Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Business»IndusInd બૅન્ક પર સંકટના વાદળો ઘેરા બન્યા, સેબીએ ઈનસાઈડર ટ્રેડિંગની તપાસ હાથ ધરી, શેર કડડભૂસ
    Business

    IndusInd બૅન્ક પર સંકટના વાદળો ઘેરા બન્યા, સેબીએ ઈનસાઈડર ટ્રેડિંગની તપાસ હાથ ધરી, શેર કડડભૂસ

    SatyadayBy SatyadayMarch 27, 2025Updated:March 28, 2025No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    IndusInd

    ખાનગી સેક્ટરની ઈન્ડસઈન્ડ બૅન્કની મુશ્કેલીઓ વધી છે. માર્કેટ રેગ્યુલેટર સેબીએ ઈન્ડસઈન્ડ બૅન્કના વરિષ્ઠ અધિકારીઓ વિરૂદ્ધ ઈનસાઈડર ટ્રેડિંગની તપાસ હાથ ધરી છે. બૅન્કે આ મહિનાની શરૂઆતમાં જ ડેરિવેટિવ્ઝ એકાઉન્ટમાં ગોટાળો થયો હોવાની માહિતી આપી હતી.

    સેબીએ ઈન્ડસઈન્ડ બૅન્કના પાંચ વરિષ્ઠ અધિકારીઓ દ્વારા કરવામાં આવેલા સોદાઓ વિશે માહિતી આપવામાં આવી હતી. રેગ્યુલેટર તપાસ કરી રહ્યુ છે કે, શું અધિકારીઓ પાસે આવી ગોપનીય માહિતી હતી, જે જાહેર કરવામાં આવી નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સેબીએ બૅન્ક વિરૂદ્ધ ડિસ્ક્લોઝર નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ પણ તપાસ હાથ ધરી છે.

    ખાનગી સેક્ટરની બૅન્ક પર છેતરપિંડી તથા આંતરિક ચૂક મુદ્દે તપાસ ચાલી રહી છે. મુંબઈ સ્થિત બૅન્કે આ મહિનાની શરૂઆતમાં જ કહ્યું હતું કે, તેણે કરન્સી ડેરિવેટિવ્ઝ બુકમાં એકાઉન્ટિંગ ભૂલ જોવા મળી છે. આ ગોટાળો છ વર્ષ પહેલાનો હોવાનો અંદાજ છે. જેમાં અંદાજિત 17.5 કરોડ ડોલરનો ગોટાળો જોવા મળ્યો છે. બૅન્કે સ્વતંત્ર સમીક્ષા તેમજ તપાસ માટે ગ્રાન્ટ થોર્નટનની નિમણૂક કરી છે. જેથી આ છેતરપિંડી કે ગોટાળા મુદ્દે પુરાવા એકત્રિત કરી શકાય.

    ઈન્સડઈન્ડ બૅન્કે 7 માર્ચના સ્ટોક એક્સચેન્જીસને જણાવ્યું હતું કે, આરબીઆઈએ તેના એમડી અને સીઈઓ સુમંત કઠપાલિયાનો કાર્યકાળ એક વર્ષ માટે વધારી દીધો છે. જે 23 માર્ચ, 2026 સુધી કાર્યરત રહેશે. બૅન્કે 10 માર્ચના રોજ સ્ટોક એક્સચેન્જીસ પર જણાવ્યું હતું કે, તેના ડેરિવેટિવ્ઝ એકાઉન્ટિંગમાં અમુક ગરબડ જોવા મળી છે. બૅન્કે વિસ્તૃત આંતરિક સમીક્ષા કરી છે. જેમાં ડિસેમ્બર, 2024ની નેટવર્થમાં આશરે 2.35 ટકા નુકસાન થયુ હોવાનો અંદાજ છે. બૅન્કને રૂ. 1600 કરોડની જોગવાઈ કરવી પડી છે.

    IndusInd
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Satyaday
    • Website

    Related Posts

    રિટાયરમેન્ટ કે નોકરી છોડ્યા પછી EPF પર વ્યાજ: જાણો અગત્યના નિયમો અને ખાતું ક્યારે થશે ઇનએક્ટિવ

    August 22, 2026

    SBI vs PNB FD: 2 વર્ષની ફિક્સ્ડ ડિપોઝિટ પર કઈ સરકારી બેંક આપી રહી છે સૌથી વધુ વ્યાજ?

    August 22, 2026

    આંતરરાષ્ટ્રીય વિમાન પ્રવાસીઓ માટે મોટા સમાચાર: 1 સપ્ટેમ્બરથી ઇમિગ્રેશન પ્રક્રિયામાં થશે મહત્વપૂર્ણ ફેરફાર

    August 22, 2026
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.