ટીવીમાંથી બોલિવુડની દુનિયામાં પગ મૂકનારી અવિકા ગોરે હાલમાં આપેલા ઈન્ટરવ્યૂમાં તે દિવસો વિશે વાત કરી હતી જ્યારે સસુરાલ સિમર કાના કો-સ્ટાર મનીષ રાયસિંઘણ સાથે તેની ડેટિંગની અફવા ઉડી હતી. શોમાં બંનેની જાેડી દેખાડવામાં આવી હતી અને તેમની ઓન-સ્ક્રીન કેમેસ્ટ્રી દર્શકોને ખૂબ જ પસંદ આવી હતી. માત્ર સ્ક્રીન પર જ નહીં પરંતુ ઓફ-સ્ક્રીન પર તેમનું બોન્ડિંગ કમાલનું હતું અને તેનાથી તેઓ રિલેશનશિપમાં હોવાની વાતો વહેતી થઈ હતી. આરજે સિદ્ધાર્થ કનના પોડકાસ્ટમાં એક્ટ્રેસે તે સમયે સ્થિતિ કેવી હતી તે શેર કર્યું હતું. અવિકા ગોરે જણાવ્યું હતું કે, ‘પહેલીવાર જ્યારે આ અફવા ઉડી ત્યારે થોડું વિચિત્ર લાગ્યું હતું. તેવું લખવામાં આવ્યું હતું કે,…
Author: Shukhabar Desk
મુખ્ય રીતે તેલુગુ ફિલ્મમાં કામ કરતી હોવા છતાં સમંતા રુથ પ્રભુ બોલિવુડમાં પણ મોટું નામ બની ગઈ છે, આ માટે તે આભારી છે વેબ સીરિઝ ‘ફેમિલી મેન’ની જેનું ડિરેક્શન ડિરેક્ટર ડ્યુઓ રાજ અને ડીકેએ કહ્યું હતું. બંને એક્ટ્રેસ સાથે ફરીથી વરુણ ધવન સ્ટારર ગ્લોબલ સ્પાઈ સીરિઝ ‘સિટાડેલ’ના હિંદી વર્ઝનમાં તેની સાથે કામ કરી રહ્યા છે. આ સીરિઝના શૂટિંગ માટે ટીમ સરેબિયામાં છે. સમંતાને ગત વર્ષે આ જ સમયે માયોસાઈટિસ નામની દુર્લભ બીમારી હોવાનું નિદાન થયું હતું. ત્યારે તેણે ત્યાંના સેન્ટ સવાના ચર્ચની મુલાકાત લીધી હતી અને ત્યાંની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતાં પ્રોફેશનલ નિષ્ફળતા વિશે વાત કરી હતી. ઈન્સ્ટાગ્રામ…
ગઇકાલે સાંજે બિપોરજાેય વાવાઝોડું ગુજરાત સાથે ટકરાયું હતું અને મધરાત સુધી લેન્ડફોલની પ્રક્રિયા ચાલી હતી. આ દરમિયાન ખૂબ જ ઝડપથી પવન ફૂંકાયા હતા અને ભારે વરસાદ પડ્યો હતો. જેના લીધે ચારે તરફ નુકસાની સર્જાઇ હતી. ખાસ કરીને, વૃક્ષો અને ધરાશાયી થયા હતા. સાથે જ હોર્ડિંગ્સ અને શેડ્સ પણ ઉડી ગયા હતા. જાેકે, હજુ પણ વાવાઝોડાની અસર જાેવા મળી રહી છે. આજે સવારે પણ રાજ્યના અનેક ભાગોમાં ભારે પવન સાથે વરસાદ જાેવા મળી રહ્યો છે. ભુજ તેમજ માધાપરમાં ભારે પવનથી કેબીનો ફંગોળાઈ હતી. માધાપરના લોકલ બોર્ડ પાસે ભારે પવનથી નાસ્તાની કેબીન પડી ગઇ હતી. ભુજના મઢુંલી પાસે પવનથી ૩ કેબીનો ફંગોળાઈ…
