Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»કોંગ્રેસના નેતાને મોદી સરનેમની ટિપ્પણી પર રાહતની આશા રાહુલ ગાંધીની અરજી પર સુપ્રીમમાં ૨૧ જુલાઈએ સુનાવણી
    India

    કોંગ્રેસના નેતાને મોદી સરનેમની ટિપ્પણી પર રાહતની આશા રાહુલ ગાંધીની અરજી પર સુપ્રીમમાં ૨૧ જુલાઈએ સુનાવણી

    Shukhabar DeskBy Shukhabar DeskJuly 18, 2023No Comments1 Min Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ‘મોદી સરનેમ’ સાથે સંકળાયેલા ગુનાહિત માનહાનિ કેસમાં ગુજરાત હાઈકોર્ટના ર્નિણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. કોંગ્રેસ વતી સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને આ મામલે તાત્કાલિક સુનાવણીની માંગણી કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે આ મામલે તાત્કાલિક સુનાવણી કરવા સંમતિ આપી છે. આ મામલે ૨૧ જુલાઈએ સુનાવણી થશે. આ અરજી કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવી દ્વારા દાખલ કરવામાં આવી છે.

    ગુજરાત હાઈકોર્ટે ૭ જુલાઈના રોજ આ કેસમાં રાહુલ ગાંધીને દોષિત ઠેરવ્યો હતો. આ મામલામાં નીચલી કોર્ટના ર્નિણય બાદ રાહુલ ગાંધીની સંસદ સભ્યતા રદ્દ કરવામાં આવી હતી. ગુજરાત હાઈકોર્ટે કહ્યું હતું કે ટ્રાયલ કોર્ટનો આદેશ સાચો છે. આ આદેશમાં દખલ કરવાની કોઈ જરૂર નથી, તેથી અરજી નકારી કાઢવામાં આવે છે. ૨૦૧૯માં રાહુલ ગાંધીએ મોદી સરનેમ પર વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. આ મામલે તેમની સામે માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ વર્ષે નીચલી અદાલતે તેમને દોષિત ઠેરવ્યા અને બે વર્ષની સજા સંભળાવી.

    રાહુલ ગાંધીએ ૧૩ એપ્રિલ ૨૦૧૯ના રોજ કર્ણાટકના કોલારમાં એક ચૂંટણી રેલીમાં કહ્યું, નીરવ મોદી, લલિત મોદી, નરેન્દ્ર મોદીની અટક કોમન કેમ છે? બધા ચોરની અટક મોદી કેમ છે? રાહુલના આ નિવેદનને લઈને ભાજપના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ તેમની વિરુદ્ધ કલમ ૪૯૯, ૫૦૦ હેઠળ ગુનાઈત માનહાનિનો કેસ દાખલ કર્યો હતો.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

      Related Posts

      તમિળનાડુના મુખ્યમંત્રી સી. જોસેફ વિજયની મોટી જાહેરાત: ધારાસભ્યોને સરકારી વાહન અને આરોગ્ય વીમા મર્યાદા વધીને ₹25 લાખ

      August 19, 2026

      સોનિયા ગાંધીનું નવું પુસ્તક ‘Belonging’: અંગત જીવનથી લઈને રાજકીય સફર સુધીની અણકહી વાતો

      August 19, 2026

      જંતર-મંતર લાઠીચાર્જ મુદ્દે વિપક્ષના નેતા રાહુલ ગાંધીનો સરકાર પર આકરો પ્રહાર

      August 18, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.