Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Gujarat»સુરેન્દ્રનગરમાં લગ્ન પ્રસંગમાં ફૂડ પોઈઝનિંગની અસર
    Gujarat

    સુરેન્દ્રનગરમાં લગ્ન પ્રસંગમાં ફૂડ પોઈઝનિંગની અસર

    Shukhabar DeskBy Shukhabar DeskDecember 22, 2023No Comments1 Min Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં લગ્ન પ્રસંગમાં ભોજન બાદ ફૂડ પોઈઝનિંગની અસર જાેવા મળી હતી. પુનિતનગર જાેગાસર વિસ્તારમાં લગ્ન પ્રસંગ દરમિયાન આ ઘટના બની હતી. ૩૦ જેટલા લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થતા હોસ્પિટલ સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. આ તમામ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ધ્રાંગધ્રામાં એક લગ્ન સમારંભમાં ભોજન બાદ ફૂડ પોઈઝનિંગની અસર થઇ હતી. જે બાદ અંદાજિત ૩૦ જેટલા લોકોને ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા.

    જેમાં ૨૨ નાના બાળકો સહિત ૮ લોકો ફૂડ પોઈઝનિંગનો શિકાર બન્યા છે. જ્યારે ૨ બાળકોને તાત્કાલિક રિફર કરવામાં આવ્યા હતા. મળતી માહિતી અનુસાર, ભોજન બાદ હળવદ પરત ફરેલા ૮ને પણ અસર થઇ હતી. જેમને હળવદ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતા પાલિકા પ્રમુખ સહિત નગરપાલિકા સભ્યો સરકારી હોસ્પિટલ દોડી આવ્યા હતા. જ્યારે હાલ તમામ દર્દીઓની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. જાે એડમિટ થયેલા દર્દીઓને અચાનક વધુ સારવારની જરૂર પડે તો તે માટે ૧૦૮ સહિત પાલિકાની એમ્બયુલેન્સ સ્ટેન્ડ બાય રખાઈ છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

      Related Posts

      Rain casualty Faridabad:ફરીદાબાદ અકસ્માત, કાનપુરના 6 મજૂરમાં 2ના મોત, 4 ઘાયલ

      July 10, 2025

      Gujarat Bridge Collapse: મહિસાગર નદી પર પુલ તૂટી પડતાં 13નાં મોત, સરકારની તાત્કાલિક કાર્યવાહી

      July 9, 2025

      Panchayat corruption: દેવરિયામાં મૃત વ્યક્તિને મજૂરી મળતી રહી!

      July 9, 2025
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.