Facebook Twitter Instagram
    Shu Khabar
    Facebook Twitter Instagram
    Shu Khabar
    Home»India»૪ થી ૬ ઓક્ટોબરના રોજ યોજાશે બેઠક રિઝર્વ બેન્કની નાણાકીય સમીક્ષા બેઠકમાં પોલિસી રેટ યથાવત રહી શકે
    India

    ૪ થી ૬ ઓક્ટોબરના રોજ યોજાશે બેઠક રિઝર્વ બેન્કની નાણાકીય સમીક્ષા બેઠકમાં પોલિસી રેટ યથાવત રહી શકે

    Shukhabar DeskBy Shukhabar DeskSeptember 25, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    દેશભરમાં મોંઘવારીનો દર વધી રહ્યો છે. રિટેલ ફુગાવો હજુ પણ ખૂબ ઊંચા સ્તરે છે અને યુએસ સેન્ટ્રલ બેંક ફેડરલ રિઝર્વે વધુ થોડા સમય માટે તેનું કડક વલણ જાળવી રાખવાનો ર્નિણય કર્યો છે.એવામાં નિષ્ણાતોનું માનવું છે કે આગામી મહિનાની શરૂઆતમાં ભારતીય રિઝર્વ બેન્કની નાણાકીય સમીક્ષા બેઠકમાં ફરી એકવાર પોલિસી રેટ યથાવત રાખવાનો ર્નિણય લેવામાં આવી શકે છે.

    રિઝર્વ બેંકે ૮ ફેબ્રુઆરી, ૨૦૨૩ના રોજ રેપો રેટ વધારીને ૬.૫ ટકા કર્યો હતો અને ત્યારથી તેણે આંતરરાષ્ટ્રીય બજારમાં ઉચ્ચ રિટેલ ફુગાવો અને ક્રૂડ ઓઈલના ઊંચા ભાવ સહિતના કેટલાક વૈશ્વિક પરિબળોને ધ્યાનમાં રાખીને દરો સમાન સ્તરે જાળવી રાખ્યા છે. RBI ગવર્નરની અધ્યક્ષતામાં છ સભ્યોની MPCની બેઠક ૪-૬ ઓક્ટોબરના રોજ પ્રસ્તાવિત છે. એમપીસીની છેલ્લી બેઠક ઓગસ્ટમાં મળી હતી. બેંક ઓફ બરોડાના મુખ્ય અર્થશાસ્ત્રી મદન સબનવીસે કહ્યું છે કે અમને આશા છે કે RBI આ વખતે વ્યાજ દરમાં કોઈ ફેરફાર નહીં કરે કારણ કે ફુગાવો હજુ પણ ઊંચો છે અને લિક્વિડિટીની સ્થિતિ તંગ છે. જાે મોંઘવારી પર આરબીઆઈનો અંદાજ સાચો માનવામાં આવે તો ત્રીજા ક્વાર્ટરમાં પણ તે પાંચ ટકાથી વધુ રહેશે. આવી સ્થિતિમાં, વર્તમાન કેલેન્ડર વર્ષ ૨૦૨૩ અને સંભવતઃ ચોથા ક્વાર્ટરમાં પણ રેપો રેટમાં કોઈ ફેરફાર થશે નહીં.

    સબનવીસે કહ્યું કે ખરીફ પાક, ખાસ કરીને કઠોળને લઈને અનિશ્ચિતતા છે. જાેકે, ઓગસ્ટમાં ગ્રાહક ભાવ સૂચકાંક (CPI) આધારિત ફુગાવો થોડો ઘટીને ૬.૮૩ ટકા થયો છે. જુલાઈમાં તે ૭.૪૪ ટકા હતો. જાેકે, તે હજુ પણ રિઝર્વ બેન્કના છ ટકાના સંતોષકારક સ્તરથી ઉપર છે.ICRA લિમિટેડના મુખ્ય અર્થશાસ્ત્રી, અદિતિ નાયરે જણાવ્યું હતું કે ગ્રાહક ભાવ સૂચકાંક આધારિત ફુગાવો સપ્ટેમ્બર, ૨૦૨૩માં ઘટીને ૫.૩-૫.૫ ટકા થવાની ધારણા છે. જેમાં ટામેટાંનો સરેરાશ ભાવ અડધો થઈ ગયો હતો.જે ફાયદો થયો હતો. નાયરે કહ્યું કે ICRAને લાગે છે કે MPC ઓક્ટોબર ૨૦૨૩ની નીતિમાં કોઈ ફેરફાર કરશે નહીં.

    રિઝર્વ બેંકે ૨૦૨૩-૨૪ માટે છૂટક ફુગાવો ૫.૪ ટકા રહેવાનો અંદાજ મૂક્યો છે. વર્તમાન નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં ૬.૨ ટકા, ત્રીજા ક્વાર્ટરમાં ૫.૭ ટકા અને ચોથા ક્વાર્ટરમાં ૫.૨ ટકા રહેવાનો અંદાજ છે. આગામી નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ફુગાવો ૫.૨ ટકા રહેવાનું અનુમાન છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Ram mandir – અમેરિકામાં રામ મંદિરને લઈને વેબિનારનું આયોજન કરવામાં આવશે, પાંચ ભાગમાં 500 વર્ષનો સંઘર્ષ બતાવવામાં આવશે.

    December 8, 2023

    ભારતીય સૈન્યની તાકાત વધારવા મહત્વપૂર્ણ ર્નિણય ૯૭ તેજસ એરક્રાફ્ટ અને ૧૫૬ પ્રચંડ એટેક હેલિકોપ્ટરને ખરીદવાની મંજૂરી

    December 1, 2023

    અયોધ્યામાં રામમંદિરને ખલ્લું મુકવાની તડામાર તૈયારી અયોધ્યાની રામલીલામાં પાક. સહિત ૧૪ દેશના કલાકાર ભાગ લેશે

    December 1, 2023

    Leave A Reply Cancel Reply

    Facebook Twitter Instagram Pinterest
    © 2023 ThemeSphere. Designed by ThemeSphere.

    Type above and press Enter to search. Press Esc to cancel.

    Go to mobile version