બિપોરજાેય વાવાઝોડું ગુજરાત પર ત્રાટકી ચૂક્યું છે, જેના લીધે દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે નુકસાની પહોંચી છે. આ સાથે જ ભારે પવન સાથે વરસાદે પણ મુશ્કેલી વધારી છે. રાજ્યમાં વાવાઝોડાની અસરથી ૧૭૧ તાલુકામાં વરસાદ નોંધાયો છે. કચ્છના ગાંધીધામમાં સૌથી વધુ આઠ ઈંચ વરસાદ પડ્યો છે. ભુજમાં ૬ ઇંચ કરતા વધુ વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત અનેક વિસ્તારોમાં ભારે વરસાદ જાેવા મળી રહ્યો છે. સાથે જ આજે પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. કચ્છના અંજાર અને મુંદ્રામાં ૫ ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. ખંભાળિયા અને જામનગરમાં ૪ ઈંચ વરસાદ પડ્યો છે. રાજ્યના ૩૪ તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. સાથે જ…
અરબ સાગરમાંથી ઉઠેલા ચક્રવાત બિપરજાેયે રાતના ૧૦ વાગ્યાની આસપાસ રાજસ્થાનમાં એન્ટ્રી થઈ ગઈ છે. બાડમેરમાં ભારત-પાક બોર્ડર નજીક રણ વિસ્તાર જે ગુજરાત અને પાકિસ્તાનથી અડીને આવેલ છે, ત્યાંથી પ્રવેશ કર્યો. શરુઆત ગાળામાં પશ્ચિમી રાજસ્થાનના બાડમેર, સિરોહી, પાલી, જેસલમેર, જાેધપુર અને જાલોરમાં હવામાન બદલાયું. વંટોળની સાથે વરસાદ પણ થયો. તોફાનની અસરને જાેતા જાેધપુર યૂનિવર્સિટીની ૧૬ અને ૧૭ જૂને યોજાનારી પરીક્ષાઓ સ્થગિત કરી દીધી છે. આપદા વિભાગ તરફથી ૨૪ કલાકમાં તોફાન જયપુર, ટોંક, બૂંદી, અજમેર, ભીલવાડા જિલ્લાની આસપાસના વિસ્તારમાં ભારે પવનની આકાશીય વીજળી પડવાની આશંકા વ્યક્ત કરી છે. વિભાગે ૬૦ કિમીની ઝડપે પવન ફુંકાવાની સંભાવના વ્યક્ત કરી છે. આ અગાઉ બિપોરજાેયની અસરથી…
ભગવાન જગન્નાથના રથને નંદીઘોષ કહેવાય છે, જ્યારે બદલભદ્ર અને સુભદ્રાના રથને ક્રમશઃ તાલધ્વજ અને દર્પદલન કહેવાય છે. દર વર્ષે આ રથને નવો બનાવામાં આવે છે અને રથયાત્રા જુલૂસમાં કાઢવામાં આવે છે. રથયાત્રાના રથને દર વર્ષે ૯ દિવસની રથયાત્રા પુરી થયા બાદ તોડી નાખવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, આ રથનું મહત્વ કથા ઉપનિષદના પવિત્ર પાઠના માધ્યમથી સમજી શકાય છે. રથ દેવતાના શરીર જેવું દેખાય છે અને રથની અંદર રાખેલા દેવતાનું પ્રતીક દેવતાની આત્મા સાથે મળતો આવે છે. કાળી લાકડી ઉપરાંત રથ બનાવવામાં કોઈ લેખિત ફોર્મ્યુલા અથવા બ્લૂ પ્રિન્ટ નથી. વિશ્વકર્મા મહારાણાના નામથી ઓળખાતા સુથાર જ પોતાના પૂર્વજાેન પાસેથી…
દુનિયામાં એવા અનેક રહસ્યમય સ્થળો છે, જેના રહસ્યોના ભેદને આજદિન સુધી નથી ઉકેલી શકાયા. કંઇક એવું જ ખતરનાક તળાવ છે. જેનું પાણી પીધાં બાદ કોઇ જીવિત નથી બચતું. એવી માન્યતા છે કે આ તળાવના પાણી પીધા બાદ થોડા સમયમાં જ વ્યક્તિનું મૃ્ત્યુ થઇ જાય છે. આ તળાવ ક્યાં આવેલી છે અને શું છે તેનું નામ જાણીએ. આ રહસ્યમય તળાવ દક્ષિણ આફ્રિકાના લિંપોપો પ્રદેશમાં છે. જે ફુન્દીજી તળાવના નામે પ્રચલિત છે, એવી માન્યતા છે કે, આ તળાવનું પાણી પીધા બાદ કોઇ જીવિત નથી બચતું તેમનું તરત જ મોત થઇ જાય છે. આ રહસ્ય પાછળ એક લોકવાયકા પણ જાેડાયેલી છે. સ્થાનિક લોકોનું…
