સુરત શહેર પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સીટી નામનું અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં માદક પદાર્થો તેમજ ડ્રગનું વેચાણ કરતા અનેક શખ્સોને પોલીસ દ્વારા પકડવામાં આવ્યા છે, ત્યારે સુરત પીસીબી પોલીસને સુરત શહેરમાંથી કેમિકલવાળો નકલી ઇંગલિશ દારૂ બનાવવાની મીની ફેક્ટરી પકડવામાં મોટી સફળતા મળી છે. પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે અને કુલ ૯,૨૮,૩૨૦ના મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસના હાથે જે બે શખ્સો પકડાયા તે બંને આ કેમિકલ વાળો દારૂ બનાવતા હતા અને તે બંને રીઢા આરોપી હોવાનું સામે આવ્યું છે. શહેર પીસીબી પોલીસમાં ફરજ બજાવતા પોલીસ કર્મીઓને બાતમી મળી હતી કે, ઈચ્છાપોર…
Author: Shukhabar Desk
આમ તો ગુરુ અને શિષ્યની વાત આવે ત્યારે ગુરુ દ્રૌણ અને એકલવ્યની વાત જરૂરથી થાય કારણ કે એકલવ્યએ પોતાના ગુરુને ડાબા હાથનો અંગૂઠો કાપી ગુરુ દક્ષિણા આપી હતી. પરંતુ હાલના સમયમાં ગુરુ દક્ષિણાનું અનોખું ઉદાહરણ સામે આવ્યું છે. અમદાવાની એક સ્કૂલમાંથી નિવૃત થઈ ગયેલા શિક્ષકોના મેડિકલ ખર્ચ માટે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ ૫૦ લાખનું ભંડોળ એકઠું કરી ગુરુ દક્ષિણા સ્વરૂપે આપ્યું છે. આગામી ત્રણ વર્ષમાં ૫ કરોડનું ભંડોળ ઊભું કરવાનો સંકલ્પ પણ કર્યો છે. વાત છે અમદાવાદની ખાનગી સ્કૂલની કે જેણે આ અનોખું અભિયાન શરૂ કર્યું છે. ઉદગમ સ્કૂલ અને તેના પૂર્વ વિદ્યાર્થીઓની શિક્ષક દિને પૂર્વે જ નિવૃત્ત શિક્ષકોના મેડિકલ ખર્ચ માટેના…
લાંબા અંતરાળ બાદ રાજ્યમાં વરસાદનું આગમન થયું છે. આજે સવારે કચ્છના માંડવીમાં વરસાદનું આગમન થતાં લોકોમાં ખુશી જાેવા મળી રહી છે. લાંબા વિરામ બાદ મેઘરાજા વરસ્યા છે. માંડવીમાં વહેલી સવારથી વરસાદ વરસવાનું શરૂ થયું છે. વરસાદને લીધે રોડ-રસ્તાઓ પાણીમાં તરબોળ થયા છે. સાથે જ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. નોંધનીય છે કે, આજે અને આવતીકાલે ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઓગસ્ટ મહિનાથી ખેંચાયેલા વરસાદનું ફરી આગમન થયું છે. આજે અને આવતીકાલે ભારે પવન સાથે આગાહી કરવામાં આવી છે. આગામી ૫ દિવસ વરસાદની આગાહી છે. ભારે પવન સાથે મેઘસવારી આવશે. બંગાળીની ખાડીમાં લો પ્રેશર સક્રિય થતાં ગુજરાતમાં વરસાદની આગાહી…
