ વખતે પણ જવાનો સાથે મનાવીશ તહેવાર

      November 7, 2026

      E20 પેટ્રોલમાં 20%થી વધુ એથેનોલ ભેળવવાનો આરોપ, રાહુલ ગાંધીએ મોદી સરકારને ઘેરી

      November 7, 2026

      સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય: ધરપકડના 24 કલાકની ગણતરી હવે ક્યારથી થશે? પોલીસ માટે પણ કડક નિયમો લાગુ

      November 6, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.