દેશનું નામ ભારત હોવું જાેઈએ કે ઇન્ડિયા હોવું જાેઈએ તે અંગે ચર્ચાઓ, દલીલો અને પ્રતીકોની રાજનીતિ શરૂ થઇ ગઇ છે. આ વિવાદ વચ્ચે કેન્દ્ર સરકારે નામ બદલવાની બાબતને માત્ર અફવા ગણાવી છે, જ્યારે ભાજપે વિપક્ષને પ્રશ્ન પૂછ્યો હતો કે નામ બદલવાથી તેમને શું સમસ્યા છે. આ વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે ભારતીય રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ૮ થી ૧૦ સપ્ટેમ્બર વચ્ચે યોજાનારી G20 બેઠક દરમિયાન ૯ સપ્ટેમ્બરે દેશના મહાનુભાવોને આમંત્રણ પત્રિકા મોકલી છે. આ આમંત્રણ પત્રિકામાં પ્રેસિડેન્ટ ઓફ ભારત લખવામાં આવ્યું હતું. આ પછી વિપક્ષે આ નામને લઈને સરકાર પર રાજકીય તીર છોડવાનું શરૂ કર્યું. આ બધાની વચ્ચે વિદેશ મંત્રાલયે પણ…
Author: Shukhabar Desk
દેશભરમાં ય્૨૦ ઈવેન્ટ્સનું આયોજન થઈ રહ્યું છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે અગાઉ દિલ્હી સિવાય રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બેઠકો યોજવાનું વિચારવું પણ મુશ્કેલ હતું. વડાપ્રધાન મોદી આ વર્ષે ભારતમાં આયોજિત થઈ રહેલા G20 ના લોકશાહીકરણ અંગેના એક પ્રશ્નના જવાબમાં કહ્યું કે, જૂની પરંપરાઓને તોડીને, કાશ્મીર સહિત દેશભરના તમામ જુદા જુદા ખૂણે G20 ઈવેન્ટ્સનું આયોજન કરવામાં આવ્યું છે. મનીકંટ્રોલ સાથેના ખાસ ઈન્ટરવ્યુમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, તે સુવિધાઓ અથવા લોકોમાં વિશ્વાસના અભાવને કારણે હોઈ શકે છે. અમે એ પણ જાેયું છે કે કેવી રીતે વિદેશી નેતાઓની મુલાકાતો મુખ્યત્વે રાષ્ટ્રીય રાજધાની અથવા અન્ય કોઈ સ્થાન સુધી મર્યાદિત હતી. લોકોની ક્ષમતાઓ અને…
સાઉથ સુપરસ્ટાર એક્ટ્રેસ અને નેશનલ ક્રશ બની ચૂકેલી રશ્મિકા મંદાનાનો એક વીડિયો અત્યારે વાયરલ થઇ રહ્યો છે, જેમાં ખુબ કૉમેન્ટ્સ આવી રહી છે, ખરેખરમાં, રશ્મિકા મંદાના તેના આસિસ્ટન્ટના લગ્નમાં હાજરી આપવા હૈદરાબાદ પહોંચી હતી. આ દરમિયાન અભિનેત્રી એકદમ સિમ્પલ સાડી લૂકમાં જાેવા મળી હતી. તેમના લગ્નની કેટલીક તસવીરો અને વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આમાં રશ્મિકા મંદાના નવા પરિણીત કપલ સાથે પૉઝ આપતી જાેવા મળી રહી છે. એક વીડિયોમાં રશ્મિકા મંદાનાના આસિસ્ટન્ટ અને તેની પત્ની એક્ટ્રેસના પગ સ્પર્શ કરતા જાેઈ શકાય છે. રશ્મિકા મંદાના તેના આસિસ્ટન્ટના લગ્નમાં એકદમ સિમ્પલ સાડી લૂકમાં પહોંચી હતી. આ ઇવેન્ટ માટે તેને…
