Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»કોંગ્રેસના નેતાએ પક્ષ પર જ ભિંસ વધારી દીધી પીવી નરસિંમ્હા રાવ ભાજપના પ્રથમ વડાપ્રધાન હતા ઃ ઐયર
    India

    કોંગ્રેસના નેતાએ પક્ષ પર જ ભિંસ વધારી દીધી પીવી નરસિંમ્હા રાવ ભાજપના પ્રથમ વડાપ્રધાન હતા ઃ ઐયર

    Shukhabar DeskBy Shukhabar DeskAugust 24, 2023No Comments1 Min Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    કોંગ્રેસના નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી મણિશંકર અય્યરના નવા પુસ્તકનું લોકાર્પણ થયું ત્યારથી તેમની ઘણી બાબતો ચર્ચાનો વિષય થઈ રહી છે. આ પુસ્તકના વિમોચન બાદ એક વરિષ્ઠ પત્રકારને આપેલા ઈન્ટરવ્યુમાં અય્યરે કોંગ્રેસને જ ભીંસમાં લીઈ લીધી છે. મણિશંકર અય્યરે આરોપ લગાવ્યો કે કોંગ્રેસના નેતા અને પૂર્વ વડાપ્રધાન પીવી નરસિમ્હા રાવ સાંપ્રદાયિક હતા અને તેમને દેશના પહેલા ભાજપના વડાપ્રધાન કહ્યા હતા. અય્યરે રાવ સાથેની વાતચીતનો ઉલ્લેખ કર્યો જ્યારે તેઓ રામ-રહીમ યાત્રા કાઢી રહ્યા હતા. પુસ્તકના ઔપચારિક વિમોચન પ્રસંગે વરિષ્ઠ પત્રકાર સાથે અય્યરે વિવિધ મુદ્દાઓ પર વાત કરી હતી.

    અય્યરે પોતાના પુસ્તકમાં પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી સાથેના તેમના સંબંધો અને ડિસેમ્બર ૧૯૭૮થી જાન્યુઆરી ૧૯૮૨ સુધી કરાચીમાં કોન્સલ જનરલ તરીકેના તેમના કાર્યકાળનો ઉલ્લેખ કર્યો છે. અય્યરને જ્યારે રામ મંદિર મુદ્દે રાજીવ ગાંધીની તેમની ટીકા વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું, મને લાગે છે કે શિલાન્યાસ ખોટો હતો. મને લાગે છે કે રાજીવ ગાંધીએ કરેલી સૌથી મોટી ભૂલ હતી. આ દરમિયાન કોંગ્રેસ સંસદીય દળના વડા અને રાજીવ ગાંધીના પત્ની સોનિયા ગાંધી પણ હાજર હતા. ઐયરે રાજીવ ગાંધીના અવસાન પછી રાજનીતિમાં પ્રવેશ માટેના આધારસ્તંભ તરીકે સોનિયા ગાંધીની પણ પ્રશંસા કરી હતી.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

      Related Posts

      તમિળનાડુના મુખ્યમંત્રી સી. જોસેફ વિજયની મોટી જાહેરાત: ધારાસભ્યોને સરકારી વાહન અને આરોગ્ય વીમા મર્યાદા વધીને ₹25 લાખ

      August 19, 2026

      સોનિયા ગાંધીનું નવું પુસ્તક ‘Belonging’: અંગત જીવનથી લઈને રાજકીય સફર સુધીની અણકહી વાતો

      August 19, 2026

      જંતર-મંતર લાઠીચાર્જ મુદ્દે વિપક્ષના નેતા રાહુલ ગાંધીનો સરકાર પર આકરો પ્રહાર

      August 18, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.