ઇન્સ્ટાગ્રામ રીલ્સ અને યુટ્યુબ શોર્ટ્સ વિશે એલોન મસ્કની મોટી ભવિષ્યવાણી
તાજેતરમાં એક ઇન્ટરવ્યુ દરમિયાન જ્યારે એલોન મસ્કને પૂછવામાં આવ્યું કે માનવ સમાજની એવી કઈ શોધ છે જે ફાયદાને બદલે નુકસાનકારક સાબિત થઈ રહી છે? આ પ્રશ્નના જવાબમાં મસ્કે ‘શોર્ટ વીડિયો’નું નામ આપ્યું હતું. તેમણે આ ફોર્મેટને ‘બ્રેન રોટ’ (Brain Rот) એટલે કે મગજને સડાવનારી વસ્તુ ગણાવી છે.
શું કહે છે રિસર્ચ?
આજકાલ યુવાનો અને બાળકો પોતાનો મોટાભાગનો સમય ઇન્સ્ટાગ્રામ રીલ્સ, યુટ્યુબ શોર્ટ્સ અને ટિકટોક જેવા પ્લેટફોર્મ પર વિતાવે છે. તાજેતરના અહેવાલો મુજબ:
વ્યસન: 15 થી 30 સેકન્ડના વીડિયો મગજમાં ‘ડોપામાઇન’ હોર્મોનને ટ્રિગર કરે છે, જેનાથી વ્યક્તિને ત્વરિત આનંદની લત લાગી જાય છે.
બાળકો પર અસર: 2 થી 12 વર્ષના અંદાજે 78 થી 84 ટકા બાળકો દરરોજ 2 કલાકથી વધુ સમય યુટ્યુબ પર વિતાવે છે, જે તેમના માનસિક વિકાસને અવરોધે છે.
ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી: સતત ટૂંકા વીડિયો જોવાથી લોકોની એકાગ્રતા શક્તિ (Attention Span) ઘટી રહી છે.

મોટી કંપનીઓની ચિંતા વધી
એલોન મસ્કનું આ નિવેદન મેટા (Meta), ગૂગલ (Google), સ્નેપચેટ અને ટિકટોક જેવી કંપનીઓ માટે ચિંતાનો વિષય છે, કારણ કે આ કંપનીઓની કમાણીનો મોટો હિસ્સો શોર્ટ વીડિયો પ્લેટફોર્મ પરથી આવે છે. મસ્ક માને છે કે આ ટેકનોલોજી મનુષ્યની વિચારવાની અને લાંબા સમય સુધી કોઈ વિષય પર ધ્યાન આપવાની ક્ષમતાને ખતમ કરી રહી છે.