બોલિવૂડ એક્ટ્રેસ ભૂમિ પેડનેકર મુંબઈના જાણીતા સલૂન બહાર જાેવા મળી હતી. એક્ટ્રેસને જાેતાં જ ત્યાં હાજર ફોટોગ્રાફર ઘેરી વળ્યા હતા. એક્ટ્રેસ સલુન બહાર તેના ફેંસ સાથે સેલ્ફી પણ પડાવી હતી. કરણ બુલાની દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘થેંક્સ ફોર કમિંગ’ માટે દરેક લોકો ઉત્સાહિત છે. આમાં ભૂમિ પેડનેકર જેવી ઘણી અભિનેત્રીઓ લીડ રોલમાં જાેવા મળશે. થોડા દિવસો પહેલા ‘થેંક્સ ફોર કમિંગ’ના ફર્સ્ટ લુકએ સર્વત્ર સનસનાટી મચાવી દીધી હતી. ત્યારથી ભૂમિ પેડકરની આ ફિલ્મની ચર્ચા દરેક જગ્યાએ થઈ રહી છે. હવે ભૂમિએ ‘થેંક્સ ફોર કમિંગ’ના ટ્રેલર રિલીઝને લઈને મોટો ખુલાસો કર્યો છે. અભિનેત્રીએ મંગળવારે તેના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર આ ફિલ્મનું લેટેસ્ટ પોસ્ટર…
ઓટીટી પર ચર્ચિત સીરીઝ Bambai Meri Jaan Trailer રિલીઝ થઇ ગયુ છે. આ ટ્રેલર એક્શનથી ભરપૂર હોય છે. પહેલી ઝલકમાં તમે આ ટ્રેલર ગમી જાય એવુ છે. આમ, તમે એક વાર એક્શનથી ભરપૂર ટ્રેલર જાેશો તો વારંવાર જાેવાની ઇચ્છા થશે. કે કે મેનન અને અવિનાશ તિવારી આ સિરીઝમાં લીડ રોલમાં છે. કહાનીની વાત કરવામાં આવે તો ૬૦ના દશકમાં થયેલા ગેંગસ્ટરની કહાની છે. તમે એક્શન થ્રિલર જાેવાના શોખીન છો તો આ સિરીઝ તમને જાેવાની બહુ મજા આવશે. સિરીઝની વાત કરવામાં આવે તો આ ગેંગસ્ટર કાદરી પર છે, જેના પિતા એક ઇમાનદાર પોલીસ ઓફિસર હતા અને એમનું નામ ઇસ્માઇલ કાદરી. એક બાજુ…
અનેક લોકોને હોરર ફિલ્મો જાેવાની આદત હોય છે. જાે કે ઘણાં મુવી એવા હોય છે જે હોરર તો હોય છે પરંતુ તમને એનાથી કોઇ ફરક પડતો હોતો નથી, પરંતુ કેટલાક હોરર મુવી એટલા ડરામણાં હોય છે કે જે તમે એક વાર જાેતા તો જાેઇ લો છો, પરંતુ પાછળથી અનેક ઘણો પસ્તાવો થાય છે. આ સાથે રાત્રે ડર લાગીને સપના પણ ખરાબ આવતા હોય છે. તો આજે અમે તમને એવા ૪ હોરર મુવી વિશે જણાવીશું જે તમારે ક્યારેય પણ એકલતામાં જાેવાની ભૂલ કરવી જાેઇએ નહીં. આમ, તમે ભલે હોરર ફિલ્મો જાેવાના શોખીન છો પરંતુ આ ફિલ્મો તમારા માટે પણ નથી, કારણકે…
વાસ્તવમાં, અમે અહીં જે અભિનેતા વિશે વાત કરી રહ્યા છીએ તે શમ્મી કપૂર છે, જે હજી પણ તેમના સમયના સુપરસ્ટાર માનવામાં આવે છે. એવું કહેવું ખોટું નહીં હોય કે શમ્મી કપૂરે પ્રાપ્ત કરેલા સ્ટારડમના સ્તર સુધી પહોંચવું સરળ નથી અને ભારતીય સિનેમામાં બહુ ઓછા કલાકારો આમ કરવામાં સફળ થયા છે. શમ્મી કપૂર પૃથ્વીરાજ કપૂરના સૌથી નાના પુત્ર અને બોલિવૂડ સ્ટાર્સ શશિ કપૂર અને રાજ કપૂરના નાના ભાઈ હતા. બોલિવૂડમાં ડેબ્યુ કરતા પહેલા શમ્મી કપૂરે પિતા સાથે થિયેટર કરવાનું શરૂ કર્યું હતું. શમ્મી કપૂરે ૧૯૫૩માં ‘જીવન જ્યોતિ’થી પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી અને બોલિવૂડમાં ડેબ્યૂ કર્યા બાદ તેમણે ક્યારેય પાછળ…
સૈફ અલી ખાન ૯૦ના દાયકામાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ‘છોટા નવાબ’ તરીકે ઓળખાતા હતા. આ તે સમયગાળો હતો જ્યારે સૈફે પોતાની જાતને ફિલ્મોમાં સ્થાપિત કરી હતી અને તે ઘણી સારી ફિલ્મોમાં જાેવા મળ્યો હતો. સૈફે અજય દેવગન સાથે મિલન લુથરિયાની ૧૯૯૯માં આવેલી ફિલ્મ કચ્ચે ધાગેમાં કામ કર્યું હતું, જે તે સમયે ખૂબ જ લોકપ્રિય ફિલ્મ હતી. પરંતુ શું તમે જાણો છો. આ ફિલ્મના શૂટિંગ દરમિયાન એક્શન ડિરેક્ટર ટીનુ વર્માએ તેને સેટ પર જાહેરમાં થપ્પડ મારી હતી. ચાલો તમને જણાવીએ કે તેણે શું કામ આ ઝાપટ મારી અને આગળ શું થયું. એક્શન ડિરેક્ટર ટીનુ વર્માએ પોતે આ ખુલાસો કર્યો હતો અને કહ્યું હતું…
ભારતના પૂર્વોત્તર રાજ્ય મણિપુર ભડકેલી હિંસાનો મામલો હવે ફક્ત દેશમાં જ નહિ વિશ્વમાં પણ ચર્ચાય રહ્યો છે. હાલમાં જ યુએનમાં આ બાબતે ટીપ્પણી કરવામાં આવી હતી. જાેકે આ ટીપ્પણી પર ભારત દ્વારા વળતી પ્રતિક્રિયા પણ સામે આવી છે. યુએન મણિપુર મુદે થયેલી ટિપ્પણીઓને ભારતે તદ્દન નકારી કાઢી છે. ભારતના પ્રતિનિધિએ આ ટિપ્પણીઓને અયોગ્ય, અનુમાનિત અને ભ્રામક ગણાવી હતી. સાથે જ કહ્યું કે, પૂર્વોત્તર રાજ્યમાં સ્થિતિ શાંતિપૂર્ણ છે.ગઈકાલે સંયુક્ત રાષ્ટ્રના નિષ્ણાતોએ કહ્યું હતું કે, મણિપુરમાં મહિલાઓ અને છોકરીઓને નિશાન બનાવીને લિંગ આધારિત હિંસાના સમાચાર અને તસવીરો ખૂબ જ ચિંતાજનક છે. આ સાથે તેમણે ભારત સરકારને હિંસાની ઘટનાઓની તપાસ કરવા અને ગુનેગારોને…
જ્યારથી સંસદના વિશેષ સત્ર બોલવાની જાહેરાત કરવામાં આવી છે ત્યારથી રાજકારણ ગરમાયું છે. મોદી સરકારે વન નેશન વન ઈલેક્શનમાટે કમિટીની પણ જાહેરાત કરી દીધી છે. આ મુદ્દે વિપક્ષ પહેલાથી જ પ્રહારો કરી રહી છે. કોંગ્રેસે કેન્દ્ર સરકાર પર એક મોટો આરોપ લગાવતા કહ્યું હતું તેમણે દેશનું નામ બદલ્યું છે. આ મામલે કોંગ્રેસ બાદ હવે આપના સંયોજક અને દિલ્હીના સીએમએ પણ સરકાર પર પ્રહાર કર્યા છે. કેજરીવાલે કહ્યું છે કે, જાે ઈન્ડિયાનું નામ બદલાશે તો ભાજપ શું કરશે? મારી પાસે કોઈ સત્તાવાર માહિતી નથી, પરંતુ તમારા વર્ણનને આધારે અમે અમે ફૂંકાતા પવનને પણ સાંભળ્યો છે. ઈન્ડિયાનામનું એક ગઠબંધન છે, શું તમે…