Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Business»BMW: ઓટો ઇન્ડસ્ટ્રીમાં મોટો આંચકો: જર્મન કાર નિર્માતા BMW ૨૦૨૭ સુધીમાં ૮,૦૦૦ કર્મચારીઓની કરશે છટણી!
    Business

    BMW: ઓટો ઇન્ડસ્ટ્રીમાં મોટો આંચકો: જર્મન કાર નિર્માતા BMW ૨૦૨૭ સુધીમાં ૮,૦૦૦ કર્મચારીઓની કરશે છટણી!

    Rohi Patel ShukhabarBy Rohi Patel ShukhabarJuly 29, 2026No Comments3 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    BMW: ઓટો ક્ષેત્રે મંદીનો આંચકો! BMW નોકરીઓ ઘટાડવાની તૈયારીમાં, ૪૦,૦૦૦ કર્મચારીઓને આપશે નિવૃત્તિનો વિકલ્પ

    વૈશ્વિક સ્તરે ઓટોમોબાઇલ ક્ષેત્રે બદલાતા બજાર અને વધી રહેલી તીવ્ર સ્પર્ધા વચ્ચે મોટી કંપનીઓ પોતાની બિઝનેસ સ્ટ્રેટેજીમાં મોટા ફેરફારો કરી રહી છે. આ જ શ્રેણીમાં જર્મનીની પ્રખ્યાત લક્ઝરી કાર નિર્માતા કંપની BMW એ પોતાના કર્મચારીઓની સંખ્યામાં ઘટાડો કરવાની યોજના બનાવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કંપની ૨૦૨૭ના અંત સુધીમાં આશરે ૮,૦૦૦ જેટલી નોકરીઓ ઓછી કરવાની તૈયારી કરી રહી છે. જોકે, કંપની કોઈને બળજબરીથી નોકરીમાંથી કાઢવાને બદલે કર્મચારીઓને સ્વૈચ્છિક નિવૃત્તિ (Voluntary Retirement) નો વિકલ્પ આપશે. આ સમાચાર સામે આવતા જ સમગ્ર ગ્લોબલ ઓટો ઇન્ડસ્ટ્રીમાં મોટો ખળભળાટ મચી ગયો છે.

    ૪૦,૦૦૦ ઓફિસ સ્ટાફ માટે સ્વૈચ્છિક નિવૃત્તિ યોજના

    AFP ના અહેવાલ મુજબ, BMW જર્મનીમાં સ્થિત તેના કુલ ૮૫,૦૦૦ કાયમી કર્મચારીઓમાંથી લગભગ ૪૦,૦૦૦ ઓફિસ-બેઝ્ડ (વર્કેબલ) સ્ટાફ માટે ઓક્ટોબર મહિનાથી સ્વૈચ્છિક નિવૃત્તિની ઓફર રજૂ કરશે. હાલના તબક્કે ફેક્ટરી પ્રોડક્શનમાં કામ કરતા પ્લાન્ટ કર્મચારીઓને આ યોજનામાંથી બહાર રાખવામાં આવ્યા છે. કંપનીનો મુખ્ય ધ્યેય ૨૦૨૭ ના અંત સુધીમાં કુલ કર્મચારીઓની સંખ્યામાં ૮,૦૦૦ નો ઘટાડો કરવાનો છે. આ યોજનાને આખરી ઓપ આપવા માટે કંપની મેનેજમેન્ટ અને વર્કર્સ યુનિયન વચ્ચે છેલ્લા ઘણા સપ્તાહથી ચર્ચા ચાલી રહી હતી.

    કયા કારણોસર લેવાયો આ કડક નિર્ણય?

    છેલ્લા કેટલાક સમયથી વૈશ્વિક ઓટોમોબાઇલ ક્ષેત્ર અનેક પડકારોનો સામનો કરી રહ્યું છે. મુખ્યત્વે ઈલેક્ટ્રિક વાહનો (EVs) ના વેચાણ પર મળતો ઓછો નફો, અમેરિકાની કડક ટેરિફ નીતિઓ અને ચીનની ઈલેક્ટ્રિક વાહન ઉત્પાદક કંપનીઓ તરફથી મળી રહેલી કઠિન સ્પર્ધાને કારણે યુરોપિયન કાર નિર્માતાઓ પર આર્થિક દબાણ સતત વધી રહ્યું છે. BMW પણ આ આર્થિક મંદીમાંથી બાકાત રહી શકી નથી. કંપનીએ તાજેતરમાં જ પોતાના પ્રોફિટ માર્જિનને લઈને ચેતવણી જાહેર કરી હતી, ખાસ કરીને ચીનના બજારમાં નબળા પ્રદર્શનની સીધી અસર કંપનીની એકંદર કમાણી પર પડી છે.

    ચીનના બજારમાં વેચાણમાં મોટો કડાકો

    જર્મન કંપની BMW માટે ચીન હંમેશાંથી સૌથી મોટું અને નફાકારક બજાર રહ્યું છે. પરંતુ તાજેતરના આંકડા દર્શાવે છે કે ચીનમાં કંપનીનું વાહન વેચાણ વર્ષ ૨૦૧૭ પછીના સૌથી નીચલા સ્તરે પહોંચી ગયું છે. એપ્રિલથી જૂન દરમિયાન જ ચીનના માર્કેટમાં કંપનીની કાર ડિલિવરીમાં વાર્ષિક ધોરણે આશરે ૩૦ ટકાનો વિરાટ ઘટાડો નોંધાયો હતો. ચીનની સુસ્ત અર્થવ્યવસ્થા અને સ્થાનિક EV બ્રાન્ડ્સના પ્રભાવને કારણે BMW ની ભવિષ્યની યોજનાઓ અને કમાણી પર ઊંડી અસર પડી છે.

    અન્ય યુરોપિયન ઓટો કંપનીઓ પણ કરી રહી છે ખર્ચમાં કાપ

    કર્મચારીઓની છટણી કે ખર્ચમાં કાપ મૂકનારી BMW કોઈ એકમાત્ર કંપની નથી. જર્મનીની અન્ય દિગ્ગજ કાર ઉત્પાદક કંપનીઓ પણ પોતાના ઓપરેશનલ કોસ્ટ ઘટાડવા માટે આવા જ કડક પગલાં ભરી રહી છે. ફોક્સવેગન (Volkswagen) પણ હજારો નોકરીઓ નાબૂદ કરવાની યોજના બનાવી રહી છે, જ્યારે મર્સિડીઝ-બેન્ઝ (Mercedes-Benz) પણ પોતાના ખર્ચ ઘટાડવા માટે કર્મચારીઓ માટે ‘વોલન્ટરી રિટાયરમેન્ટ’ જેવા પ્રોગ્રામ ચલાવી રહી છે.

    BMW
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Rohi Patel Shukhabar

      Related Posts

      ધનતેરસ પહેલાં સોનું ખરીદવાની તક! જ્વેલર્સ આપી રહ્યા છે રેટ લોક ઓફર, જાણો બુકિંગથી કેવી રીતે થઈ શકે ફાયદો

      October 26, 2026

      કેન્દ્રના પેન્શનરો માટે DR વધારાના સમાચાર! 60%થી વધીને 63% થઈ શકે છે મોંઘવારી રાહત, જાણો એરિયર્સની વિગતો

      October 26, 2026

      AI પાછળ ટેક કંપનીઓ ખર્ચશે ₹731 લાખ કરોડ! પરંતુ આટલું મોટું રોકાણ કમાણીમાં કેવી રીતે ફેરવાશે?

      October 26, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.