ટીવી એક્ટ્રેસ અવનીત કૌર આજકાલ પોતાની લેટસ્ટ તસવીરોના કારણે ચર્ચામાં છે. અવનીત કૌરે પોતાની બૉલ્ડનેસથી બધાને ચોંકાવી દીધા છે, એક્ટ્રેસ અવારનવાર તસવીરો અને વીડિયોથી ફેન્સનું ધ્યાન આકર્ષિત કરે છે. તાજેતરમાં અવનીત કૌરે પોતાના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો શેર કરી છે, જેમાં તેની હૉટનેસ જાેઈને ફેન્સ દંગ રહી ગયા છે. અભિનેત્રી અવનીત કૌરે પોતાના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ તસવીરોમાં અભિનેત્રી અવનીત કૌરે બ્લૂ કલરના ટાઈટ ફીટ લૂકમાં શૉર્ટ ડ્રેસ પહેરેલો છે. તેને સ્ટાઇલિશ દેખાવા માટે અવનીત કૌરે પૉનીટેલમાં તેના વાળ કર્લ કર્યા છે અને સામાન્ય મેકઅપ પણ કર્યો છે. અભિનેત્રી અવનીત કૌરે બાળ કલાકાર તરીકે ટીવી કરિયરની…
હૃતિક રોશને ઇન્સ્ટાગ્રામ પર ૬ પેક ફ્લોન્ટ કરીને મસ્ત તસવીર પોસ્ટ કરી છે. ફેન્સ ફિટનેસ જાેઇને હાલમાં હેરાન થઇ ગયા છે. આ સાથે હૃતિક રોશન ફેન્સને ફિટનેસ ગોલ આપી રહ્યા છે. બોલિવૂડ સેલેબ્સ એની ગર્લફ્રેન્ડ સબા આઝાદ, પૂર્વ પત્ની સુઝૈન ખાને આ તસવીર પર પોતાની પતિક્રિયા આપી છે. જાે કે આ લેટેસ્ટ તસવીર જાેઇને અનેક લોકો વિચારમાં પડી ગયા છે. હૃતિક રોશનની દમદાર બોડી દેખાડતા કેપ્શનમાં લખ્યુ છે કે ફિનિશ લાઇન નહીં દેખ સકતે..એક્ટરની ગર્લફ્રેન્ડ ઘણી ઇમ્પ્રેસ જાેવા મળી રહી છે. એને અલગ-અલગ ઇમોજીસ શેર કરીને પોતાની ભાવનાઓ વ્યક્ત કરી છે. અનિલ કપૂર, પ્રિતી ઝિન્ટા અને કરણ સિહં ગ્રોવરે પણ…
બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચનનો આખો પરિવાર ફિલ્મી દુનિયામાં સક્રિય છે. અમિતાભથી લઈને તેમના પુત્ર અને પુત્રવધૂ પણ બોલિવૂડના મોટા સ્ટાર્સ છે. અમિતાભ બચ્ચનનો પૌત્ર અગસ્ત્ય નંદા પણ ટૂંક સમયમાં બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે. પરંતુ અમિતાભ બચ્ચનની પૌત્રી નવ્યા નવેલી નંદાએ બોલિવૂડમાં આવવાનું ટાળ્યું છે. જાેકે નવ્યા પોતાનું પોડકાસ્ટ લાવે છે. પરંતુ નવ્યા બોલિવૂડની ચમક અને ગ્લેમરથી દૂર રહે છે. બોલિવૂડના દિગ્ગજ નિર્દેશક અનુરાગ કશ્યપની પુત્રી પણ મોટી થઈ ગઈ છે. આલિયા કશ્યપે પણ બોલિવૂડથી દૂર રહેવાનો ર્નિણય લીધો છે. તેના પિતા મોટા સ્ટાર હોવા છતાં આલિયા કશ્યપે અભિનયની દુનિયાથી અંતર જાળવી રાખ્યું છે. આલિયા અત્યારે ૨૦ વર્ષની છે…
જિતેન્દ્રના પુત્ર તુષાર કપૂરે ૨૨ વર્ષ પહેલાં ફિલ્મી દુનિયામાં પગ મૂક્યો હતો. તેની આખી કારકિર્દીમાં તેણે હીરો તરીકે માત્ર બે-ત્રણ હિટ ફિલ્મો આપી છે. બાકીની સફળ ફિલ્મોમાં તે માત્ર સહાયક ભૂમિકામાં જ જાેવા મળ્યો છે. બે દાયકાની કારકિર્દીમાં, તુષાર કપૂરની મોટાભાગની ફિલ્મો બોક્સ ઓફિસ પર ખરાબ રીતે ફ્લોપ રહી છે, જેના કારણે નિર્માતાઓને ભારે નુકસાન થયું છે. આજે અમે તમને જીતેન્દ્રના પુત્ર તુષાર કપૂરની ફિલ્મી સફર વિશે જણાવીશું. તુષાર કપૂરે વર્ષ ૨૦૦૧માં ફિલ્મ ‘મુઝે કુછ કહેના હૈ’થી પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. આમાં તેણે કરીના કપૂર સાથે કામ કર્યું હતું. તુષાર કપૂરની આ ડેબ્યૂ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ…
