EPFO: પીએફ ગ્રાહકો માટે ખુશખબર: EPF એકાઉન્ટમાં જમા થઈ વ્યાજની રકમ, જાણો ઘરબેઠા મિસ્ડ કોલ અને SMS થી ચકાસવાની રીત
જો તમે નોકરીયાત વર્ગમાંથી આવો છો અને કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) ના સભ્ય છો, તો તમારા માટે અત્યંત આનંદના સમાચાર છે. EPFO એ નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટે ૮.૨૫% ના વાર્ષિક વ્યાજદર લેખે વ્યાજની રકમ કરોડો સભ્યોના પીએફ (PF) એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.
સંગઠન દ્વારા મળતી સત્તાવાર વિગતો અનુસાર, અત્યાર સુધીમાં આશરે ૩૪ કરોડથી વધુ પીએફ ખાતાઓમાં વ્યાજની રકમ જમા કરીને પાસબુક અપડેટ કરી દેવામાં આવી છે. જો તમે પણ તમારું પીએફ બેલેન્સ અને જમા થયેલું વ્યાજ ચકાસવા માંગો છો, તો ઓફિસના ચક્કર કાપ્યા વિના ઘેરબેઠા જ સરળતાથી તેને ચેક કરી શકો છો.

૮.૨૫% વ્યાજથી તમારી બચતમાં થશે મોટો વધારો
ઈપીએફ એ નોકરીયાત વર્ગ માટે ભવિષ્યની સુરક્ષા અને નિવૃત્તિ (Retirement) ના ભંડોળ માટે સૌથી સુરક્ષિત અને વિશ્વાસપાત્ર રોકાણ વિકલ્પ છે. દર મહિને કર્મચારીના મૂળ પગાર (Basic Salary + DA) ના ૧૨% રકમ પીએફ ખાતામાં જમા થાય છે અને એટલી જ રકમ કંપની (એમ્પ્લોયર) દ્વારા પણ ફાળવવામાં આવે છે.
આ કુલ જમા રકમ પર EPFO દ્વારા દર વર્ષે ચક્રવૃદ્ધિ વ્યાજ આપવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો તમારા પીએફ ખાતામાં ₹૧ લાખની બેલેન્સ જમા હોય, તો ૮.૨૫% ના વ્યાજદર મુજબ તમારા ખાતામાં સીધા ₹૮,૨૫૦ વ્યાજ પેટે એડ થઈ જશે.
ઘેરબેઠા PF બેલેન્સ ચેક કરવાની ૩ આસાન રીતો
તમારા ખાતામાં વ્યાજ જમા થયું છે કે નહીં તે જાણવા માટે તમે નીચે આપેલી પદ્ધતિઓમાંથી કોઈ પણ એકનો ઉપયોગ કરી શકો છો:
૧. પીએફ પોર્ટલ અને પાસબુક લાઈટ (Passbook Lite)
સૌપ્રથમ EPFO ના સત્તાવાર મેમ્બર પાસબુક પોર્ટલ પર જાઓ.
તમારો ૧૨ અંકનો UAN નંબર, પાસવર્ડ અને કેપ્ચા કોડ દાખલ કરીને લોગિન કરો.
રજિસ્ટર્ડ મોબાઈલ પર આવેલો OTP પ્રવિષ્ટ કરો.
ત્યારબાદ ‘View Passbook’ અથવા ‘Passbook Lite’ સેક્શન પર ક્લિક કરીને તમારું અપડેટેડ બેલેન્સ અને જમા થયેલું વ્યાજ જોઈ શકો છો.

૨. મિસ્ડ કોલ અને SMS દ્વારા
મિસ્ડ કોલ: જો તમારો મોબાઈલ નંબર UAN સાથે લિંક હોય, તો તમારા ફોન પરથી 011-22901406 પર મિસ્ડ કોલ આપો. થોડી જ સેકન્ડોમાં એસએમએસ દ્વારા બેલેન્સની વિગત મળી જશે.
SMS: રજિસ્ટર્ડ નંબર પરથી
EPFOHO UAN GUJલખીને 7738299899 પર મેસેજ મોકલો. તમને ગુજરાતી ભાષામાં પીએફ બેલેન્સનો મેસેજ પ્રાપ્ત થશે.
૩. ઉમંગ એપ (UMANG App)
તમારા સ્માર્ટફોનમાં UMANG એપ ડાઉનલોડ કરીને મોબાઈલ નંબરથી લોગિન કરો.
સર્વિસ ડિરેક્ટરીમાં જઈને ‘EPFO’ વિકલ્પ પસંદ કરો.
હવે ‘View Passbook’ પર ક્લિક કરી, UAN અને OTP ની મદદથી એકાઉન્ટ ડિટેલ્સ મેળવી લો.
શું વ્યાજ મોડું જમા થવાથી નાણાકીય નુકસાન થાય છે?
ઘણા પીએફ સભ્યોના મનમાં એવો ડર હોય છે કે જો વ્યાજની રકમ મોડી ક્રેડિટ થાય તો તેમને વ્યાજનું નુકસાન વેઠવું પડે છે. પરંતુ EPFO એ સ્પષ્ટ કર્યું છે કે ઈપીએફ સ્કીમ ૧૯૫૨ ના નિયમો મુજબ વ્યાજની ગણતરી દર મહિનાની રનિંગ બેલેન્સ (Monthly Running Balance) પર જ થાય છે. તેથી ખાતામાં વ્યાજ એન્ટ્રી થવામાં ગમે તેટલો વિલંબ થાય, તો પણ કર્મચારીઓને એક પણ રૂપિયાનું નાણાકીય નુકસાન થતું નથી અને આખી રકમ વ્યાજ સહિત જમા કરી દેવામાં આવે છે.