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચમાં ભારતને ઓસ્ટ્રેલિયા સામે ૨૦૯ રનથી હાર મળી હતી, આ સાથે જ ટેસ્ટમાં ચેમ્પિયન બનવાનું કરોડો ભારતીયોનું સપનું રોળાયું હતું. વિરાટ કોહલી સારું રમશે તેવી સૌને આશા હતી પરંતુ તે ૪૯ રનમાં જ આઉટ થતાં ફેન્સને નિરાશા સાંપડી હતી. રવિવારે મેચ વખતે કોહલીની પત્ની અનુષ્કા શર્મા પણ તેને ચીયર કરવા માટે સ્ટેડિયમ પહોંચી હતી અને આ સાથે ટ્રોલનો ટાર્ગેટ બની હતી. કેટલાક સોશિયલ મીડિયા યૂઝર્સે તેને પનોતી ગણાવી હતી અને જ્યારે પણ તે સ્ટેડિયમમાં જાય છે, ત્યારે-ત્યારે ભારતની હાર થાય છે તેમ કહ્યું હતું. તો તેના ફેન્સ તરત જ તેના બચાવ પક્ષમાં આવ્યા હતા અને હાર…
બિપોરજાેય ચક્રવાત જખૌ નજીક થઈ શકે લેન્ડફોલ ૧૫ જૂને ત્રાટકવા જઈ રહેલાં અત્યંત ગંભીર ચક્રવાત બિપોરજાેયની અસર માટે તૈયાર છે, હવામાન વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે, પાંચ વર્ષમાં ગુજરાતના દરિયાકાંઠાને અસર કરતું આ ચોથુ મોટું ચક્રવાત છે. ૨૦૧૯માં ચક્રવાત વાયુએ રાજ્યમાં લેન્ડફોલ કર્યુ હતુ અને ત્યારબાદ ૨૦૨૦માં નિસર્ગના કારણે મહારાષ્ટ્ર અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને વરસાદથી તરબોળ કર્યુ હતુ. તો ૨૦૨૧માં તોક્તેએ દિવ-ઉના પાસે લેન્ડફોલ કર્યુ હતુ અને ભયંકર તારાજી સર્જાઈ હતી. આ પહેલાં રાજ્યએ ૧૯૯૮થી શરુ કરીને ૨૦ વર્ષોમાં ચાર મોટા ચક્રવાતનો અનુભવ કર્યો હતો. એ સમયે સુપર સાયક્લોન કંડલામાં ત્રાટક્યું હતું અને ૨૦૧૮ સુધી માનવ જીવન અને સંપતિને અભૂતપૂર્વ નુકસાન…
મોરબી પોલીસ દ્વારા હાલ બિપોરજાેય વાવાઝોડાના પગલે તંત્ર એલર્ટ મોડ પર છે, ત્યારે તમામ અધિકારીઓની રજા રદ કરી દેવામાં આવી છે. આવા કપરા સમયે મોરબી પોલીસ દ્વારા મોરબી માળીયાના દરિયાઈ કિનારા વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે અને તમામ લોકોને સલામત સ્થળે ખસેડવા કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. મોરબી એસપી રાહુલ ત્રિપાઠી દ્વારા બિપોરજાેય વાવાઝોડાના પગલે તમામ અધિકારીઓને સ્ટેન્ડ બાય રાખી દેવામાં આવ્યા છે અને હેડ કવાર્ટર ના છોડવાની સૂચનાઓ આપી દેવામાં આવી છે. સાથે-સાથે મોરબી એલસીબી અને મોરબી એસઓજી સહિત મોરબી તાલુકા પોલીસ, માળીયા મીયાણા અને એ ડિવિઝન, બી ડિવિઝન, ટ્રાફિક શાખા મળી કુલ ૧૬થી વધુ અધિકારીઓ…