Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Politics»ભાજપને લોકસભા પહેલાં મોટો ઝટકો AIADMKની ભાજપ સાથે ગઠબંધન તોડવાની જાહેરાત
    Politics

    ભાજપને લોકસભા પહેલાં મોટો ઝટકો AIADMKની ભાજપ સાથે ગઠબંધન તોડવાની જાહેરાત

    Shukhabar DeskBy Shukhabar DeskSeptember 26, 2023No Comments1 Min Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    તમિલનાડુમાં ભાજપને આંચકો લાગ્યો છે. ઓલ ઈન્ડિયા અન્ના દ્રવિડ મુનેત્ર કઝગમ (AIADMK) એ સોમવારે (૨૫ સપ્ટેમ્બર) બીજેપીના નેતૃત્વવાળા નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) સાથે ગઠબંધન તોડવાની જાહેરાત કરી. પાર્ટીએ આ અંગે ઠરાવ પસાર કર્યો છે. AIADMK નેતાઓની બેઠક બાદ પાર્ટીના ડેપ્યુટી કોઓર્ડિનેટર કેપી મુનુસામીએ કહ્યું, “AIADMK આજથી બીજેપી અને EPS સાથેના તમામ સંબંધો તોડી રહી છે.”પાર્ટીએ કહ્યું, “છેલ્લા એક વર્ષથી, બીજેપીનું રાજ્ય નેતૃત્વ સતત અમારા ભૂતપૂર્વ નેતાઓ, અમારા મહાસચિવ ઈઁજી (એડાપડ્ડી પલાનીસ્વામી) અને અમારા કાર્યકર્તાઓ પર બિનજરૂરી ટિપ્પણીઓ કરી રહ્યું છે. આ ઠરાવ આજની બેઠકમાં સર્વસંમતિથી પસાર કરવામાં આવ્યો હતો.”

    AIADMKએ કહ્યું કે તે ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં અલગ મોરચાનું નેતૃત્વ કરશે. વાસ્તવમાં અત્યારે દેશમાં બે મોટા ગઠબંધન છે. આમાં એક ભાજપની આગેવાની હેઠળનો એનડીએ છે અને બીજાે ‘ઈન્ડિયા’ છે, જે કોંગ્રેસ, ટીએમસી અને આમ આદમી પાર્ટી સહિત ૨૮ પક્ષોનું વિપક્ષી ગઠબંધન છે. એવા ઘણા પક્ષો છે જે NDA અને ઈન્ડિયા બંનેનો ભાગ નથી. તેલંગાણાના સીએમ કેસીઆરની ભારત રાષ્ટ્ર સમિતિ, સાંસદ અસદુદ્દીન ઓવૈસીની ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન, ઓડિશાના સીએમ નવીન પટનાયકની બીજુ જનતા દળ અને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાઈએસ જગન મોહન રેડ્ડીની વાઈએસઆર કોંગ્રેસ પાર્ટી સહિત ઘણી પાર્ટીઓ છે

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

      Related Posts

      હિંસા બાદ લેહમાં કડક નિયંત્રણો: કલમ 163 હેઠળ જાહેર સભાઓ પર પ્રતિબંધ

      September 24, 2025

      કર્ણાટક હાઈકોર્ટનો સ્પષ્ટ ચુકાદો: ભારતમાં X એ ભારતીય કાયદાઓનું પાલન કરવું પડશે

      September 24, 2025

      US election Russian interference:ગુપ્તચર તપાસમાં રાજકીય દખલ

      July 3, 2025
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.