ક્લિક કરતા જ કેવી રીતે મળે છે જવાબ? જાણો Google Search ની અદ્ભુત કમ્પ્યુટિંગ ટેકનોલોજી
આજના સમયમાં ગુગલ (Google) નો ઉપયોગ સમગ્ર વિશ્વમાં થાય છે. સામાન્ય માહિતી મેળવવાથી લઈને કોઈ ચોક્કસ પ્રોડક્ટ વિશે જાણવા સુધી, લોકો સૌથી પહેલાં ગુગલનો જ સહારા લે છે. આપણે ફક્ત ગુગલના સર્ચ બોક્સમાં થોડા શબ્દો લખીએ છીએ અને આંખના પલકારામાં આપણી સામે હજારો પરિણામો આવી જાય છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ એક નાનકડા Google Search ની પાછળ કેટલી વિશાળ કમ્પ્યુટિંગ સિસ્ટમ અને કેટલા સર્વર્સ કામ કરે છે? ચાલો તેની પાછળનું ટેકનિકલ સત્ય સમજીએ.

માત્ર એક કમ્પ્યુટર નહીં, પણ સર્વર્સનું વિશાળ નેટવર્ક
જ્યારે તમે ગુગલ પર કોઈ પ્રશ્ન ટાઈપ કરીને ‘Search’ પર ક્લિક કરો છો, ત્યારે તમારી રિક્વેસ્ટ કોઈ એક સામાન્ય કમ્પ્યુટર સુધી સીમિત નથી રહેતી. ગુગલના વૈશ્વિક નેટવર્કમાં રહેલા સેંકડો હાઇ-સ્પીડ સર્વર્સ તમારી આ રિક્વેસ્ટને પ્રોસેસ કરે છે. આ તમામ સર્વર્સનું કામ અલગ-અલગ વિભાગોમાં વહેંચાયેલું હોય છે.
ક્વેરી ઈન્ટરપ્રિટેશન: એક સિસ્ટમ તમારા લખેલા પ્રશ્નનો અર્થ સમજે છે.
ડેટા રિટ્રીવલ: બીજી સિસ્ટમ તે પ્રશ્નને લગતી જરૂરી માહિતી શોધે છે.
રેન્કિંગ અને પ્રેઝન્ટેશન: અન્ય સર્વર્સ તે પરિણામોને ક્રમબદ્ધ કરીને તમારી સ્ક્રીન પર દર્શાવવા માટે તૈયાર કરે છે.
ગુગલનું વિશાળ ડેટા સેન્ટર નેટવર્ક
ગુગલ પાસે વિશ્વના વિવિધ ખૂણે મોટા-મોટા ડેટા સેન્ટર્સ (Data Centers) સ્થાપિત છે. આ ડેટા સેન્ટર્સમાં હજારોની સંખ્યામાં સુપર-ફાસ્ટ સર્વર્સ, સ્ટોરેજ ડિવાઇસ અને હાઇ-સ્પીડ નેટવર્કિંગ સિસ્ટમ્સ ચોવીસ કલાક કાર્યરત રહે છે. જ્યારે તમે કોઈ માહિતી શોધો છો, ત્યારે ગુગલની સિસ્ટમ યુઝરના સ્થાન (Location), નેટવર્ક સ્પીડ અને નજીકના ડેટા સેન્ટરના આધારે રિક્વેસ્ટને રીડાયરેક્ટ કરે છે જેથી પરિણામ સૌથી ઝડપથી મળી શકે.
સર્ચ ઈન્ડેક્સ (Search Index) નો મહત્વપૂર્ણ રોલ
જ્યારે તમે ગુગલ કરો છો ત્યારે તે જ ક્ષણે આખા ઈન્ટરનેટને ફરીથી સ્કેન કરવામાં નથી આવતું. ગુગલના ‘સ્પાઈડર્સ’ કે ‘બોટ્સ’ ઈન્ટરનેટના અબજો વેબ પેજીસને અગાઉથી ક્રૉલ કરીને એક વિશાળ ડિજિટલ લાઈબ્રેરી તૈયાર રાખે છે, જેને Search Index કહેવામાં આવે છે. તમે જ્યારે કઈ શોધો છો, ત્યારે ગુગલ પોતાના આ અગાઉથી તૈયાર થયેલા ઈન્ડેક્સમાંથી જ સેકન્ડના હજારમા ભાગમાં શ્રેષ્ઠ પરિણામ શોધીને તમને બતાવે છે.

AI અને એડવાન્સ કમ્પ્યુટિંગનું યોગદાન
આજના આધુનિક સમયમાં Google Search માત્ર કીવર્ડ મેચ કરવા પૂરતું સીમિત નથી રહ્યું. યુઝરના પ્રશ્નનો ચોક્કસ સંદર્ભ સમજવા માટે Machine Learning અને AI (Artificial Intelligence) સિસ્ટમ્સનો વ્યાપક ઉપયોગ થાય છે. જટિલ પ્રશ્નો કે મલ્ટીમીડિયા સર્ચ માટે વધુ કમ્પ્યુટિંગ પાવર ધરાવતા ખાસ AI સર્વર્સ કામ પર લાગે છે.
તો આખરે કેટલા કમ્પ્યુટર એક સર્ચમાં જોડાય છે?
આનો કોઈ એક ચોક્કસ નિશ્ચિત આંકડો આપવો શક્ય નથી. એક Google Search ની પ્રક્રિયા દરમિયાન સેંકડો સર્વર્સ, નેટવર્ક રોઉટર્સ, સ્ટોરેજ સિસ્ટમ્સ અને સોફ્ટવેર પ્રોસેસિસ એકસાથે મિલીસેકન્ડ્સમાં કામ કરે છે. તમારા પ્રશ્નની જટિલતા મુજબ કમ્પ્યુટિંગ પાવરનો ઉપયોગ વધે કે ઘટે છે.
એટલે કે હવે પછી જ્યારે પણ તમે ગુગલ પર કંઈક સર્ચ કરો, ત્યારે યાદ રાખજો કે તમારી સ્ક્રીન પર દેખાતા પરિણામ પાછળ વિશ્વના સૌથી મોટા અને શક્તિશાળી કમ્પ્યુટિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સામૂહિક તાકાત કામ કરી રહી હોય છે.