છેલ્લા ઘણાં અઠવાડિયાથી એક્શન ફિલ્મનું દમદાર એડવાન્સ રીતે બુકિંગ થઇ રહ્યું છે. કેટલાક સિનેમાઘરોમાં ટિકિટોની કિંમત ૨.૪ લાખ સુધી પહોંચી ગઇ હતી. મલ્ટીપ્લેક્સના આંકડા દર્શાવતા મનોબાલાએ બ્લોક સીટોના ડેટા ટિ્વટ કર્યા છે. જવાન મુવીની શરૂઆતના દિવસે ૫ લાખથી પણ વધારે ટિકિટ વેચાઇ ગઇ છે. જવાન મુવીએ પહેલાં દિવસે ભારતમાં ૫,૦૦,૦૦૦ ટિકિટોનું એડવાન્સ બુકિંગનો આંકડો પાર કરી દીધો છે. નેશનલ મલ્ટીપ્લેક્સની વાત કરવામાં આવે તો જવાનના એડવાન્સ બુકિંગમાં ઁફઇ માં ૧,૧૨,૨૯૯, ૈંર્હટ-૭૫,૬૬૧, ઝ્રૈહીॅર્ઙ્મૈજ-૪૦,૫૭૭ માં ટિકિટો બુક થઇ ગઇ છે. આ બધી કુલ મળીને ૨,૨૮,૫૩૮ ટિકિટ બુક થઇ ચુકી છે. ત્યારબાદ મનોજ બજયબાલને બ્રેક અપ આપતા આંકડાઓને લઇને વાત કરી છે કે,…
આજે આ ખાસ અહેવાલમાં અમે બોલિવૂડની એવી બહેનો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેમણે પોતાની મોટી બહેનને જાેઈને ફિલ્મોમાં કરિયર બનાવવાનું વિચાર્યું. તેમણે ફિલ્મો પણ કરી અને પ્રખ્યાત અભિનેત્રી બની. દુર્ભાગ્યે, તેમની ફિલ્મી કારકિર્દી લાંબો સમય ટકી શકી નહીં અને તે થોડા જ સમયમાં બરબાદ થઈ ગઈ. આ લિસ્ટમાં ઘણા ચોંકાવનારા નામ સામેલ છે, પરંતુ આ લિસ્ટમાં સામેલ બે અભિનેત્રીઓનો કરિશ્મા હજુ પણ જાેવા જેવો છે. ડિમ્પલ કાપડિયા ૭૦થી ૮૦ના દાયકા સુધી ઘણી ફેમસ હતી. તેણે ફિલ્મ નિર્માતા રાજ કપૂરની ‘બોબી’ (૧૯૭૩) થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. આ ફિલ્મ પડદા પર સુપરહિટ સાબિત થઈ હતી. આ ફિલ્મથી ડિમ્પલ સુપરસ્ટાર બની…
અમિતાભ બચ્ચન અને શાહરૂખ ખાને ૨૨ વર્ષ પહેલા ‘કભી ખુશી કભી ગમ’ અને ‘મોહબ્બતેં’ જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું. આ ફિલ્મો આજે પણ લાખો લોકોની ફેવરિટ છે. ફિલ્મ ‘મોહબ્બતેં’માં બંને વચ્ચેનો મુકાબલો દર્શકોને ગમ્યો હતો. હવે તેઓ ફરી એકવાર સાથે આવ્યા છે ત્યારે આ પ્રોજેક્ટ અંગે લોકોની ઉત્સુકતા વધવાની જ છે. ફેન્સ જાણવા માંગે છે કે, આ વખતે તે કેવો રોલ કરી રહ્યો છે, જેની ઝલક નવા વીડિયોમાં જાેવા મળી રહી છે. એક અઠવાડિયા પહેલા, અમિતાભ બચ્ચન અને શાહરૂખ ખાનની એક વિશિષ્ટ તસવીર ઇન્ટરનેટ પર વાયરલ થઈ હતી. હવે મેકર્સ તરફથી બોલિવૂડ ડોન્સનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં…