રાજકોટમાં પ્રોફેસર જ્યોતિન્દ્ર જાની પર યૌન શોષણના આરોપને લઇ વિરોધ કરવામાં આવી રહ્યો છે. જેને લઈ આખરે પ્રોફેસર જ્યોતિન્દ્ર જાનીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પ્રોફેસર પર સૌરાષ્ટ્ર યુનિ.ની વિદ્યાર્થિનીએ ગંભીર આરોપ લગાવ્યા હતા. Ph.Dની વિદ્યાર્થિનીએ પ્રોફેસર પર જાતિય શોષણના આરોપ લગાવ્યા હતા. અત્રે જણાવીએ કે, કુલપતિને પત્ર લખી પ્રોફેસર પર ગંભીર આરોપ કર્યા હતા. મહિલા કોલેજના સંચાલકો અને ટ્રસ્ટીઓની બેઠકમાં પ્રોફેસરને સસ્પેન્ડ કરવાનો ર્નિણય લેવાયો છે. NSUI દ્વારા પણ પ્રોફેસરને સસ્પેન્ડ કરવાની માગ કરાઇ હતી. એમ. જે. કુંડલિયા કોલેજના પ્રોફેસર પાસે Ph.D કરતી એક વિદ્યાર્થિની સાથે ગાઈડ જ્યોતિન્દ્ર જાનીએ અણછાજતું વર્તન કરી શારીરિક છેડછાડ કરી હોવાની ફરિયાદ નોંધાઈ હતી. જેને…
Author: Shukhabar Desk
રાજ્યમાં ગુટકા તેમજ તમાકુ કે નિકોટીનયુક્ત પાન મસાલાના વેચાણ, સંગ્રહ અને વિતરણ પર હાલ પ્રતિબંધ છે. આ પ્રતિબંધ નાગરિકોનું સ્વાસ્થ્ય વધુ સુદ્રઢ બને તે માટે તા.૧૩ સપ્ટેમ્બર-૨૦૨૩થી વધુ એક વર્ષ સુધી લંબાવવાનો ર્નિણય કર્યો હોવાનું ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા જણાવાયું છે. ગુટકા પર પ્રતિબંધફૂડ સેફટી સ્ટાન્ડર્ડ એકટ-૨૦૦૬ અન્વયેના નિયમો તથા રેગ્યુલેશન-૨૦૧૧ હેઠળ આ પ્રતિબંધ મૂકાયો છે. જેમાં કોઇપણ ખાદ્યચીજમાં તમાકુ કે નીકોટીન ઉમેરવું એ પ્રતિબંધ છે. ગુટકામાં તમાકુ કે નિકોટીનની હાજરી હોવાથી માનવ આરોગ્યને ખૂબ જ નુકશાન થતું હોય છે. જેથી નાગરિકો તથા ભાવિ પેઢીના સ્વાસ્થ્યને જાળવી રાખવા માટે ગુટકા પર પ્રતિબંધ મૂકવો જરૂરી હોઇ આ ર્નિણય કરાયો…
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચની વનડે સિરીઝની ત્રીજી અને અંતિમ વનડે મેચ રાજકોટમાં રમાશે. આ મેચ માટે બંને ટીમો આજે રાજકોટ પહોંચી ચુકી છે. રાજકોટમાં હોટેલ પહોંચેલી બંને ટીમોનું જાેરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. રાજકોટમાં હવે ત્રણ દિવસ ક્રિકેટ ફીવર જાેવા મળવાનો છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સિરીઝની અંતિમ વનડે રાજકોટમાં રમાશે. આ મેચ ૨૭ સપ્ટેમ્બરે રમાશે. આજે બંને ટીમ રાજકોટ પહોંચી હતી. ભારતીય ટીમ સયાજી હોટલમાં રોકાશે. જ્યારે ઓસ્ટ્રેલિયાની ટીમ ફોર્ચ્યુન હોટલમાં રોકાશે. રાજકોટમાં વનડે મેચને લઈને જાેરદાર તૈયારી કરવામાં આવી છે. હોટલોએ પણ ખેલાડીઓને આવકારવા માટે તૈયારીઓ કરી છે. ખેલાડીઓને કોઈ કચાસ ન રહે તે માટે સંપૂર્ણ…
તમિલનાડુમાં ભાજપને આંચકો લાગ્યો છે. ઓલ ઈન્ડિયા અન્ના દ્રવિડ મુનેત્ર કઝગમ (AIADMK) એ સોમવારે (૨૫ સપ્ટેમ્બર) બીજેપીના નેતૃત્વવાળા નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) સાથે ગઠબંધન તોડવાની જાહેરાત કરી. પાર્ટીએ આ અંગે ઠરાવ પસાર કર્યો છે. AIADMK નેતાઓની બેઠક બાદ પાર્ટીના ડેપ્યુટી કોઓર્ડિનેટર કેપી મુનુસામીએ કહ્યું, “AIADMK આજથી બીજેપી અને EPS સાથેના તમામ સંબંધો તોડી રહી છે.”પાર્ટીએ કહ્યું, “છેલ્લા એક વર્ષથી, બીજેપીનું રાજ્ય નેતૃત્વ સતત અમારા ભૂતપૂર્વ નેતાઓ, અમારા મહાસચિવ ઈઁજી (એડાપડ્ડી પલાનીસ્વામી) અને અમારા કાર્યકર્તાઓ પર બિનજરૂરી ટિપ્પણીઓ કરી રહ્યું છે. આ ઠરાવ આજની બેઠકમાં સર્વસંમતિથી પસાર કરવામાં આવ્યો હતો.” AIADMKએ કહ્યું કે તે ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં અલગ મોરચાનું નેતૃત્વ કરશે.…
રાજસ્થાનમાં આ વર્ષના અંતમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે ભાજપે કમર કસી લીધી છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી જયપુર પહોંચ્યા અને પાર્ટીની પરિવર્તન સંકલ્પ મહાસભામાં ભાગ લીધો. આ દરમિયાન કાર્યકરો દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વરિષ્ઠ નેતા રાજેન્દ્ર રાઠોડ અને વસુંધરા રાજે સહિત અનેક નેતાઓ હાજર રહ્યા હતા. કોંગ્રેસ પર પ્રહાર કરતા પીએમ મોદીએ કહ્યું કે રાજસ્થાનની જનતાએ કોંગ્રેસના કુશાસનમાંથી મુક્તિ મેળવવાનું નક્કી કરી લીધું છે. કોંગ્રેસે જે રીતે પાંચ વર્ષ સરકાર ચલાવી છે, તે ઝીરો નંબર મેળવવાને લાયક છે. પીએમ મોદીએ કહ્યું કે ગેહલોત સરકારે યુવાનોના પાંચ વર્ષ બરબાદ કરી દીધા છે. રાજસ્થાનમાં ફેરફાર થશે.…
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશમાં કાર્યકર્તા મહાકુંભને સંબોધિત કરતા કહ્યું હતું કે, કોંગ્રેસ વરસાદમાં રાખેલા લોખંડ જેવી છે, વરસાદમાં રાખવામાં આવે તો તે નાશ પામે છે. તેમણે કહ્યું હતું કે, જ્યારે કોંગ્રેસ મધ્યપ્રદેશમાં સત્તા પર હતી ત્યારે તે બિમાર રાજ્ય હતું. કોંગ્રેસના શાસનની ઓળખ હતી – રાજનીતિ, કુશાસન અને કરોડોનો ભ્રષ્ટાચાર… અગાઉ, ભારતીય જનતા પાર્ટીના મહિલા નેતાઓએ મહિલા અનામત બિલ પસાર થવાની ઉજવણીમાં ભોપાલમાં પાર્ટી કાર્યકર્તાઓની બેઠકમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને માળા પહેરાવી હતી અને તેમનું સન્માન કર્યું હતું. મધ્યપ્રદેશમાં ‘વર્કર્સ મહાકુંભ’માં મોટી સંખ્યામાં એકત્ર થયેલા કાર્યકરોને જાેઈને પીએમ મોદીએ કહ્યું, “આ ભીડ, આ ઉત્સાહ, આ કાર્યકર મહાકુંભ, આ મહાન સંકલ્પ……
અવકાશની અનંત ઊંડાણોમાંથી એસ્ટરોઇડના નમૂનાઓ વહન કરતી નાસાની પ્રથમ અવકાશ કેપ્સ્યુલ ૭ વર્ષની મુસાફરી પૂર્ણ કર્યા પછી રવિવારે (૨૪ સપ્ટેમ્બર ૨૦૨૩) ના રોજ ઉટાહના રણમાં ઉતરી હતી. OSIRIS-REx અવકાશયાન પૃથ્વીની નજીકથી પસાર થતાં ૬૩,૦૦૦ માઇલ (૧૦૦,૦૦૦ કિલોમીટર) ના અંતરેથી કેપ્સ્યુલ છોડ્યું. લગભગ ચાર કલાક પછી, કેપ્સ્યુલ પેરાશૂટ દ્વારા આર્મીના ઉટાહ ટેસ્ટ અને ટ્રેનિંગ રેન્જમાં ઉતરી. આ અવકાશયાન લગભગ ૬૪૩ કરોડ કિલોમીટરનું અંતર કાપીને પૃથ્વી પર પરત ફર્યું છે. વિજ્ઞાનીઓ બેનુ નામના કાર્બન-સમૃદ્ધ એસ્ટરોઇડમાંથી ઓછામાં ઓછો એક કપ કાટમાળ શોધવાની અપેક્ષા રાખે છે. જાે કે જ્યાં સુધી કન્ટેનર ખોલવામાં ન આવે ત્યાં સુધી તેમાંથી મળી આવેલી સામગ્રી વિશે ચોક્કસ કહી શકાય…
ચીનના હોંગઝોઉમાં યોજાયેલા ૧૯મા એશિયન ગેમ્સનો આજે બીજાે દિવસ છે. આજે ભારતીય ખેલાડીઓ રોઈંગ, ટેનિસ, ક્રિકેટ, બોક્સિંગ, સ્વિમિંગ, શુટિંગ જેવા ખેલોમાં પડકારો ઝેલી રહ્યા છે. ભારત માટે આજનો દિવસ સુવર્ણ જાેવા મળી રહ્યો છે. કારણ કે આજે ૧૯મી એશિયન ગેમ્સમાં ભારતને પહેલો ગોલ્ડ મેડલ મળ્યો છે. ૧૯માં એશિયન ગેમ્સમાં ભારતને આજે પહેલો ગોલ્ડ મળ્યો છે. પુરુષોની ૧૯ મીટર એર રાઈફલ સ્પર્ધામાં એશ્વર્ય પ્રતાપ સિંહ તોમર, રુદ્રાંક્ષ પાટિલ અને દિવ્યાંશ પવારની ત્રિપુટીએ આ ગોલ્ડ મેડલ ભારતને નામે કર્યો. આ ત્રિપુટીએ ૧૮૯૩.૭ અંક મેળવ્યા અને ટોપ પર રહી. ભારતને ત્યારબાદ વધુ એક મેડલ મળ્યો. રોઈંગની મેન્સ-૪ સ્પર્ધામાં જસવિંદર, આશીષ, પુનિત અને આશીષે…
ભારત સાથેના સંબંધોને ‘મહત્વપૂર્ણ’ ગણાવતા કેનેડાના રક્ષામંત્રી બિલ બ્લેયરે કહ્યું કે તેમનો દેશ ઈન્ડો-પેસેફિક રણનીતિ જેવી ભાગીદરીઓને આગળ વધારવાનું ચાલુ રાખશે. પરંતુ એક ખાલિસ્તાની આતંકી હરદીપ સિંહ નિજ્જરની હત્યાની તપાસ ચાલુ રહેશે. ખાલિસ્તાની આતંકી હરદીપ સિંહ નિજ્જરની હત્યા મુદ્દે ભારત અને કેનેડાના સંબંધમાં તણાવ વકરી રહ્યો છે. સંબંધોમાં તનાતનીને લઈને કેનેડાના રક્ષામંત્રી બિલ બ્લેયરે મોટું નિવેદન આપતા ભારત સાથેના કેનેડાના સંબંધોને મહત્વપૂર્ણ ગણાવ્યા. તેમણે કહ્યું કે કેનેડા ખાલિસ્તાની સમર્થક આતંકી હરદીપસિંહ નિજ્જરની હત્યાની તપાસ વચ્ચે ભારત સાથે હિન્દ-પ્રશાંત રણનીતિ જેવી ભાગીદારીને આગળ વધારવાનું ચાલુ રાખશે. બ્લેયરે કહ્યું કે અમારી જવાબદારી છે કે અમે કાયદાનું પાલન કરીએ અને અમારા નાગરિકોની રક્ષા…
દેશભરમાં મોંઘવારીનો દર વધી રહ્યો છે. રિટેલ ફુગાવો હજુ પણ ખૂબ ઊંચા સ્તરે છે અને યુએસ સેન્ટ્રલ બેંક ફેડરલ રિઝર્વે વધુ થોડા સમય માટે તેનું કડક વલણ જાળવી રાખવાનો ર્નિણય કર્યો છે.એવામાં નિષ્ણાતોનું માનવું છે કે આગામી મહિનાની શરૂઆતમાં ભારતીય રિઝર્વ બેન્કની નાણાકીય સમીક્ષા બેઠકમાં ફરી એકવાર પોલિસી રેટ યથાવત રાખવાનો ર્નિણય લેવામાં આવી શકે છે. રિઝર્વ બેંકે ૮ ફેબ્રુઆરી, ૨૦૨૩ના રોજ રેપો રેટ વધારીને ૬.૫ ટકા કર્યો હતો અને ત્યારથી તેણે આંતરરાષ્ટ્રીય બજારમાં ઉચ્ચ રિટેલ ફુગાવો અને ક્રૂડ ઓઈલના ઊંચા ભાવ સહિતના કેટલાક વૈશ્વિક પરિબળોને ધ્યાનમાં રાખીને દરો સમાન સ્તરે જાળવી રાખ્યા છે. RBI ગવર્નરની અધ્યક્ષતામાં છ સભ્યોની MPCની…