Gold-Silver Rate: આજે સોનું ખરીદવું મોંઘું પડશે: ચાંદીમાં ₹5,000નો તોતિંગ ઉછાળો, ચેક કરો અમદાવાદ-સુરતના ભાવ
આજે ભારતીય બજારમાં કિંમતી ધાતુઓના ભાવમાં તેજી જોવા મળી રહી છે. વૈશ્વિક બજારની અસર અને સ્થાનિક માંગને કારણે સોના અને ચાંદી બંનેના ભાવમાં મામૂલી વધારો નોંધાયો છે. ગુડ રિટર્ન્સના અહેવાલ મુજબ, આજે ગુરુવાર, 7 મે 2026ના રોજ સોનાના ભાવમાં પ્રતિ ગ્રામ ₹33 સુધીનો વધારો જોવા મળ્યો છે.

સોનાના ભાવમાં તેજીનો ટ્રેન્ડ
આજના કારોબારમાં 24 કેરેટ સોનાની કિંમતમાં પ્રતિ ગ્રામ ₹33નો વધારો થયો છે, જ્યારે 22 કેરેટ અને 18 કેરેટ સોનામાં અનુક્રમે ₹30 અને ₹20નો ઉછાળો આવ્યો છે. આ વધારા સાથે હવે શુદ્ધ સોના (24 કેરેટ) નો ભાવ પ્રતિ ગ્રામ ₹15,246 પર પહોંચી ગયો છે. ઘરેણાં બનાવવા માટે વપરાતા 22 કેરેટ સોનાનો ભાવ ₹13,975 પ્રતિ ગ્રામ અને 18 કેરેટનો ભાવ ₹11,434 પ્રતિ ગ્રામ રહ્યો છે.
ભારતના મુખ્ય શહેરોમાં સોનાના ભાવ (પ્રતિ ગ્રામ)
| શહેર | 24 કેરેટ સોનાનો ભાવ | 22 કેરેટ સોનાનો ભાવ |
| મુંબઈ / અમદાવાદ | ₹15,246 | ₹13,975 |
| સુરત / વડોદરા | ₹15,251 | ₹13,980 |
| દિલ્હી | ₹15,239 | ₹13,990 |
| કોલકાતા | ₹15,246 | ₹13,975 |
| બેંગલુરુ | ₹15,246 | ₹13,975 |
| ચેન્નાઈ | ₹15,383 | ₹14,101 |
| લખનૌ / જયપુર | ₹15,239 | ₹13,990 |
| પટના | ₹15,251 | ₹13,980 |
ચાંદીના ભાવમાં પણ ચમકારો
સોનાની સાથે સાથે ચાંદીના ભાવમાં પણ આજે નોંધપાત્ર તેજી જોવા મળી છે. દેશમાં આજે ચાંદીની કિંમત ₹270 પ્રતિ ગ્રામ અને ₹2,70,000 પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગઈ છે. ગઈકાલના ભાવની સરખામણીએ આજે ચાંદીમાં પ્રતિ કિલો ₹5,000નો વધારો થયો છે.

ગુજરાતના મુખ્ય શહેરો જેવા કે અમદાવાદ, સુરત અને વડોદરામાં ચાંદીનો ભાવ ₹2.70 લાખ પ્રતિ કિલો છે. જોકે, દક્ષિણ ભારતના શહેરો ખાસ કરીને ચેન્નાઈમાં ચાંદીનો ભાવ થોડો ઉંચો એટલે કે ₹2,75,000 પ્રતિ કિલો જોવા મળી રહ્યો છે.
ભાવ વધવા પાછળના કારણો
બજારના નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, આંતરરાષ્ટ્રીય સ્તરે ડૉલરના મૂલ્યમાં ફેરફાર અને સુરક્ષિત રોકાણ તરીકે સોનાની વધતી જતી માંગને કારણે આ ભાવ વધારો જોવા મળી રહ્યો છે. લગ્નની સિઝન નજીક હોવાથી સ્થાનિક બજારમાં પણ ખરીદીમાં વધારો થયો છે, જે કિંમતોને ટેકો આપી રહ્યો છે.
